થઇ જાવો તૈયાર, અહીં વેક્સિન લેશો તો મળશે સીધા 10 લાખ રૂપિયા, જલદી જાણી લો આ ઓફર વિશે

કોરોના મહામારીને રોકવા માટે વેક્સીનનું મહત્વ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોનો ખબર પડતાં હવે લોકોને વેક્સીન મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ભારતમાં એક તરફ સરકાર અને સેલિબ્રિટિઝ લોકોને વેક્સીન મુકાવવા માટે અપીલ કરી રહ્યા છે તો અમેરિકામાં પણ ઘણા લોકો વેક્સીન મુકાવતાં ખચકાઈ રહ્યા છે અને તેમને અલગ અલગ શહેરો અને રાજ્યોમાં પ્રોત્સાહિત કરવા માટે જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે.

image source

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે, તે પૈકીના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગર જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે.

image source

કોરોના વાયરસ મહામારી વચ્ચે દુનિયાભરમાં વેક્સિન પ્રક્રિયા ખુબ ઝડપી બની ગઇ છે ત્યારે એક દેશ એવો પણ છે જ્યાં વેક્સિન લેવાના 10 લાખ રૂપિયા મળે છે.એક તરફ ભારતમાં જ્યાં સામાન્ય લોકોથી લઇને સેલેબ્સ સુધી બધા વેક્સિન લેવા માટે લોકોને પ્રેરી રહ્યાં છે ત્યારે અમેરિકા એક કદમ આગળ નીકળી ગયુ છે. અમેરિકામાં વેક્સિન લેવા પર લોકોને ફ્રીમાં બેસબોલ ગેમની ટીકીટ, ફ્રેંચ ફ્રાઇઝ અને ગાંજો પણ ફ્રીમાં આપવામાં આવે છે. ઓહાયો શહેરમાં તો વેક્સિન લગાવવા પર 10 લાખ રૂપિયા જીતવાની ઓફર કરવામાં આવી છે.

image source

આ શહેરના ગવર્નરે હાલમાં જ એક ટ્વિટ કરીને આ વાતની ઘોષણા કરી છે અને લખ્યુ છે કે 26 મેથી તે કોરોના વાયરસ રિલીફ ફંડમાંથી લોટરી કરવાની ઘોષણા કરી છે. આ લોટરીની ઓફર તે લોકો માટે છે જેમણે ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ લીધો છે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે લોટરીના ડ્રોનું ઇનામ દર બુધવારે કાઢવામાં આવશે. 5 અઠવાડીયા સુધી ચાલશે. દરેક લોટરી વિજેતાને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ રીતે કોરોના રિલીફ ફંડથી 50 લાખ રૂપિયા આપવામાં આવશે અને તેમણે આશા જતાવી છે કે તેના કારણે લોકો વેક્સિન લગાવવા માટે પ્રેરિત થશે.

image source

મહત્વનું છે કે, ઓહાયોએ ભલે વેક્સિન લેવા પર લોટરીનો કોન્સેપ્ટ શરૂ કર્યો હોય પરંતુ તેના પહેલા બાકીના રાજ્યો અને સ્થાનીય સરકારોએ વેક્સિન લેવા પર આર્થિક રીતે મદદ કરવાની ઘોષણા કરવાની શરૂઆત કરી હતી. વેસ્ટ વર્જીનીયાના ગવર્નર જિમ જસ્ટિસે ગયા મહિને આ બાબતની ઘોષણા કરી હતી.

image source

જિમે એલાન કર્યુ કે 35 વર્ષથી ઓછી ઉંમરના લોકો વેક્સિન લેશે તો તેમને 100 ડૉલર્સનો સેવિંગ બોન્ડ આપવામાં આવશે. તે સિવાય જૉર્જીયા શહેરના પ્રશાસને આ વર્ષે જાન્યુઆરીમાં ઘોષણા કરી હતી કે શહેરના લોકો એક વાર પણ વેક્સિન લેશે તો તેમને 200 ડૉલર્સના ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!