તમારા રસોડામાં સરળતાથી મળી રહેલી આ ચીજથી બનતા ફેસ-પેકના ફાયદા જાણો

જો તમારા ચેહરામાં ખુબ જ દાગ-ધબ્બા છે, તો તમારે તમારી ત્વચાની સારી સંભાળ લેવી જોઈએ. ખર્ચાળ ઉત્પાદનો લઈને અથવા પાર્લરોમાં પૈસા ખર્ચીને સારવાર મેળવવા કરતાં કુદરતી ફેસ-પેકનો ઉપયોગ કરવો જોઈએ. આ ફેસ-પેક બનાવવા માટે સરળ છે તેમજ ઘરેલુ ફેસ-પેક તમારી ત્વચા પર કોઈપણ પ્રકારના નુકસાન નહીં પોંહચાડે. આજે અમે તમને બટેટા, લીંબુ, હળદર, એપલ સાઇડર વિનેગર અને ચંદનમાંથી બનેલા 5 ફેસ-પેક વિશે જણાવીશું, જે તમારા ચેહરા પરના દાગ-ધબ્બા તો દૂર કરશે જ સાથે તમારા ચેહરાને એકદમ ગ્લોઈંગ બનાવશે. તો ચાલો જાણીએ ફેસ-પેક બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

1. એપલ સાઇડર વિનેગાર અને બેસનનું ફેસ-પેક

image source

ત્વચા પરના ડાઘના જેવા ઘણા કારણો હોઈ શકે છે જેમ કે સિગરેટ પીવું અથવા આલ્કોહોલનું સેવન કરવું. વધુ દવાઓના સેવનથી પણ ત્વચા પર ડાઘ થઈ શકે છે. ચેહરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે તમે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. એપલ સાઇડર વિનેગરમાં ગ્લાયકોલ હોય છે. આ તમારા ચેહરા પરના ડાઘ-ધબ્બા સાફ કરવામાં મદદ કરશે. આ માટે થોડું બેસન લો અને તેમાં એપલ સાઇડર વિનેગર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને આખા ચેહરા પર લગાવો અને અડધી કલાક સુધી રહેવા દો. અડધી કલાક પછી હળવા પાણીથી તમારો ચેહરો સાફ કરી લો. તમે આ પેસ્ટમાં બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. કારણ કે બેકિંગ સોડા ત્વચાના છિદ્રોને ખોલશે.

2. લીંબુ અને મુલતાની માટીનું ફેસપેક

image source

તમે પાર્લરમાં ખર્ચાળ સારવાર મેળવીને કંટાળી ગયા છો અને કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરો છો. તો તે વધુ ખર્ચાળ નથી અથવા તેના માટે તમારે વધુ સમય પસાર કરવાની પણ જરૂર નથી. જે લોકોને પિમ્પલ્સની સમસ્યા છે તેઓએ આ પેસ્ટ લગાવવી જોઈએ. લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તેનો ઉપયોગ કરવાથી તમને કોઈ તકલીફ થશે નહીં. પેસ્ટ બનાવવા માટે, મલ્ટાની માટીમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ ચેહરા પર 2 થી 3 મિનિટ માટે લગાવો. તે પછી તમારા ચેહરાને પાણીથી સાફ કરો. તેને અઠવાડિયામાં આ પેસ્ટ 3-4 વાર લગાવવાથી, તમને ફાયદો થશે.

3. બટેટાના ત્વચા પર લાભ

image source

બટેટા ખાવાનું દરેક લોકોને ખુબ પસંદ છે, પરંતુ શું તમે ક્યારેય તેને તમારી ત્વચા સંભાળની નિયમિતતામાં શામેલ કર્યા છે. જો નહીં, તો પછી જાણો કે બટેટા ચહેરાના ડાઘ, પિમ્પલ્સ અને ડાર્ક સર્કલ દૂર કરવામાં કેવી રીતે અસરકારક છે. તમારા ચેહરાને બેદાગ અને ગ્લોઈંગ બનાવવા માટે દરરોજ બટેટાની પેસ્ટ ચેહરા પર લગાવો. બટેટાનો ઉપયોગ ત્વચા પર કરવાથી ત્વચાના ફોલિકલ્સ ખુલી જશે અને ગંદકી દૂર થશે. બટેટાની પેસ્ટ બનાવવા માટે 1 કાચું બટેટું લો અને તેની છાલ કાઢીને તેને છીણી લો. હવે તેમાં 1 લીંબુનો રસ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ પેસ્ટ ચેહરા પર લગાવો અને 1 કલાક સુધી ચહેરા પર રહેવા દો. આ પેસ્ટ સૂકાયા પછી, પેહલા તમારા હાથથી તમારો ચેહરો ધીરે-ધીરે ઘસીને આ પેસ્ટ કાઢી લો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

4 હળદરની પેસ્ટ

image source

આપણે બધા જાણીએ છીએ કે આપણી ત્વચા માટે હળદર કેટલી ફાયદાકારક છે. જો લાંબા સમય સુધી ત્વચા પર હળદર લગાવવામાં આવે તો ત્વચાનો કાળો રંગ પણ સફેદ થાય છે. હળદર એક પ્રકારની ઔષધિ છે, તેથી જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ થાય છે, તો તમારે તમારા ચેહરા પર હળદરની પેસ્ટ લગાવવી જોઈએ. હળદરની પેસ્ટ બનાવવા માટે 1 ચમચી દહીંમાં 2 ચમચી હળદર ઉમેરી એક પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને ચેહરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ પછી તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. ઉનાળામાં તમે આ પેસ્ટમાં કાકડીનો રસ પણ ઉમેરી શકો છો.

5. ત્વચા પર ચંદનની પેસ્ટના ફાયદા

image source

ચંદન આપણી ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખે છે. ત્વચા પરના ડાઘને દૂર કરવા માટે તમે ચંદનની પેસ્ટ લગાવી શકો છો. પહેલાના સમયમાં દરેકના ઘરમાં ચનનું લાકડું જોવા મળતું જ, પરંતુ હવે લોકો બજારમાંથી ચંદનનો પાવડર ખરીદે છે. જો તમારા ઘરમાં ચંદનનું લાકડું હોય તો તમે તે ઘસીને ચંદન મેળવી શકો છો અથવા બજારમાંથી ચંદનનો પાવડર ખરીદી લો. પરંતુ ધ્યાન રાખો કે બજારમાં મળતા પાવડરમાં ચંદન સિવાય બીજા કોઈપણ પાવડરનું મિક્ષણ ના હોય. હવે આ પેસ્ટ બનાવવા માટે ચંદનના પાવડરમાં 1 ચમચી દૂધ અને ગુલાબજળ ઉમેરીને એક સરળ પેસ્ટ બનાવો. આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો. જ્યાં સુધી પેસ્ટ સૂકાય ત્યાં સુધી રાહ જુઓ. 20 મિનિટની આસપાસ આ પેસ્ટ સુકાય જશે, ત્યારબાદ તમારો ચેહરો હળવા પાણીથી ધોઈ લો. આ પેસ્ટનો એકવાર ઉપયોગ કરતા જ તમને તમારા ચેહરા પર ઘણો ફેરફાર લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત