ઓઇલ પુલિંગ (Oil Pulling), જટિલ રોગોથી મુક્તિ મેળવવાની અનોખી રીત…

આયુર્વેદમાં ઉલ્લેખીત સદીઓ જુની ઓઇલ પુલીંગ પદ્ધતિ દ્વારા વિવિધ જાતના રોગોથી મુક્તિ મેળવો.

સાવ જ સામાન્ય ખર્ચામાં સ્વસ્થ તેમજ એક્ટિવ રહેવાની વિધી એટલે ઓઈલ પુલિંગ. આ વિધીમાં મોઢામાં તેલ ભરી થોડી વાર રાખવાથી અને ધીમે ધીમે ચુંસવાથી કેટાલાએ રોગોથી મુક્તિ મળી શકે છે.

આ એક ખુબ જ જુની આયુર્વેદિક ચિકિત્સા છે જેને આજે કેટલાક ગણ્યાગાંઠ્યા લેકો જ જાણે છે. આજે પશ્ચિમ જગત તેને ઓઇલ પુલિંગ થેરાપીના નામે જાણે છે. ચાલો તેના વિષે વિગતવાર જાણીએ.

ઓઇલ પુલિંગ શું છે (તેલ ચૂસવાની રીત – ગંડૂષકર્મ)

ઓઇલ પુલિંગ શરીરમાંથી વિવિધ પ્રકારના નુકસાન કારક ઝેર કાઢીને શરીરને ડિ-ટોક્સિફાઈ કરે છે. આ એક સરળ તેમજ સસ્તી રીત છે. નાનામાં નાના, મોટામાં મોટા, તેમજ નવા-જૂના રોગોથી છૂટકારો મેળવવામાં આ વિધી એક મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રાચીન ભારતની એક અનોખી ભેટ છે આ રીત, જેને આજે ઘણા ઓછા લોકો જાણે છે. આ વિધી આજે પશ્ચિમ જગતમાં ખુબ જ લોકપ્રિય છે. પણ આપણું કમનસીબ છે કે ભારતના લોકોને જ તે વિષે જાણકારી નથી.

આજે અમે તમને આ વિધીની વિસ્તારવાર જાણકારી આપીશું. જેનાથી શરીર ઝેરમુક્ત તો થશે જ પણ સાથે સાથે તમારા શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર પણ થશે અને તમારું શરીર જાણે નવું થઈ જશે.

ઓઇલ પુલિંગને આયુર્વેદમાં ગંડૂષકર્મના નામે ઓળખવામાં આવે છે. આ ટેક્નિક પર તાજેતરના સમયમાં જ કેટલાક સંશોધકોએ સંશોધન પણ કર્યું છે અને તેમના રિઝલ્ટ એટલા પોઝિટિવ છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.

આ વિધિ અપનાવવાથી કેટલાક રોગોમાં તો બે-ત્રણ દિવસમાં જ સુધારો જોવા મળ્યો છે. જ્યારે કેટલાકમાં એક વર્ષ સુધીનો સમય લાગ્યો છે. સામાન્ય રીતે જો તમારે તમારા રોગમાં સુધારો લાવવો હોય તો આ વિધીને ઓછામાં ઓછા 40-50 દિવસ સુધી પ્રયોગમાં લેવાની જરૂર રહે છે.

ચાલો જાણીએ ઓઇલ પુલિંગની વિધી અને તેના ફાયદાઓ વિષેઃ

ઓઇલ પુલિંગની વિધીઃ

સવારે ઉઠીને મોઢું સાફ કર્યા બાદ પણ નાશ્તો કરતાં પહેલાં એક મોટી ચમચી સુરજમુખીનું તેલ, અથવા તલનું તેલ, અથવા મગફળીનું તેલ લો, તેને મોઢામાં ભરી મોઢું બંધ કરી તેને મોઢામાં ફેરવો અને દાતોથી ખેંચો આવું 15-20 મિનિટ સુધી કરો. બીજા શબ્દોમાં કહીએ તો તેલને ચાવવાની ક્રિયા કરો.

ચાવતી વખતે તમે તમારા જડબાને હલાવો (ઘોડો ચણા ખાતો હોય તેમ) તેનાથી સારી લાળ બને છે અને મોઢાની ચીકાસ (મ્યુકસ)થી રક્તદોષ તેમજ ઝેર ખેંચી લેવામાં આવે છે. મોઢામાં તેલ ભરીને આ ક્રિયા કરવાથી 15-20 મિનિટમાં તેલ દૂષિત, પાતળુ અને સફેદ થઈ જાય છે. ક્રિયા પત્યા બાદ તેલને થૂંકી દેવું.

સાવચેતીઃ

કોઈ પણ સંજોગોમાં આ ઝેરીલા તેલને ગળવું નહીં. ત્યાર બાદ મોઢું સારી રીતે ધોઈ લો અને બ્રશ કરી લો. કારણકે ઓઇલ પુલિંગ બાદ શરીરના ઝેરીલા તત્ત્તવો તેલની સાથે મોઢામાં પણ આવી જાય છે.

આ ચિકિત્સા દર્દીએ પોતાના રોગ પ્રમાણે દિવસમાં બે કે ત્રણ વાર કરવી જોઈએ. ધ્યાન રાખો આ કરતાં પહેલાં પેટ ખાલી જ હોવું જોઈએ. એટલે કે ભોજન પહેલાં જ આ વિધી કરવી.

ફાયદા

તાજા રોગ તેમજ પ્રારંભિક ચિકિત્સા કાળના સંક્રમણ 2થી 4 દિવસમાં તરત જ ઠીક થઈ જાય છે પણ જુની બીમારીઓ ઠીક થતાં વધારે સમય લાગે છે માટે આ પ્રયોગ છોડવો જોઈએ નહીં.

પ્રયોગની શરૂઆતમાં ખાસ કરીને એક કે તેથી વધારે રોગ ધરાવતી વ્યક્તિની તકલીફો વધી શકે છે. જેમ કે શરીરનું તાપમાન વધી જવું. આવિ સ્થિતિમાં ગભરાઈને પ્રયોગ છોડવાની જરૂર નથી, કારણકે કોઈપણ જાતની દખલગીરી વગર બધું તેની જાતે જ ઠીક થઈ જાય છે.

આવા લક્ષણ એ વાતના સૂચક છે કે રોગ ખતમ થઈ રહ્યો છે અને ચયાપચય વધવાથી દર્દી હેલ્થ સુધરી રહી છે.
ઓઇલ પુલિંગ વિધીથી તમે નિરંતર સ્વસ્થ તો રહો જ છો પણ તેની સાથે સાથે આ વિધિથી વિજ્ઞાન કેટલાક ખાસ રોગોના દૂર થવાનો દાવો કરે છે તેમાં ખાસ, દાતના રોગો, પેઢામાંથી લોહી વહેવું, દાતનો દુઃખાવો, દાતની પીળાશ, લોહીના જુના રોગો, ચહેરા પરની ઝાય, કરચલીઓ, માથાનો દુઃખાવો, શ્વાસનળીનો સોજો (બ્રોન્કાઇટિસ), થ્રોમ્બોસિસ, હૃદય રોગ, કીડની અને મૂત્ર સંબંધિત બીમારીઓ, પેટ, ફેફસા, યકૃતના રોગો, હાડકાનારોગ, ચામડીના રોગ, સ્નાયુના રોગ, લકવો, અનિન્દ્રાનો સમાવેશ થાય છે. આ વિધિ કેન્સર માટે પણ ખુબ લાભપ્રદ છે.

ઓઇલ પુલિંગથી ઝેરીલી ગાંઠોની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે અને ધીમે ધીમે રોગ દૂર થઈ જાય છે. તેના પ્રયોગથી આંખ નીચેના કાળા કુંડાળા દૂર થઈ જાય છે અને રોગો પહેલાં તમારા શરીરમાં જે તાજગી, સ્ફૂર્તિ,શક્તિ, સ્મરણશક્તિ, ભુખ, ગાઢ નિંદ્રા એ બધું જ સામાન્ય થઈ જાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ