9માં ભણતા આ વિદ્યાર્થી વિશે વાંચીને તમે પણ તેના કામ પર થઇ જશો ફિદા

પાણી આપણા જીવન માટે કેટલું મહત્વ ધરાવે છે અને કઈ હદે તે જરૂરી છે તે મોટાભાગના લોકો જાણે જ છે.

image source

પરંતુ એ પાણીનો ઉપયોગ કરતા સમયે તેનો બગાડ ઓછા માં ઓછો કેમ કરવો એ બાબતે આપણે સજાગ નથી.

ભલે આપણે સજાગ ન હોઈએ પણ ઓડિસા રાજ્યના અને 9 માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ એક એવું મશીન બનાવ્યું જે પાણીનો બચાવ કરવા ખુબ ઉપયોગી છે.

એટલું જ નહિ પરંતુ આ માટે તેને છેક રશિયાના રાષ્ટ્રપતિ વ્લામીદીર પુતિન તરફથી પણ પ્રશંશા પણ મળી.

image source

ઓડિસાના બેરહામપૂરના આ વિદ્યાર્થીનું નામ પી. બિશ્વનાથ પાત્રા છે અને 9 માં ધોરણમાં અભ્યાસ કરે છે.

તેણે ડીપ ટેક્નોલોજી એજ્યુકેશન પ્રોગ્રામ તેમજ નીતિ આયોગ દ્વારા પ્રેરિત અટલ ઇનોવેશન મિશન પ્રોગ્રામમાં વપરાયેલા પાણીને પણ ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું મશીન મોડલ રૂપે રજુ કર્યું હતું.

image source

આ પ્રોગ્રામ રશિયાના શહેર સોચી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લામીદીર પુતિન કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા.

પુતિન પી. બિશ્વનાથ પાત્રાની આ કૃતિ નિહાળી પ્રભાવિત થયા હતા અને તેની પ્રશંશા કરી હતી.

ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘરણાંનો વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો હતો. અને પોતે પણ પી. બિશ્વનાથ પાત્રાને આ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ઓડિસાના બેહરામપૂરના કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો પી. બિશ્વનાથ પાત્રા કાર્યક્રમમાં આવેલા અન્ય 25 વિદ્યાર્થીઓ પૈકી ઓડિસાનો એકમાત્ર વિદ્યાર્થી છે જેને રશિયાના સોચી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોતાની કૃતિ રજુ કરવાની તક મળી હતી.

અહીં એ પણ નોંધનીય છે કે પી. બિશ્વનાથ પાત્રા પોતાના આ વોટર ડિસ્પેન્સર પ્રોજેક્ટ માટે છેલ્લા એકાદ વર્ષથી મહેનત કરતો હતો.

image source

આ વોટર ડિસ્પેન્સરની ખૂબી એ છે કે જે પણ આપણે નળ વાટે વાપરવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે વપરાયેલા પાણીને ફિલ્ટર કરી બરબાદ થતું બચાવી શકાય છે.

સ્ટોર થયેલું પાણી તમે ગમે ત્યારે ઉપયોગમાં પણ લઇ શકો. એક રીતે આ પાણી માટેનું એટીએમ મશીન પણ કહી શકાય.

image source

આ કાર્યપ્રણાલીથી નિર્મિત સ્માર્ટ વોટર ડિસ્પેન્સર જો બજારમાં આવે તો તેની કિંમત અંદાજે 5000 થી 7000 રૂપિયા સુધી હોઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ