આ દસ કંપનીઓનો સમગ્ર વિશ્વ પર દબદબો છે, તમે પણ ઉપયોગમાં લેતા જ હશો…

શું તમને ખબર છે કે તમે જે કંઈ પણ વસ્તુઓ ખરીદો છો તે બધી જ વસ્તુઓ માત્ર ગણતરીની કંપનીઓ જ ઉત્પાદિત કરે છે જે સુપર પાવરફુલ કંપનીઓ છે.

આજના આ લેખમાં અમે તમને એવી દસ કંપનીઓ વિષે જણાવીશું જે ગુપ્ત રીતે સમગ્ર વિશ્વને કંટ્રોલ કરી રહી છે.

10. નેસ્ટ્લે

તમે જે કંઈ પણ બજારમાંથી ખરીદી કરો છો તેમાંની મોટા ભાગની વસ્તુઓની માલિક ગણતરીની કંપનીઓ છે. ઉદાહણ તરીકે નેસ્ટ્લે જ લઈ લો. તે 80 દેશોમાં 8500 થી પણ વધારે બ્રાન્ડ્સ ધરાવે છે. તે કીટકેટ, મિલ્કિબાર, કેલોગ્સ વિગેરે જાણીતી બ્રાન્ડ્સ તો ધરાવે જ છે પણ તમને તેની કેટલીક બ્રાન્ડ જાણીને આશ્ચર્ય થશે કે એક ચોકલેક કંપની આવી બ્રાન્ડનું પણ ઉત્પાદન કરતી હોય ! જેમ કે શ્રેડેડ વ્હિટ, ગેર્બર બેબી ફૂડ, હોટ પોકેટ્સ અને પ્યુરીના પેટ ફુડ આ ઉપરાંત તે કોસ્મેટિક પાવર હાઉસ પણ ધરાવે છે જે વિશ્વમાં વેચાતી કોસ્મેટિક્સ પ્રોડક્ટનો 23 ટકા હિસ્સો ધરાવે છે તે છે લોરિયેલ અને લોરિયેલ બ્રાન્ડ હેઠળ જ ગાર્નિયર, મેબીલિન, ધી બોડી શોપ જેવી અન્ય બ્રાન્ડ ધરાવે છે.

કેલોગ્સ બ્રાન્ડ હેઠળ તેઓ બીજી કેટલીક પ્રોડક્ટ્સ ધરાવે છે પેપ્સીકો બ્રાન્ડ હેઠળ તેઓ ચીટોઝ, ટ્રોપિકાના જેવી પેટા બ્રાન્ડ્સ ધરાવે છે ઉપરાંત ક્રાફ્ટ બ્રાન્ડ હેઠળ તેઓ ઓરિયો, કેડબરી વિગેરે પેટા બ્રાન્ડ્સ ધરાવે છે.

જો કે 2013માં કંપની પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેઓ પાકિસ્તાનમાં પોતાના બોટલ્ડ વોટરના ઉત્પાદન ‘પ્યોર લાઇફ’ માટે સ્થાનીક કુવાના પાણીનો ઉપયોગ કરતાં હતા અને તેના કારણે સ્થાનીકો પાણીથી વંચિત રહી જતા હતા.

9. લોકહીડ માર્ટિન

વિશ્વનું હથિયાર બજાર આજે 1,700,000,000,000 અમેરિકન ડોલર જેટલું વિશાળ છે ત્યારે તેમાં કોઈ જ શંકા નથી કે જે કંપનીઓ હથિયારોનું ઉત્પાદન કરતી હશે તેઓનો વ્યવસાય ધમધોકાર ચાલતો હશે.

લોકહીડ માર્ટિન એ વિશ્વની સૌથી મોટી હથિયાર બનાવતી કંપની છે. તેઓ 126000 લોકોને રોજગારી આપે છે અને તેમનો વર્ષનો નફો 68,300,000,000 છે.

સમગ્ર વિશ્વના દેશોનું રાષ્ટ્રિય સૈન્ય લોકહિડ કંપની પર નિર્ભર છે. દા.ત. તે યુ.એસ.એની સૌથી મોટી કોન્ટ્રાક્ટર છે જે પેન્ટાગેનું 10% ફન્ડ મેળવે છે.

તેઓ જર્મની, ભારત, ઇઝરાયેલ, જાપાન, યુ.કે અને બીજા કેટલાએ દેશોને હથિયારનો જથ્થો પુરો પાડે છે.
આ ઉપરાંત લોકહિડ માર્ટીન કંપની લોબીઇંગ એટલે કે પક્ષ પ્રચાર પાછળ પણ ઘણા બધા રૂપિયા ઇનવેસ્ટ કરે છે ખાસ કરીને અમેરિકામાં. તેઓ તેમાં વર્ષના લગભઘ 10 મિલિયન ડોલર રોકે છે.

તેઓ તેવા રાજકીય ઉમેદવારોને આર્થિક રીતે સપોર્ટ કરે છે જેઓ ઉચ્ચ રાષ્ટ્રીય સંરક્ષણની વકીલાત કરે છે. જેથી કરીને દેશ તેમના ઉત્પાદનમાં વધારે રોકાણ કરે.

8. ક્વેન્ટા કમ્પ્યુટર ઇન્ક.

Mac vs PC – ટેક્નોલોજી યુગની આ સૌથી મોટા પ્રતિદ્વન્દીઓ છે. લેપટોપ ખરીદતી વખતે લોકો મજબુત રીતે પોતાની પ્રામાણિક રીતે પોતાને ગમતી બ્રાન્ડ તરફનું વલણ ધરાવતા હોય છે. અને આ યુદ્ધ નજીકના ભવિષ્યમાં તો ક્યારેય પુરુ થવાનું હોય તેવુ લાગતું નથી. પણ શું તે ખરેખર મહત્ત્વનું છે ખરું ? મેક્સ, ડેલ્સ, એચપી, સોની, તોશીબાઝ – આ બધા લેપટોપ એક જ કંપનીનું ઉત્પાદન છે અને તે છે ક્વોન્ટા કંપ્યુટર્સ ઇન્ક.

ક્વોન્ટા એક તાઇવાન બેઝ્ડ ઉત્પાદક છે જે નોટબુક કંપ્યુટરનું ઉત્પાદન કરે અને બીજા કેટલાક ઇલેક્ટ્રોનિક હાર્ડવેરનુ પણ તે ઉત્પાદન કરે છે. તેની સ્થાપના 1988માં કરવામાં આવી હતી.
આ કંપની દુનિયાના નોટબુક કંપ્યુટરના માર્કેટ શેરમાં 31 % હિસ્સો ધરાવે છે. પશ્ચિમ જગતના લગભગ 70% વયસ્કો આ કંપનીના કંપ્યુટર ધરાવે છે જે આ કંપનીને અત્યંત વિશાળ સાબિત કરે છે.

ક્વોન્ટ કંપની માત્ર લેપટોપ પુરતી જ મર્યાદીત નથી પણ હવે તો તેણે અન્ય ઘણી બધી ટેક્નોલોજીમાં પોતાના હાથ અજમાવવા માંડ્યા છે.

ક્વોન્ટની અસર તમને મોબાઈલ કમ્યુનીકેશન, જીપીએસ સીસ્ટમ અને હોમ એન્ટરટેઇનમેન્ટમાં પણ જોવા મળશે.

વર્ષ 2011માં, તેમણે ફેસબુક સાથે ઓપન કંપ્યુટર પ્રોજેક્ટના એક હિસ્સા તરીકે પણ જોડાણ કર્યું હતું. જેમાં તેનું લક્ષ હતું વધારે કાર્યક્ષમ સર્વર, સ્ટોરેજ અને ડેટા સેન્ટર હાર્ડવે ડીઝાઈન કરવાનું હતું.

7. InBev (ઇનબેવ)

તેમાં કોઈ જ શંકા નથી કે મદ્યપાન એ સમાજમાં ખુબ મોટો ભાગ ભજવે છે. 56 % અમેરિકન વયસ્કોએ એક સર્વેમાં પોતે મદ્યપાન કરે છે તેવું નિવેદન આપ્યું હતું.

એવી ધારણા છે કે માત્ર અમેરિકામાં જ દર વર્ષે 88,000 લોકો જ મદ્યપાનના કારણે મૃત્યુ પામે છે અને વધારે પડતુ મદ્યપાન અમેરિકાની સ્વાસ્થ્ય સેવાઓ પર દર વર્ષે 223,500,000,000 ડોલરનું ભારણ કરે છે. બીયર ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક જ કંપનીનું વર્ચસ્વ છે. તે અમેરિકાના 46% બિયર માર્કેટ પર કબજો ધરાવે છે અને તેનો વાર્ષિક નફો 3,400,000,000 અમેરિકન ડોલર છે.

આ આંકડો જાણી તમને એમ લાગતુ હશે કે તેની પાછળ બીયરનું ઉત્પાદન કરતી માત્ર એક જ કંપની નહીં હોય પણ બીજી પણ કંપનીઓ હશે પણ ના આ ઇન્ડસ્ટ્રીઝમાં માત્ર આ એક કંપનીની જ ઇજારાશાહી છે.

6. ફીઝર (Pfizer)

પેઇનકીલર્સ, એન્ટીબાયોટીક્સ અને વિટામીન સપ્લીમેન્ટ્સનો ઉદ્યોગ હાલ ઉછાળા મારી રહ્યો છે. નિષ્ણાતોનું તો એવું કહેવું છે કે વર્ષ 2020 સુધીમાં વૈશ્વિક ફાર્મા માર્કેટ 1.12 ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.

ઉપરનો આંકડો દર્શાવે છે કે વિશ્વના મોટા ભાગના લોકો ફીઝર જેવી મોટી મોટી ફાર્મા કંપનીઓના અંગુઠા હેઠળ આવી જાય છે.

ફીઝર એક અમેરિકન બેઝ્ડ વૈશ્વિક ફાર્માશ્યુટિકલ કોર્પોરેશન છે. જે દર વર્ષે 40 બિલિયન ડોલરનો નફો રળે છે.

તે વિશ્વના સૌથી મોટા સંશોધન આધારિત દવાઓ બનાવતી કંપની છે જેનું માર્કેટ 150 કરતાં પણ વધારે દેશોમાં ફેલાયેલું છે. તે કારણસર કંપનીના અંકુશમાં કરોડો લોકોનું સ્વાસ્થ્ય છે. જો કે તેમની આ જવાબદારીમાં તેઓ 2016માં નિષ્ફળ રહ્યા હતા અને તેના માટે તેમણે કરોડોનો દંડ પણ ભરવો પડ્યો હતો.
આ જાયન્ટ કંપનીએ એક વાઇ-વિરોધી દવાનો ભાવ રાતો રાતર 2600 ગણો વધારી દીધો હતો.

આ ગેરકાનૂની ભાવવધારાના દંડ રૂપે તેમને 100 મિલિયન ડોલરનો દંડ ભરવો પડ્યો હતો.

ડોક્ટરો દ્વારા લખી આપવામા આવતી દવાઓનું ઉત્પાદન એ આ કંપનીની આવકનો પ્રાથમીક સ્રોત છે, પણ ફીઝરનો વિશ્વમાં ફેલાયેલો અંકુશ કંઈ આટલે જ નથી અટકી જતો.

તે દવા ઉપરાંત પણ અન્ય હેલ્થકેર ઉત્પાદનો પણ બજારમાં ઉતારે છે જેમ કે લિસ્ટ્રીન અને સુડાફેડ ઉપરાંત તેઓ એનિમલ હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પોતાનો વિશાળ ફાળો ધરાવે છે.

5. પિયર્સન

પિયર્સન એ વિશ્વની સૌથી મોટી શૈક્ષણિક સાહિત્ય પ્રકાશીત કરતી કંપની છે. લંડનમાંથી પોતાનો વ્યવસાય ચલાવતી હોવા છતાં, તેનું 60% ટકા વેચાણ યુએસએમાં થાય છે આ ઉપરાંત તેનું સાહિત્ય 70થી વધારે દેશોમાં માર્કેટ ધરાવે છે.

પિયર્સન કંપની પોતાના નેજા હેઠળ અન્ય પેટા કંપનીઓ જેમ કે પેન્ગ્વીન, હારકોર્ટ અને પ્રેન્ટીસ હોલ પણ ધરાવે છે. તેનું અમેરિકન એજ્યુકેશન સીસ્ટમ પર એવી અસર છે કે આમ જોવા જઈએ તો જો તમે અમેરિકામાં અભ્યાસ કરતા હોવ કોઈ ટેસ્ટ આપતા હોવ અથવા તમારું બાળક કીન્ડર ગાર્ટનમાં અભ્યાસ કરતું હોય તો તે પિયર્સનનું જ સાહિત્ય ઉપયોગમાં લેતું હોય છે.

અને જો તમે કોઈ અભ્યાસક્રમ કરી રહ્યા હોવ તો લગભગ શક્યતા એવી છે કે તમે પિયર્સન દ્વારા જ રચવામાં આવેલો અભ્યાસક્રમ કરી રહ્યા હોવ છો અને તે અભ્યાસક્રમમાં તમે તે જ શીક્ષકના હાથ નીચે તાલીમ લો છો જે પિયર્સન ટેસ્ટ દ્વારા ક્વાલિફાઇડ થયેલા હોય છે. શીક્ષણ પર પિયર્સન કંપનીનું એટલું પ્રભુત્વ છે કે તે કોઈને પણ પુછ્યા વગર પોતાના ઉત્પાદનોની કીંમત વધારી શકે છે અને તેની સામે તમે કશું જ કરી શકતા નથી.

છેલ્લા 30 વર્ષમાં એજ્યુકેશન લીટ્રેચરનો ભાવ 800 ગણો વધ્યો છે તેની સામે તમારા કોલેજની ટ્યુશનફી તેટલી નથી વધી.

4. ICBC (ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સીયલ બેન્ક ઓફ ચાઇના)

બેન્કર્સ એ છેવટે તો વિશ્વની અર્થવ્યવસ્થા માટે જવાબદાર છે, જે આપણા જીવનના દરેકે દરેક પાસાને અડે છે.

તેમની સત્તા દેશની અર્થ વ્યવસ્થાને અસર કરે છે અને સાથે સાથે આપણા જેવા સામાન્ય માણસના કરિયાણાના બજેટને પણ અસર કરે છે. જો તમે વિશ્વની 10 મોટી બેન્કોની સંપત્તિને ભેગી કરશો તો તેનો આંકડો 25.1 ટ્રીલિયન યુએસ ડોલર છે – આટલા રૂપિયાથી તમે યુએસ ગવર્નમેન્ટને 7 વર્ષ સુધી ફંડ આપી શકો છો.

ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, એ વિશ્વની સૌથી વધારે શક્તિશાળી બેન્ક છે. તે લગભઘ 3 ટ્રીલીયન ડોલરની મૂડી ધરાવે છે અને તેની માર્કેટ વેલ્યુ 215.6 બિલિયન ડોલર છે, માટે જ ફોર્બ્સ મેગેઝીન દ્વારા તેને વિશ્વની સૌથી મોટી જાહેર કંપનીના લીસ્ટમાં ટોચ પર મુકવામા આવી છે.

બીજી વાત એ છે કે આ બેન્કની અસર માત્ર ચાઈના સુધી જ મર્યાદીત નથી પણ તે એટાર્કટીકા સીવાય વિશ્વના દરેક ખંડમાં પોતાનો પગ પેસારો ધરાવે છે. તેમજ તે વૈશ્વિક ધોરણે લગભગ 5 લાખ લોકોને રોજગાર આપે છે.

તેમણે પોતાનું વસ્તરણ ચાઈનાથી બહાર પણ વિકસાવ્યું છે જેમાં તેમણે કેટલીક મોટી બેંકોને પોતાની પેટા બેન્કો બનાવી છે જેમાં તૂર્કીની ટેક્સ્ટીલ બેન્ક અને સાઉથ આફ્રિકાની સર્ટાન્ડર્ડ બેન્કનો સમાવેશ થાય છે.

3. મોન્સાન્ટો

મોન્સાન્ટો એક અમેરિકાની કદાવર કંપની છે જે એગ્રીકલ્ચરલ બાયોટેક્નોલોજીમાં પોતાનું પ્રભુત્વ દર્શાવે છે – જેની માર્કેટ વેલ્યુ 65 બિલિયન ડોલર છે.

મોન્સાન્ટો કંપની અમેરિકાના સીડમાર્કેટ પર સંપૂર્ણ અંકુશ ધરાવે છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં ઉગતી મકાઈના 80 ટકા ભાગનો તેઓ ટ્રેડમાર્ક ધરાવે છે.

કદાચ તમને આ કંઈ મોટી ઉપલબ્ધી ન લાગતી હોય, પણ મકાઈ એ એક એવું ઉત્પાદન છે જેના અનેક પેટા ઉત્પાદનો છે. મકાઈ, કોર્ન સીરપ અને કોર્નસ્ટાર્ચ જેનો ઉપયોગ ગેસ, ગુંદર, મેકઅપ, સાબુ, ટુથપેસ્ટ, એસ્પિરીન, ડાયપર્સ અને ઘરની ઇંટોમાં પણ કરવામાં આવે છે.

જો કે અમેરિકન ‘મોડર્ન ફાર્મર’ મેગેઝિન દ્વારા તેને ‘ફેસ ઓફ કોર્પોરેટ ઇવિલ તરીકે’ ચીતરવામા આવી છે. એવી પણ અફવાહ છે કે કંપનીએ કોઈક ટર્મીનેટર સીડ્સનું ઉત્પાદન કર્યું છે જેના દ્વારા જે લોકો આસપાસના ખેતરમાંથી મોન્સાન્ટો સીડ્સ ભેગા કરી તેની પેટન્ટ નોંધાવાનો પ્રયાસ કરે તો તે જમીનને ઉજ્જડ કરી શકે.

2. ડીઝની.

વર્ષોથી ધી વોલ્ટ ડીઝની કંપની સફળતાની હરણફાળ ભરતી આવી છે. આજે તે વિશ્વની ઉત્તમોત્તમ મુવી પ્રોડક્શન કંપનીઓ ધરાવે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે તેમણે વર્ષ 2009માં માર્વેલ એન્ટરટેઇનમેન્ટ ખરીદ્યું અને ત્યાર બાદ 2012માં લુકાસફિલ્મ ખરીદી જે તેમને લગભઘ 4 બિલિયન ડોલરમાં પડી હતી.
વર્ષની અરધા કરતાં પણ વધારે હાઇએસ્ટ ગ્રોસીંગ મુવીઝ ડીઝની કંપની ધરાવે છે.

જે દર્શાવે છે કે તેમની ફિલ્મી દુનિયા પર કેટલી ચુસ્ત પકડ છે. ડીઝની તેની કરોડો ડોલરો કમાવી આપતી ફિલ્મો માટે તો જાણીતી છે જ પણ તેમના વિશ્વપ્રસિદ્ધ થીમ પાર્ક પણ કંઈ ઓછી કમાણી નથી કરતા. પણ આ ઉપરાંત પણ ડીઝની કેટલીક બીજી કંપનીઓ ધરાવે છે અને કેટલીક કંપનીઓમાં પોતાની ભાગીદારી પણ ધરાવે છે. જેમાં ટીવી નેટવર્ક, એબીસી, ઇએસપીએન, અને આ જાણીને કદાચ તમને આશ્ચર્ય થશે પણ ધી હિસ્ટ્રી ચેનલનો પણ તેમાં સમાવેશ થાય છે.

1. આલ્ફાબેટ ઇન્ક

તેમાં કોઈ જ આશ્ચર્ય નથી કે ગુગલ ફોર્બ્સ મેગેઝીનની સૌથી વધારે કીંમતી બ્રાન્ડની યાદીમાં પોતાનું નામ ધરાવે છે. દર સેકન્ડે લગભઘ 40,000 કરતાં પણ વધારે પ્રશ્નો ગુગલ પર પુછવામાં આવે છે અને યુ ટ્યુબ પર પણ કોરોડ લોકો દ્વારા વિડિયો જોવામાં આવે છે. એવું કહેવાય છે કે વિશ્વના ત્રીજાભાગના લોકો ઇન્ટરનેટ પર હોય છે.

ગુગલ પોતાના અલ્ગોરીધમ દ્વારા જાણે છે કે આપણે ઓનલાઈન શું જોઈએ છીએ આપણે શું માહિતી મેળવી, આપણને શું પસંદ છે અને આપણે આપણા રોજિંદા જીવનમાં શું કરીએ છીએ. તેવી માહિતી દુનિયાની બીજી કોઈ પણ કંપનીઓ પાસે નહીં હોય.

પણ શું તમને ખબર છે કે ગુગલ એ એક બીજી અજાણી કંપની હેઠળની પેટા કંપની છે ? નહીં જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે તેનું નામ છે ‘આલ્ફાબેટ ઇન્ક’.
આલ્ફાબેડ ઇન્ક. ની સ્થાપના 2015માં લેરી પેજ અને સર્ગી બ્રીન કે જે ગુગલના સ્થાપકો છે તેમના દ્વારા કરવામાં આવી હતી.

ટુંકમાં કહેવા જઈએ તો ગુગલનું પુનઃનામકરણ કરવામાં આવ્યું જે હતું આલ્ફાબેટ અને તેની હેઠળ હવે ગુગલ કંપની છે. સ્થાપકોએ આ કંપની એટલા માટે સ્થાપી કારણ કે તેમના કેટલાક સાહસો જેમ કે ડ્રાઇવર લેસ કારનું ડેવલપિંગ તેમજ સંશોધન પેઢી XLab અને ધી કેલિકો લાઇફ એક્સ્ટેન્શન પ્રોજેક્ટના કારણે તેમની અન્ય કંપની જેવી કે યુ-ટ્યુબ, ક્રોમ, એન્ડ્રોઇડ અ ગુગલ મેપ્સ વિગેરે જોખમમાં ન મુકાય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ