હળદર-લીંબુનુ આવુ પાણી પીવાથી ઉતરી જાય છે પેટની ચરબી, આ રીતે ઘરે બનાવો તમે પણ

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોનું વજન વધારે જ જોવા મળે છે. આમ થવાનું કારણ છે શરીરમાં એનર્જીના બેલેન્સ ખોરવાઈ જવું. આ એનર્જીનું બેલેન્સ ખોરવાઈ જવાથી શરીરમાં ફેટ સેલ્સ જમા થવા લાગે છે જેના કારણે વજન વધી જાય છે, પણ આ ખોરવાઈ ગયેલા બેલેન્સને ઠીક કરવા માટે આપણે આયુર્વેદની મદદ લઇ શકીએ છીએ.

image source

પેટની વધી ગયેલી ચરબીને ઘટાડવા માટે હળદર અને લીંબુનું કોમ્બિનેશન રામબાણ ઈલાજ જેવું કામ કરે છે. કેમકે હળદરમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન જેવા અનેક મિનરલ્સ રહેલા છે. ઉપરાંત હળદરમાં વિટામિન એ, સી, ઇ, પ્રોટીન પણ રહેલા છે.

image source

હળદરને આપના રોજિંદા ભોજનમાં સામેલ કરવાથી શરીરમાં એન્ટી ઓક્સિડેન્ટ બની રહે છે. ઉપરાંત મેટાબોલિઝમ પણ વધારે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે તેમજ શરીર પર ક્યાંય સોજો આવ્યો હોય તો જલ્દીથી ઉતરી જાય છે.

image source

હળદરમાં કૂર્કમીન હોય છે. જે શરીરમાં ફેટને જમા થતા રોકે છે. લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી રહેલું હોય છે. જેનાથી ભુખ ઓછી લાગે છે, શરીરનું મેટાબોલિઝમ પણ બની રહે છે. તો હવે જાણીશું હળદર અને લીંબુનું કોમ્બિનેશન કેવું કામ કરે છે આપણા શરીર માં?

હળદર અને લીંબુનું સલાડ:

image source

પેટની ચરબી ઓછી કરવા માટે આપ જે રેગ્યુલર સલાડ ખાવ છો તેમાં 1 ટી સ્પૂન હળદર ઉમેરવી. તેમજ 2 ટી સ્પૂન લીંબુનો રસ નાખવો.આ સલાડમાં આપની ઈચ્છા હોય તો અડધી ટી સ્પૂન તજ પાવડર પણ ઉમેરી શકાય છે. આ રીતે પેટની ચરબી ઓછી કરી શકાય છે. ઉપરાંત શરીરમાં વારંવાર સોજા આવતા હોય તો તેમાં પણ રાહત મળે છે.

હળદર અને લીંબુની ચા:

image source

એક પેનમાં એક કપ દૂધ લેવું ત્યારબાદ આ દૂધને મધ્યમ તાપે ઉકાળવું. દૂધ ઊકળી જાય પછી તેમાં અડધી ટી સ્પૂન લીંબુનો રસ અને અડધી ટી સ્પૂન મધ મેળવવું. પછી તેમાં વેનીલા એસેન્સ પણ ઉમેરવું. ત્યારબાદ તેમાં અડધી ટી સ્પૂન હળદર નાખવી. હવે બધું નાખી દીધા પછી તેને પાંચ મિનિટ ઉકાળવી. પછી આ ચા ને ગાળી લેવી. આ ચાને ગરમ જ પી લેવી.

હળદર અને લીંબુનું ગરમ પાણી:

image source

એક કપ ગરમ પાણીમાં અડધું નિચોવવું. આ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર નાખવી. હળદરના કારણે આ પાણી તૂરું લાગી શકે છે પણ લીંબુની ખટાશ આવવાથી તે ખાટું લાગે છે. આ ગરમ પાણીમાં આપ થોડું મધ પણ ઉમેરી શકો છો. આ ગરમ પાણીને હુંફાળું જ પીવું જોઈએ.

હળદર અને લીંબુની પેસ્ટ:

image source

એક વાટકીમાં લીંબુનો રસ લેવો. ત્યારબાદ આ રસમાં પા ટી સ્પૂન હળદર ઉમેરવી. તેમજ આ પેસ્ટમાં પા ટી સ્પૂન કાળી મરી અને પા ટી સ્પૂન ઓલિવ ઓઇલ ઉમેરીને પેસ્ટ તૈયાર કરવી. આપ આ પેસ્ટને દિવસની બે થી ત્રણ ટી સ્પૂન જ ખાઈ શકો છો. આ પેસ્ટને ભોજનમાં સામેલ કરી શકો છો પણ તેને ખાલી પેટે ખાવી નહિ. કેમકે ખાલી પેટે કાચી હળદર ખાવાથી એસીડીટી થઈ શકે છે.

ધ્યાનમાં રાખવાની બાબત:

image source

જો આપને સંધિવા, કિડનીમાં પથરી કે ગોલ સ્ટોન છે કે પછી કોઈ સર્જરી કરાવાની હોય તો આપે એકવાર ડોકટરની સલાહ લીધા પછી જ આ બધી રેસીપીને ખાવાનો પ્રયત્ન કરવો. જો આપ ગર્ભવતી છો કે પછી સ્તનપાન કરાવી રહ્યા છો તો પણ ડોકટરની સલાહ જરૂરથી લેવી હિતાવહ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ