OMG: આ રાજ્યમાં 10 દિવસમાં 1000થી વધુ બાળકો કોરોના સંક્રમિત, ઉંમર છે 9 વર્ષથી પણ ઓછી, એક ગામમાં તો એટલા મોત થયા કે…

કોરોના વાયરસની બીજી લહેર ફરી એકવાર દુનિયાને જૂની પરિસ્થિતિની નજીક લાવી છે. બાળકો પ્રથમ લહેર કરતા વધુ સંક્રમિત થઈ રહ્યા છે. આ વખતે બાળકોમાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે. ગત 10 દિવસમાં 9 વર્ષથી ઓછી ઉમંરના 1000 બાળકો કોરોના ગ્રસ્ત થયા છે. બાળકોને વિભિન્ન હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો માને છે કે, બાળકોની પ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા વધુ હોય છે. એવામાં કોરોના ચેપગ્રસ્ત બાળકો એક કે બે અઠવાડિયામાં કોરોનાને સંપૂર્ણ રીતે હરાવી રહ્યા છે. તેમ છતાં માતાપિતાએ બાળકોના સ્વાસ્થ્ય વિશે ખૂબ કાળજી લેવી જોઈએ. તેમજ તેમને કોરોના સંક્રમિત વ્યક્તિ સાથેના સંપર્કથી બચાવવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ગત 10 દિવસમાં 9 વર્ષથી ઓછી ઉમંરના 1000 બાળકો કોરોના ગ્રસ્ત

image source

કોરોનાના કહેરની વચ્ચે ઉત્તરાખંડમાં સંકટ વર્તાઈ રહ્યું છે. અહીં કોરોનાનો આંકડો કરાવનારો છે. ગત 10 દિવસમાં 9 વર્ષથી ઓછી ઉમંરના 1000 બાળકો કોરોના ગ્રસ્ત થયા છે. બાળકોની સારવાર માટે વિભિન્ન હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ગામમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોત પણ થઈ રહી છે. નૈનીતાલના એક ગામમાં 2 અઠવાડિયામાં 30 લોકોના મોત થયા છે. ઉત્તરાખમંડમાં પ્રતિ 1 લાખ લોકો પર 771 એક્સિવ કેસ છે. જે યુપીમાં પ્રતિ 1 લાખની સરખામણીએ 7 ગણા છે. ઉત્તરાખંડમાં 79, 379 એક્ટિવ કેસ છે. અને 4426 લોકોના મોત થયા છે. બીજી તરફ રુડકીના એક ગામમાં 2 અઠવાડિયામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. એક ગામમાં એકલા એક ગામમાં જ મોત થવાથી પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. જો કે પ્રશાસને લિબરહેરી ગામના મોતની સંખ્યા નથી જણાવી. પરંતુ અહીં અનેક લોકો માર્યા ગયા છે. એક સરકારી અધિકારીઓનું કહેવુ છે કે મોતના પાક્કા આંકડા જાણવા માટે રાજસ્વ, સ્વાસ્થ્ય અને પોલીસ વિભાગની ટીમ લગાવવામાં આવી છે.

20માંથી 14 કોરોના ગ્રસ્ત

image source

સંક્રમણની માર પહાડના પૌડી જિલ્લામાં દેખાઈ રહી છે. નૈનીતાલ જિલ્લાના ઓખલકાંડા બ્લોકના કૂકના અને ઘૈના ગ્રામ સભાઓમાં 14 લોકો કોરોના ગ્રસ્ત મળ્યા છે. કુલ 20ના ટેસ્ટ થયા હતા. અહીં લગ્ન જેવા પ્રસંગોમાં સંખ્યાને લઈ કોઈ પ્રતિબંધ નથી. બે ગ્રામ સભાઓમાં લગભગ 100 પરિવાર છે. જેમાં દર ઘરમાં 2-3 લોકોને તાવ છે. પૌડી જિલ્લામાં એકેશ્વર બ્લોકના ઈડા ગામ 10 લોકોની એક સાથએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી. આ તમામ લોકો શંકાસ્પદ દર્દીના અંતિમ સંસ્કારમાં ગયા હતા.

ગ્રામીણ વિસ્તારની સ્થિતિ

image source

સીએમઓમાંથી મળતી જાણકારી મુજબ 10 મેના રોજ પૌડી જિલ્લામાં એકેશ્વર બ્લોકના ઈડા ગામ 10 લોકોની એક સાથએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી. શનિવારે અલમોડામાં 2428, બાગેશ્વર 1145, ચમોલી 2452, ચંપાવત 1400, નૈનીતાલ 7264, પૌડી ગઢવાલ 6090, પિથૌરાગઢ 1874, રુદ્રપ્રયાગમાં 2221, ટિહરીમાં 5719 તથા ઉત્તરકાશી 2288 એક્ટિવ કેસ છે.

ઉત્તરાખંડમાં કેસની સંખ્યા

image source

ઉત્તરાખંડમાં 4496 નવા કેસ મળ્યા છે. ગત 24 કલાકમાં 188 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,87,286 થઈ છે. 1248 નવા મામલા દહેરાદુન જિલ્લામાં મળ્યા. જ્યારે હરિદ્વારમાં 572, ટિહરીમાં 498,ઉદ્ધમસિંહ નગરમાં 393, પૌડીમાં 391, રુદ્રપ્રયાગમાં 356 અને ઉત્તરકાશીમાં 351 વધારે લોકોના સંક્રમિત હોવાની ખરાઈ થઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં 4811 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. 78,802 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 198530 દર્દી સાજા થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!