આ સ્માર્ટ રીતે કરો સોશિયલ મીડિયાનો ઉપયોગ, બની જશો પૈસાદાર

સોશિયલ મીડિયા પર તમે પણ ધનવાન બની શકો છો.

image source

આજકાલ લોકો સોશિયલ ઓછા થતા જાય છે અને સોશિયલ મીડિયા ઉપર વ્યસ્ત વધુ થતા જાય છે.સોશિયલ મીડિયા ઉપર કોઈનું ન હોવું ચર્ચાનો વિષય બને છે.

બહુ જ મોટા પાયે સમાજ આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને self માર્કેટિંગ કરતો રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે સોશિયલ મીડિયા માત્ર પોતાની યાદો જ સાચવીને નથી રાખતો પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો નામ અને દામ બંને સોશિયલ મીડિયા દ્વારા મેળવી શકાય છે.

image source

મળતા અહેવાલ મુજબ સોશિયલ મીડિયા દ્વારા અર્થ ઉપાર્જન કરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

એક માર્કેટિંગ એજન્સી આઈ ઝેડ ઇ એદ્વારા આપેલા અહેવાલ મુજબ ઇંસ્ટાગ્રામ ઉપર સ્પોન્સર કરેલી તસવીરની કિંમત પાછલા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધી રહી છે.

2014માં જે તસવીરની કિંમત 134 ડોલર હતી તે તસવીરની કિંમત 2019 માં વધીને 1642 ડોલર સુધી પહોંચી ગઈ છે.

image source

બિઝનેસ ઇનસાઇડર ની જાણકારી મુજબ સોશિયલ મીડિયા ઉપર વિવિધ પોસ્ટ વિડીયો સ્ટોરી સ્પોન્સર કરવા માટે અલગ અલગ બ્રાન્ડની કંપનીઓ પણ સારી એવી કિંમત ચુકવી રહી છે.

જોકે જાહેરાત એજન્સીઓ નું એવું પણ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર થતી જાહેરાતોને કારણે જાહેરાત ની પરંપરાગત રીતે બંધ થઈ જશે એવું માની લેવું પણ યોગ્ય નથી.

સોશિયલ મીડિયા માર્કેટિંગ પ્લેટફોર્મ સોશલ બેકરના ચીફ એક્ઝિક્યુટિવ યુવલ બેન ડિજિટલ માર્કેટિંગને એક પ્રકારની માઉથ પબ્લિસિટી જ માને છે.

image source

યુવલ બેન જણાવે છે કે ડિજિટલ માર્કેટિંગ ઉપરાંત પણ જાહેરાતની દુનિયા પારંપારિક જાહેરાત ના માધ્યમો સાથે સંકળાયેલી રહેશે.

છતાં પણ facebook ,youtube instagram તથા બ્લોગ ઉપરાંત અન્ય સોશિયલ સાઇટ્સ પર જોવામાં આવે તો જાહેરાતોમાં 2014 થી 2019 ની વચ્ચે ઘણો ભાવ વધારો થયો છે.

image source

સોશિયલ મીડિયા થકી પ્રસિદ્ધિ પામેલા લોકોને પણ ભાવ વધારાનો લાભ મળ્યો છે.માત્ર સેલિબ્રિટીઝ નહીં પરંતુ જે લોકો એક લાખ ફોલોઅર્સ ધરાવે છે તેઓ પણ સોશિયલ મીડિયા થકી આવક મેળવે છે.

આંકડાકીય રીતે જોઈએ તો ઇન્સ્ટાગ્રામ પર તસવીરની કિંમત 2018 થી 2019 ની વચ્ચે ૪૪ ટકા વધી છે.

2006માં જે બ્લોગ 500 રૂપિયા મેળવતા હતા તે 2019માં વધીને એક લાખ રૂપિયા સુધીનું subscription મેળવી શકે છે.

image source

સૌથી વધારે youtube વીડિયોની કિંમતમાં વધારો થયો છે.૨૦૧૪ સુધીમાં એક પ્રાયોજિત વિડીયો ની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા હતી જે 2019 માં પાંચ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ફેસબુક સ્ટેટસ અપડેટ ની કિંમત 2014માં 576 રૂપિયાથી 2019 માં 28 હજાર રૂપિયા સુધી પહોંચી છે.

ટ્વિટર પર એક પોસ્ટ ની કિંમત 2000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા સુધી પહોંચી છે જ્યારે બ્લોગપોસ્ટ ની કિંમત પણ 30,000 રૂપિયાથી એક લાખ રૂપિયા સુધી વધી ચૂકી છે.

image source

પૈસા કમાવાના આશયથી લોકો સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો સાથે જોડાય છે પરંતુ પૈસા કમાવવા માટે લોકો સોશિયલ મીડિયા ઉપર પણ અપ્રમાણિકતા ના રસ્તા અપનાવે છે જોકે સોશિયલ મીડિયા સાઇટ્સ દ્વારા કાયદાઓના કડક પાલન અંગે પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે.

તાજેતરમાં એજન્સીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વ્યક્તિઓ ના એકાઉન્ટને બેન કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ ખાદ્ય પદાર્થો વિશે ભ્રામક પ્રચાર કરી રહ્યા હતા.

image source

જ્યારે કોમ્પિટિશન એન્ડ માર્કેટિંગ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહક અધિકારોનો ભંગ કરી રહ્યા છે.

સિંગર રિટા ઓરા તથા મોડેલ રોઝી ઉપરાંત ઘણી બધી સેલિબ્રિટીઓએ કબૂલાત કરી હતી કે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની સ્ટાઈલ માં પરિવર્તન કર્યું છે.

રિસર્ચ મુજબ પાછલા વર્ષોમાં સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ ની સંખ્યામાં એકસો પચાસ ટકા વધારો થયો છે જેમાં હેશટેગનો ઉપયોગ પણ વધ્યો છે.

image source

માનવામાં આવે છે કે સોશિયલ મીડિયાના વધતા જતાં વ્યાપને જોઈને ૨૦૨૦ સુધીમાં સોશિયલ મીડિયા દ્વારા જાહેરાતની કુલ કિંમત ૧૦ બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

જોકે instagram ઉપર પ્રયોગાત્મક ધોરણ જાહેરાત વાળી પોસ્ટની કેટલીક like છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ જાહેરાત વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનાથી જાહેરાત ઇન્ડસ્ટ્રી ઉપર કોઈ ખાસ ફરક પડી શકશે નહીં.

image source

સોશલબેકર્સ ના એક્ઝિક્યુટિવ યુવલ બૅન જણાવે છે કે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરનારા લોકો પોતાની પોસ્ટ જોઈ શકે છે એટલું જ નહીં તે પોસ્ટ ઉપર કેટલા લોકો અત્યારે સક્રિય છે તે પણ જોઈ શકાય છે.

જોકે સૌથી મોટો સવાલ એ રહે છે કે જો કોઈ પોસ્ટ ઉપર ઓછી લાયક દેખાશે અથવા તો લાઇક દેખાશે નહીં તો પણ પોસ્ટ ઉપર લોકોને રસ રહેશે કે નહીં?

Related image
image source

આ સવાલોના જવાબ તો આવનારું ભવિષ્ય આપશે પણ અત્યારે એ હકીકત છે કે સોશિયલ મીડિયા ઉપર સક્રિય લોકો પૈસા કમાવવાની હોડમાં દોડી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ