રસોડામાંથી ઝટપટ બહાર આવવા ઘરમાં પડેલી ઓછી સામગ્રીમાંથી બની શકે છે આટલી બધી આઇટમો, કરો ટ્રાય

લોકડાઉન દરમિયાન ઓછી સામગ્રીમાંથી બનાવો આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાક

દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે હવે તે ક્યારે ઉઠશે અને કેવી રીતે ઉઠશે તેની કોઈ જ ખબર નથી. જો દેશમાં કોરોનાવાયરસના કેસની સંખ્યાઓમાં વધારો થશે તો બની શકે કે આ 21 દિવસનું લોકડાઉન ઓર વધારે ખેંચાય. હાલ અમદાવાદમાં અને ગુજરાતમાં પણ લોકડાઉનને ઓર વધારે કડક બનાવવામાં આવ્યું છે અને ખાનગી વાહનોને સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ તો શાકભાજી પણ અવેલેબલ નથી રહ્યા તો વળી કેટલીક જગ્યાએ લીમીટેડ સમય પુરતી જ કરિયાણાની દુકાનો ચાલુ રાખવા દેવામાં આવે છે. આવા સંજોગોમાં ઘરમાં રાંધવામાં આવતી કેટલીક વાનગીઓમાં સામગ્રીઓનું વધારે પ્રમાણ હોય છે માટે તેને બનાવી નથી શકાતી. પણ આપણા ગુજરાતી ભોજનમાં કેટલાક એવા ભોજનો પણ છે જે તમને પોષણની સાથે સાથે સ્વાદ પણ પૂરો પાડે છે અને સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

image source

તો આજે અમે તમને કેટલીક એવી વાનગીઓની યાદી જણાવવા જઈ રહ્યા છે અને સાથે સાથે તેમાંની કેટલીકની રેસેપી માટે વિડિયો પણ શેર કરીશું જે દ્વારા તમે ઓછી સામગ્રીઓનો ઉપયોગ કરીને વાનગી બનાવી શકશો. આ ઉપરાંત તમને કેટલીક એવી વાનગીઓ વિષે પણ જણાવીશું જે વેસ્ટમાંથી એટલે કે વધેલા ભોજનમાંથી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વાનગીઓ વિષે.

છોલે

છોલે કાબુલી ચણામાંથી બનાવવામાં આવે છે અને કાબુલી ચણા પોષણથી ભરપૂર હોય છે. 100 ગ્રામ છોલે ચણામાં 378 કેલરી હોય છે, 20.47 ગ્રામ પ્રોટીન હોય છે, 9.6 ગ્રામ ફાયબર હોય છે. તમે એ સારી રીતે જાણતા હશો કે શરીર માટે પ્રોટીન કેટલું આવશ્યક છે અને સાથે પેટના સ્વાસ્થ્ય માટે ફાયબર એટલે કે રેશા પણ લાભપ્રદ છે. આ ઉપરાંત શરીર માટે અત્યંત જરૂરી વિટામી બી6અને ફોલેટનું પ્રમાણ પણ તેમાં વધારે હોય છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામીન સી પણ તેમાંથી મળી રહે છે. છોલેને તદ્દન સરળ રીતે બને તેટલી ઓછી સામગ્રીથી બનાવી શકો છો તેના માટે આ વિડયો જુઓ.

દાળ ઢોકળી

ગુજરાતીઓને દાળ ઢોકળી અત્યંત પ્રિય છે, અને પોષણની દ્રષ્ટિએ પણ તે સમૃદ્ધ પણ છે, આ વાનગીની ખાસીયત એ છે કે ઘરમાં બધાને તે ભાવે છે અને ઘરમાં ઉપલબ્ધ સામગ્રીઓમાંથી જ આ વાનગી બની જતી હોય છે. તુવેરની દોળ પ્રોટીનથી ભરપુર હોય છે અને માત્ર આ એક જ ડીશમાંથી તમને આખા ભાણાનું પોષણ મળી જાય છે. તો પર્ફેક્ટ દાળ ઢોકળી બનાવવાની રીત તમે અહીંથી મેળવી શકો છો. ક્લીક કરો નીચેની વિડિયો પર.

મીક્સ દાળના પૂડલા

આ વાનગી પણ તમે તમારા ઘરમાં ઉપલબ્ધ વિવિધ દાળમાંથી બનાવી શકો છો. આપણે સારી રીતે જાણીએ છે કે કઠોળ તેમજ દાળમાં ભરપુર પોષક તત્ત્વો સમાયેલા હોય છે. અહીં અમે તમને મીક્સ દાળના પૂડલાની જે રીત જણાવવા જઈ રહ્યા છે તેમાં કોઈ પણ જાતના શાકભાજીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો પણ માત્ર મીક્સ દાળમાંથી જ આ પૂડલા બનાવવામાં આવ્યા છે. રીત જોવા નીચેની વિડિયો પર ક્લીક કરો.

બાળકોને ભાવતી કેક તે પણ મેંદા નહીં પણ ઘઉંના લોટની

સામાન્ય રીતે આપણે બાળકોને કેક તેમજ બિસ્કિટ ખાવાની એટલા માટે ના પાડતા હોઈએ છે કારણ કે તેઓ માટે વધારે પડતો મેંદો યોગ્ય નથી. પણ ઘઉં તેમના માટે પોષણ આપનારા છે. માટે અહીં જે રીત જણાવવામાં આવી છે તેમાં કેક બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે પણ માઇક્રો વેવ વગર કુકરમાં તે પણ ઝડપટ બને તેટલી સરળ રીત.

મગની દાળના વડા એટલે કે દાળવડા

ઘરની બહાર જવાતું નથી એટલે એનો અર્થ એ નથી કે તમે તમારા ચટાકા પણ બંધ કરી દો. ગુજરાતીઓને દાળવડા ખૂબ પસંદ હોય છે. તો પછી તેને ઘરે જ બનાવો. તમને જણાવી દઈએ કે દાળવડા બનાવવામાં વધારે સમય નથી જતો અને વધારે સામગ્રીનો પણ ઉપોયગ નથી કરવો પડતો. આ ઉપરાંત મગની દાળનું ભરપુર પોષણ તો તમને મળે જ છે. તો નીચે આપેલી વિડિયો પર ક્લીક કરીને સરળ રીતે દાળવડા બનાવો.

આ ઉપરાંત બીજી ઘણી બધી વાનગીઓ છે જે તમે ઘરે ઓછી સામગ્રીઓમાંથી બનાવી શકો છો અને સાથે સાથે તમે તમારા શરીરને પોષણ પણ આપી શકો છો અને તમારી જીભના ચટાકાનેપણ સંતોષી શકો છો. તો ચાલો જાણીએ તે વાનગીઓ વિષે.

  • – મગની દાળ અને ભાત અથવા ભાખરી – રોટલા
  • – દાળ – ઢોકળી
  • – રેગ્યુલર સાઉથ ઇન્ડિયન ઢોંસા – રવા ઢોંસા – ઇડલી સંભાર – મેંદુવડા
  • – મગની દાળના પૂડલા – ઢોંસા – ઉત્તપમ
  • – મગની દાળની કચોરી – દાળવડા
  • – ચણાના લોટના પૂડલા – ચણાનો બાફેલો લોટ (અત્યંત હેલ્ધી)
  • – મિક્સ લોટ (બાજરી-ચણા-ઘઉં-મકાઈ)ના પૌષ્ટિક મુઠિયા
  • – ખીચડી – કઢી (મિક્સ દાળ ખીચડી પણ બનાવી શકો)
  • – ઘઉંના ફાડાની ખીચડી
  • – દાલ ફ્રાય જીરા રાઇસ
  • – દાલ બાટી
image source

સ્વાદના ચટાકા સંતોષવા માટેની પૌષ્ટિક વાનગીઓ

  • – ખાંડવી (દહીં જરૂરી છેપણ ગુજરાતી હોવ તો ઘરે છાશ માટે દહીં તો હોવાનું અને જો ન હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો.
  • – મગની દાળની કચોરી
  • – ચોખાના લોટનું ખીચુ – બાળકોને અત્યંત પ્રિય
  • – હાંડવો – પોષણ તો પુરુ પાડશે જ પણ તમારી સ્વાદની ચટપટીને પણ સંતોષશે.
  • – થેપલા – (મેથી નહીં તો દૂધીના પણ સ્વાદિષ્ટ થેપલા બનાવી શકાય) અને સાથે દહીં
  • – સેવ ટામેટાનું શાક
  • – ખમણ

વધેલી રાંધેલી વાનગીઓમાંથી પણ બનાવી શકો સ્વાદિષ્ટ વાનગી

    • – વધેલા ભાતની વાનગીઓ (વઘારેલા ભાત, ભાતના મૂઠિયા, ભાતના ભજીયા વિગેરે)
    • – વધેલી રોટલીનું છાશીયુ શાક
    • – વધેલા દાળભાતના મૂઠિયા

નીચેની લીંક પર ક્લીક કરીને તમે વધેલા ભાત સાથે ખૂબ જ ઓછી વાનગીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ હેલ્ધી વાનગી બનાવી શકો છો.

આ ઉપરાંત તમે મીષ્ઠાનની મજા પણ હેલ્ધી રહીને માણી શકો છો. ઘરમાં જ ઉપલબ્ધ ગણતરીની સામગ્રીમાંથી તમે નીચેના મિષ્ઠાનો બનાવી શકો છો.

  • – શીરો (ઘઉં – સોજી – મગ – ચણા)
  • – સુખડી (સંપૂર્ણ હેલ્ધી અને શક્તિ આપનારી)
  • – પુરણ પોળી
  • – મગની દાળનો શીરો
  • – ઘઉંની ફાડા લાપસી
  • – ખજૂર પાક
  • – મોહન થાળ
  • – મગજ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ