સૂર્યવંશમનો આ બાળ કલાકાર થઈ ગયો છે યુવાન – જુઓ તે હાલ કેવો લાગે છે

સૂર્યવંશમ રીલીઝ થઈને હવે આશરે 20 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. જો કે ઘણા બધા લોકો માટે તે એકદમ તાજી જ ફીલ્મ છે કારણ કે લગભગ રોજ એકવાર સૂર્યવંશમને સેટ મેક્સ ચેનલ પર દર્શાવવામાં આવે છે અને ઘણા બધા લોકો તેના કારણે સેટ મેક્સ ચેનલની ઠેકડી પણ ઉડાવતા જોવા મળે છે. જોકે અઢળક વાર ચેનલ પર દર્શાવવામાં આવતી આ ફિલ્મના ફેન્સની સંખ્યા પણ અઢળક છે અને લોકો તેને વારંવાર જોવાનુ પણ પસંદ કરે છે.

વારંવાર આ ફિલ્મને દર્શાવવામાં આવતી હોવાથી ફિલ્મના કલાકારો તેમજ તેના ડાયલોગ પણ ફેન્સને મોઢે યાદ રહી ગયા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યો હતો ભાનુ પ્રતાપ સિંઘ (પિતા) અને રાજુ (દીકરો)નો. અને ભાનુ પ્રતાપ સિંઘના પૌત્રનું પાત્ર ભજવ્યું હતું નાનકડા આનંદ વર્ધને. ઉપર જણાવ્યું તેમ ફિલ્મને 20 વર્ષ ઉપર થઈ ગયું છે તો આ નાનકડો બાળક પણ યુવાન જ થઈ ગયો હોય. અને યુવાન વયે તે કોઈ હીરો કરતા ઓછો નથી લાગી રહ્યો.

આનંદ વર્ધને બાળ કલાકાર તરીકે ઘણી બધી ફિલ્મો કરી છે. તેણે સાઉથ ઇન્ડિયાના જાણીતા અભિનેતાઓ વેંકટેશ, બાલક્રીષ્ના, જગપતિ બાબુ, વિગેરે સાથે કામ કર્યું છે. આનંદને બાળ કલાકાર તરીકે નંદી અવોર્ડ પણ મળી ચુક્યો છે, જે તેને ફિલ્મ પ્રિયારગાલુ માટે મળ્યો હતો. તેણે બાળકલાકાર તરીકે 20 કરતાં પણ વધારે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ આનંદ પોતાના ડેબ્યુ માટે તૈયારી કરી રહ્યો છે, થોડાક જ સમયમા તમે તેને તમિલ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતો જોશો.

તમને જણાવી દઈએ કે તે પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન પ્લે બેક સિંગર પી.બી.સ્રીનિવાસનો પૌત્ર છે. તેના પિતા એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેના પિતા આનંદને અવારનવાર રામાયણની વાર્તાઓ કહેતા હતા અને તેના કારણે તેને રામાયણ મોઢે યાદ રહી ગઈ છે. તેણે માત્ર પાંચ વર્ષની ઉંમરમાં રામાયણમ નામની ફિલ્મમાં અભિનય કરવાનું શરું કર્યું હતું. તેણે વાલ્મિકી અને હનુમાનનાં પાત્ર ભજવ્યાં હતાં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ