આ સરળ ઉપાય અજમાવી ઉંચાઈ વધારો…

ઉંચાઈ વધારવાની 9 સરળ ટીપ્સ

ઉંચાઈ એ તમારા સાર્વત્રિક વ્યક્તિત્ત્વ માટે ખુબ જ નિર્ણાયક ફેક્ટર છે. જો કે ટુંકા હોવાથી કંઈ તે વ્યક્તિને ઓછી આંકવામાં નથી આવતી કે તેની સક્ષમતામાં પણ કોઈ જ ફરક નથી પડતો. તે એક માત્ર ફેક્ટર છે કે ઉંચા લોકો હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે.

કેટલાક ટુંકા લોકો માત્ર આત્મવિશ્વાસનો અભાવ જ નથી અનુભવતા પણ તેમને તેમના જીવનની કેટલીક બાબતોમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

તો શું કોઈની ઉંચાઈ કૂદરતી રીતે વધારવી તે શક્ય છે ખરું ? જો હા, તો કેવી રીતે ? તે જ અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
તમે તમારી ઉંચાઈ કૂદરતી રીતે કેવી રીતે વધારી શકો ?

 1. 1. પુરતી ઉંઘ લો
 2. 2. નિયમિત વ્યાયામ તેમજ રતમો રમો
 3. 3. યોગાભ્યાસ કરો
 4. 4. યોગ્ય પોશ્ચર જાળવી રાખો
 5. 5. સંતુલીત ડાયેટનું પાલન કરો
 6. 6. વિકાસ અવરોધતા કારણોથી દૂર રહો
 7. 7. મજબુત રોગપ્રતિકારક ક્ષમતાને વિકસાવો
 8. 8. તબીબી મદદ લો
 9. 9. તમારા આત્મવિશ્વાસને કેળવો
Lady Girl Female Sleeping Beauty Woman Young

લગભગ 20 ટકા કે તેથી વધારે આપણા શરીરની ઉંચાઈ આપણી આસપાસના વાતાવરણ, પ્રવૃત્તિઓ અને ખોરાક પર આધાર રાખે છે. માટે આપણે આપણી ઉંચાઈ કૂદરતી રીતે પણ વધારી શકીએ છીએ જેમાં નીચેના નિયમોનું આપણા રોજિંદા જીવનમાં પાલન કરવાનું છે.

1. પુરતી ઉંઘ લેવી

એ તો સૌ કોઈ જાણે છે કે આપણે જ્યારે આરામ કરતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર કોશમંડળોને વિકસાવે છે તેમજ પુનર્જીવિત કરે છે. એવું માનવામાં આવે છે કે હ્યુમન ગ્રોથ હોર્મોન ઘેરી શારીરિક વિકાસના હોર્મોન્સ, ઉંડી તેમજ ધીમા તરંગોવાળી ઉંઘ દરમિયાન કૂદરતી રીતે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. મોટા થતાં બાળકો અને કીશોરોએ રોજ રાત્રે ઓછામાં ઓછી 8થી 11 કલાકની ઉંઘ લેવી જ જોઈએ જેથી કરીને તે તેમની મહત્ત્મ ઉંચાઈ સુધી પહોંચી શકે છે.

એ ખુબ જ મહત્ત્વનું છે કે તમને સુવા માટે યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ હોય. તે ખુબ જ નિર્મળ અને જરા પણ ખલેલ પહોંચાડતા અવાજો કે તીવ્ર પ્રકાશવાળુ ન હોવું જોઈએ. અહીં તમને પાક્કી ઉંઘ મળી રહે તે માટે કેટલીક ટીપ્સ આપવામાં આવી છે.

 • સુવા જતાં પહેલાં હુંફાળા પાણીથી સ્નાન કરી લો. તેમ કરવાથી તમારી ઉંઘની ગુણવત્તા સુધરશે. એક અભ્યાસ પ્રમાણે શરીરના તાપમનામાંનો અચાનકનો ઘટાડો તમારી ઉંઘને અસર કરે છે.
 • સુવા જતા પહેલા તમે એક કપ કેમોમાઇલ ટી પણ પી શકો છો. તે ઘેરી ઉંઘ માટે ખુબ જ લાભપ્રદ છે.

2. નિયમિત વ્યયામ અને રમતોની ટેવ પાડો

  • ઉંચાઈ વધારવા માટેનો એક ઉત્તમ રસ્તો છે કે બાળક તરીકે તમે શારીરિક રીતે ચુસ્ત તેમજ પ્રવૃત્તિશિલ રહો. નિયમિત વ્યાયામ તેમજ રમતો ઉંચાઈ વધારે છે. જ્યારે તમે શારીરિક રીતે પર્વૃત્તિશીલ હોવ છો, ત્યારે તમારું શરીર વધારે સ્વસ્થ પોષકોની માંગ કરે છે અને તે માંગ પુરી થવાથી તમારા પોષકોમાં થયેલા વધારાના કારણે તમારા વિકાસ પર તેની હકારાત્મક અસર પડે છે.
  • રમતો જેમ કે , સ્વિમિંગ, એરોબિક્સ, ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ અને અન્ય કેટલીએ એવી સ્ટ્રેચિંગ એક્ટિવિટિઝ તમારા શરીરના વિકાસ માટે ઉત્તમ છે. એક સ્પેનિશ અભ્યાસ પ્રમાણે શારીરિક વિકાસના કાળ દરમિયાન શારીરિક પ્રવૃત્તિઓ તેમજ હાડકાના વિકાસ વચ્ચે સીધો જ સંબંધ છે.
  • આપણા વિકાસ દરમિયાન આપણા સ્નાયુઓ ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે નિયમિત વ્યાયામ તેમજ વિવિધ રમતો આપણી રોજિંદી પ્રવૃત્તિનો એક ભાગ હોવી જ જોઈએ.

 • સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ (કે જેમાં સમગ્ર શરીરનો ઉપયોગ થતો હોય) તે પણ તમારી ઉંચાઈ વધારવામાં મદદ કરે છે. જો નાની ઉંમરમાં તેને શરૂ કરવામાં આવે તો સ્વિમિંગથી બાળકનો વિકાસ સારો થાય છે.
 • જે લોકો પોતાની ઉંચાઈ વધારવા માગતા હોય તેમને બ્રેસ્ટટ્રોક કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વિમિંગ જેમ આપણે વાત કરી તેમ એક ફૂલ બોડી, ઇન્ટેન્સ એક્સરસાઇઝ છે – જે તમારા સ્નાયુઓને લાંબા કરવામાં અને સ્નાયુઓની મજબુતાઈ વધારવામાં મદદ કરે છે.
 • તમે વિવિધ જાતના ટ્રેચિસથી પણ શરૂઆત કરી શકો છો. જેમાં કાર સ્ટ્રેચ, સુપર સ્ટ્રેચ, કોબ્રા સ્ટ્રેચ, ધ બ્રિજ, બાઉ ડાઉન, ટ્વિસ્ટ, ધ ટેબલ અને બેસિક લેગ સ્ટ્રેચિસ કરી શકો છે. તમે સરળ 15 મિનિટની નાની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ રોજ કરી શકો છો. સ્ટ્રેચિસ તમે વર્કાઉટ શરૂ કરો તે પહેલાંની એક ઉત્તમ વાર્મ-અપ પ્રવૃત્તિ છે.
 • લટકવાના વ્યાયામો પણ તમારા વિકાસમાં મદદરૂપ થાય છે. જે શરૂઆતમાં થોડી અઘરી લાગી શકે, પણ જેમ જેમ સમય પસાર થતો જશે તમે તેમાં સારા થતા જશો. તે માટે તમને માત્ર લટકવાના સળીયાની જ જરૂર હોય છે.
 • તે સળિયા પર તમે તમારા હાથની મદદથી લટકો અને તે જ સ્થિતિમાં 15 સેકન્ડ સુધી લટકેલા રહો. તેમ તમે રોજ બેથી પાંચ મિનટ સુધી પણ કરી શકો.

3. યોગાભ્યાસ

કૂદરતી રીતે તમારી ઉંચાઈ વધારવા માટે યોગા એક ઉત્તમ અને ખુબ જ ઓછા પરિશ્રમવાળો વ્યાયામ છે. યોગા તમારી સાર્વત્રિક શારીરિક ચુસ્તતાને સુધારે છે, જે તમારા વિકાસની ટકાવારીને જંપ આપે છે.

કેટલાક ચેક્કસ યોગાસનો ગ્રોથ-હોર્મોન્સને શરીરમાંથી છોડે છે. યોગમાં સ્ટ્રેચિંગ એડ બેલેન્સિંગ એક્સર્સાઇઝનો સમાવેશ થાય છે જે તમારા સ્નાયુઓને મજબુત બનાવે છે તેમજ શરીરના પોશ્ચરને પણ સુધારે છે.

યોગાસનો જેવા કે ટ્રાયેન્ગલ પોઝ (ત્રિકોણાસન), ભુજંગાસન, તડાસન, સુખાસન અને વૃક્ષાસન. તમારી ચુસ્તતા વધારવા માટે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો.

4. યોગ્ય પોશ્ચર જાળવી રાખો

બાળપણથી જ, યોગ્ય પોશ્ચરની જાળવણી પર જ ભાર મુકવો જોઈએ. પોશ્ચર સુધારવાના કેટલાક ખુબ જ સરળ ઉપાયો અહીં જણાવવામાં આવ્યા છે- ખુરશી પર ટટ્ટાર બેસવું, તમારા ખભા ટટ્ટાર રાખવા અને ડાઢી ઉંચી રાખવી, તમારા હિપ્સ પણ ચાલતી તેમજ ઉભા રહેતી વખતે ટટ્ટાર રાખવા. અને એ પણ યાદ રાખો કે ચાલતી વખતે ખુંદ કાઢવી નહીં.

એક ટટ્ટાર કરોડ અને મજબુત પીઠ તમારી ઉંચાઈ વધારવામાં તમારી મદદ કરી શકે છે.તામારી ડોક અને માથાને વાળ્યા વગર કે નમાવ્યા વગર એક રેખા પર રાખો. એક સારો તકીયો અને શરીરને આરામદાયક હોય તેવું ગાદલુ તમારી કરોડને સીધી રાખવા માટે જરૂરી છે.

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચાલતી વખતે કે ઉભા રહેતી વખતે તમારા ખભા નમેલા ન રહે. કોઈ પણ સંજોગોમાં ખુંધ કાઢવી નહીં. એક સારું પોશ્ચર તમને ઉંચા દેખાવામાં પણ મદદ કરશે અને તેનાથી તમે સ્માર્ટ તેમજ આત્મવિશ્વાસુ પણ દેખાશો.

5. સંતુલિત ખોરાક અનુસરો

એક સંતુલિત ખોરાક તમારા શરીરને યોગ્ય પોષણ આપવા માટે ખુબ જ જરૂરી છે. જંક ફૂડથી કોઈપણ સંજોગોમાં દૂર જ રહો. સેચ્યુરેટેડ ફેટ, કાર્બોનેટેડ ડ્રિંક્સ અને વધારે પડતી શર્કરાવાળા ખોરાકથી દૂર રહો કારણ કે તે તમારા સાર્વત્રિક વિકાસ પર માઠી અસર કરે છે.

સ્વસ્થ વિકાસ માટે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા શરીરને બધા જ વિટામિન્સ તેમજ ખનીજતત્ત્વો મળી રહે. બીજા અગણિત ફૂડ છે જે તમને બેલેન્સ ડાયેટ જાળવી રાખવા માટે મદદ કરે છે.

  • વિટામિન ડી અને પ્રોટિન્સ તમારા ગ્રોથ હોર્મોન્સને વેગ આપે છે, અને તે તમારા દાંત તેમજ હાડકાના યોગ્ય વિકાસ માટે પણ જરૂરી છે. માટે જે ખોરાક પોષકતત્ત્વોથી ભરપુર હોય જેમ કે ચીઝ, કઠોળ, સોયાબિનનું પનિર એટલે કે ટોફુ, લિન મીટ અને ઇંડાની જરદી તે બધું તમારે તમારા આહારમાં સમાવવું જોઈએ.

 • ઝિંકની યોગ્ય માત્રા પણ તમારા શરીર માટે જરૂરી છે કારણ કે તેની ઉણપ બાળકના વિકાસને રુંધી શકે છે. શતાવરી, ચોકલેટ, ઇંડા,ઓઇસ્ટર અને સીંગ જેવા ખોરાકમાં ઝીંક પ્રચૂર પ્રમાણમાં હોય છે.
 • દૂધના ઉત્પાદનોમાં તેમજ લીલા શાકભાજીમાં મળતું કેલ્શિયમ શરીરના હાડકાના વિકાસ મટે ખુબ જરૂરી છે.
 • બીજા પોષકતત્ત્વો જેમ કે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિનની પણ અવગણના કરવી જોઈએ નહીં કારણ કે તે તમને યોગ્ય શારીરિક વિકાસ તરફ દોરી જાય છે. પોષકતત્ત્વોની જરૂરીયાતને પૂરક ખોરાકને મર્યાદિત પ્રમાણમાં લેવાથી પણ મળી રહે છે.
 • એક સારું મેટાબોલિઝમ હોવું તે પણ મહત્ત્વનું છે. માટે તમારે આખા દિવસ દરમિયાન 6 સંતુલિત ભોજન લેવાના છે. નાના પણ યોગ્ય પ્રમાણના ભોજન તમારા ચયાપચય એટલે કે મેટાબોલિઝમના રેટને વેગ આપે છે. તેનાથી તમારા શરીરમાં ચરબીનો સંગ્રહ નથી થતો અને તે તમને વધારે ઉંચા થવામાં મદદ કરે છે.

6. વિકાસ અવરોધતા ફેક્ટર્સથી દૂર રહો

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી ઉંચાઈ બાહ્ય કે આંતરીક કારણોથી અવરોધાય નહીં. તે માટે આટલી બાબતોને ધ્યાનમાં રાખોઃ
યુવાન વયે ડ્રગ્સ તેમજ દારૂનું સેવન કરવાથી તમને અત્યંત નુકસાન પહોંચી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારો વિકાસ અવરોધાય છે અને તમે કુપોષણનો ભોગ બનો છો, જેનાથી તમને તમારી મહત્ત્મ હાઇટ નથી મળતી.

બાળકો તેમજ કિશોરોને કેફિનથી દૂર રાખવા જોઈએ કારણ કે તે માણસની ઉંઘ પર અસર કરે છે. એક કિશોર કે બાળક માટે રોજની 8થી 11 કલાકની ઉંઘ ખુબ જ જરૂરી છે અને કેફિનથી તે ઉંઘમાં ઘટાડો થાય છે, માટે કોઈપણ પ્રકારે કેફિન આપવું નહીં.

આ ઉપરાંત સ્ટેરોઇડ્સમાં પણ એવા તત્ત્વો સમાયેલા હોય છે જે યુવાન બાળકોના હાડકાના વિકાસને અવરોધે છે, તેની સાથે સાથે તેમની ઉંચાઈને પણ અવળી અસર કરે છે.

એક સંશોધન જણાવે છે કે અસ્થમા ગ્રસ્ત બાળકો અને કિશોરો કે જેઓ ઇન્હેલર્સ યુઝ કરે છે તેમની ઉંચાઈ સામાન્ય બાળકો કરતા અરધો ઇંચ ઓછી રહે છે. તે એટલા માટે કારણ કે આ ઇનહેલર્સમાં ખુબ જ ઓછા પ્રમાણમાં બ્યુડસોનાઇડ નામનું સ્ટેરોઇડ હોય છે.

7. એક મજબુત રોગપ્રતિકારક શક્તિ વિકસાવો

કેટલીક બાળપણની બિમારીઓના કારણે પણ વિકાસ રુંધાઈ શકે છે. તેને નિયમિત ઇમ્યુનાઇઝેશન અને પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી (જે સાઇટ્રસ ફળો જેવા કે સંતરા,લીંબુ અને દ્રાક્ષમાં મળી આવે છે)નું સેવન કરવું જોઈએ.

તમે કેટલીએ રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો – જેમ કે આખો અને તાજો ખોરાક. આ ઉપરાંત તમે પ્રોસેસ્ડ ફૂડ સદંતર અવગણી શકો છો.

એક સ્વસ્થ ખોરાક તમને સ્વસ્થ રોગપ્રતિકારક તંત્ર આપે છે. ઘણા બધા ફળો, શાકભાજીઓ, કઠોળ, આખા અનાજો અને એન્ટિઓક્સિડન્ટ્સ તેમજ ઓમેગા-3 ફેટિ એસિડથી ભરપુર ખોરાકનો તમારા રોજિંદા ડાયેટમાં સમાવેશ કરવાથી તમને એક મજબુત તેમજ સ્વસ્થ રોગપ્રતિકારક તંત્ર પ્રાપ્ત થશે.

8. તબીબી મદદ લો

જો તમે તમારી કિશોરાવસ્થાની મધ્યમમાં પહોંચી ગયા હોવ અને તમે એવા કુટુંબના સભ્યો હોવ કે જેમાં દરેક વ્યક્તિ ઉંચી હોય પણ તમે જ એક ટુંકા હોવ તો તમારે ડોક્ટરને મળવું જોઈએ. કેટલીક તબીબી સ્થિતિઓ પ્રથમ ચરણમાં ડીટેક્ટ કરી શકાય છે. માટે, જો તમે બધી જ જરૂરિયાતો પુરી કરતા હોવ, પણ તેમ છતાં તમારો પુરતો વિકાસ ન થતો હોય તો તમારે તબીબી સલાહ લેવી જ જોઈએ.

9. આત્મવિશ્વાસ કેળવો

જો કોઈ વ્યક્તિ લાંબી હોય પણ તેમાં આત્મવિશ્વાસનો અભાવ હોય, તો તેનો કોઈ જ અર્થ નથી. માટે તે ખુબ જ જરૂરી છે કે તમે બાળપણથી જ તમારો આત્મવિશ્વાસ કેળવો. તમે તે માટે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અથવા કોઈ ક્લબમાં જોડાઈ તમારા રસ તેમજ શોખના વિષયો પાછળ સમય પસાર કરી શકો છો.

આ બધી જ પ્રવૃત્તિ તમારા મિજાજને બૂસ્ટ કરશે અને તમારામાં કુશળતાની લાગણી જન્માવશે, સાથે સાથે તે તમારા આત્મવિશ્વાસને પણ વધારશે. જો તમારામાં હકારાત્મકતા છે અને તમે આત્મવિશ્વાસથી છલકાતા હશો, તો ટૂંકા હોવા છતાં પણ તમે ક્યાંય પાછા નહીં પડો, માટે જ કહું છું કે તમારો આત્મવિશ્વાસ કેળવો !

હવે તમને ખબર છે કે ઉંચાઈ વધારવા માટે તમારે શું કરવાનું છે, તેની સાથે સાથે તમારા માટે તે જાણવું પણ જરૂરી છે કયા ફેક્ટર તમારી ઉંચાઈને અસર કરે છે.

ઉંચાઈને અસર કરતા પરિબળો

ઉંચા હોવું તે કંઈ આપણા અંકુશની વાત નથી, છે ? જો તેમ હોય તો તે કેટલાક અંશે જ સાચું હશે !

જીનેટિક અને નોન-જીનેટિક ફેક્ટર્સનો આપણી ઉંચાઈ નક્કી કરવામાં મોટો ફાળો છે. આપણી ઉંચાઈ હ્યુમન ગ્રોથ હોર્મોન દ્વારા નક્કી થાય છે. હ્યુમન ગ્રોથ હોર્મોન આપણને પિટ્યુટરી ગ્રંથી દ્વારા આપણા શરીરમાં સ્ત્રાવ કરે છે જે આપણા હાડકા અને કોમલાસ્થિના યોગ્ય વિકાસ માટે જરૂરી છે.

1. જીનેટિક ફેક્ટર્સ (આનુવંશિક પરિબળો)

આપણી ઉંચાઈ કેટલાક જીન્સ દ્વારા નક્કી થાય છે. જો તમારા માતા-પિતા બન્ને ટૂંકા હશે, તો તેનો અર્થ એ નથી કે તમે લાંબા નહીં થાઓ. તેમ છતાં, જો તમારા કુટુંબના મોટાભાગના સભ્યો બન્ને પક્ષે ટૂંકા હશે, તો આવનારી પેઢી પણ ટૂંકી હોવાની શક્યતા વધી જાય છે.

આનુવાંશિક પરિબળો આપણા અંકુશની સદંતર બહારની વસ્તુ છે. એવું જાણવા મળ્યું છે કે લગભગ 60થી 80 ટકા ઉંચાઈનો તફાવત સીધો જ આનુવંશિક પરિબળો સાથે જોડાયેલો છે.

તમે તમારી ઉંચાઈ બાબતે આ રીતે ગણતરી કરી શકો છો-

 • તમારા માતા-પિતા બન્નેની ઉંચાઈનો સરવાળો કરો. તમે તેને સેન્ટિમિટરકે ઇંચમાં કરી શકો છો.
 • જો તમે પુરુષ છો તો તેમાં 5 ઇંચનો ઉમેરો કરો. પણ જો તમે સ્ત્રી છો તો તેમાંથી 5 ઇંચનો ઘટાડો કરો.
 • આ આંકડાને 2 વડે ભાગો
 • જે જવાબ આવશે તે તમારી લગભગ હાઇટ હશે. તેમાં 4 ઇંચ જેટલી વધઘટ હોઈ શકે છે. તમારી ઉંચાઈ જાણવાની આ એક સામાન્ય રીત છે.

2. નોન-જીનેટિક (બિન આનુવંશિક) પરિબળો

તમારી ઉંચાઈને અસર કરતા ઘણા બધા બિન આનુવંશિક પરિબળો છે. ઉંચા હોવું તે શારીરિક વિકાસ સાથે જોડાયેલું છે, તેમ જ, ટુંકા હોવું તે કુપોષણ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, અયોગ્ય પોશ્ચર વિગેરેના કારણે હોઈ શકે છે.

Fun Kids Girls Portraits Family Children Parents

અહીં બીજા કેટલાક બિન આનુવંશિક પરિબળો પણ દર્શાવવામાં આવ્યા છે જે તમારી ઉંચાઈને અસર કરતા હોઈશકે છેઃ

 • જન્મ પહેલા અથવા જન્મ પછીની અપૂરતી કાળજી
 • કિશોરાવસ્થા તેમજ બાળપણની કોઈ બીમારી
 • બાળપણ તેમજ કિશોરાવસ્થા વખતની માનસિક સ્થિતિ.

બિનઆનુવંશિક પરિબળો ને બાળપણથી જ સ્વસ્થ જીવન શૈલી અપનાવી કેટલીક હદે અંકુશમાં લઈ શકાય છે.

તો હવે વધારે રાહ ન જુઓ. અત્યારથી જ શરૂ કરી દો અને બની શકે કે થોડા જ વખતમાં તમે તમારી જાતને ઉંચા અનુભવો !

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ