કોરોનામાં આવેલું ધરમસંકટ: દંપતીએ ફરજને નિભાવવા માટે પોતાના પુત્રને દાદા-દાદીને સોંપ્યો

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જીવલેણ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકાર દ્વારા 14 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હકીકતમાં લૉકડાઉનના પગલે દેશમાં જરૂરી સેવાઓ પૂરી પાડતા વાહનોને છૂટ આપવામાં આવી છે. એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારોને બફર ઝોન બનાવવામાં આવ્યા છે.
આ સિવાય છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા લૉકડાઉનનુ ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. આવા સમયે રાજપીપળા શહેરમાં Gvk EMRI ૧૦૮ એમ્બ્યુલન્સમાં અલ્કાબેન તડવી અને તેમના પતિ સંજય ભાઈ તડવી EMT તરીકે ફરજ બજાવે છે, પત્ની દિવસની ડ્યુટીમાં તો હોય છે અને પતિ રાતની ડ્યુટીમાં હોય છે.

ગુજરાતમાં તેમજ આખા દેશમાં કોરોનાની મહામારી ચાલે છે ત્યારે આ દંપતીએ સંકલ્પ કર્યો છે કે કોરોનાને હરાવવા માટે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરીશુ. તેમજ ૧૦૮ના વૉરિયર્સ બની સમાજને અને નગરજનોની સ્વાસ્થ્યની સુરક્ષા માટે આપણાથી બનતું યોગદાન આપીશું. આ ફરજ બજાવતાં દંપતીએ પોતાના ૮ મહિનાના બાળકને તેમજ તેમના કુટુંબને આવો કોઈ ચેપ ન લાગે તેના માટે પોતાના ૮ મહિનાના બાળકને તેના દાદા-દાદીને સોંપી દીધું છે.
તેમજ આવા સમયે તેમની ફરજને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. બીજા આ દંપતી જેવા ઘણાં એવા કર્મચારીઓ પણ છે જે પોતાના ઘરેથી દૂર અત્યારે નર્મદા જિલ્લામાં ૧૦૮માં ફરજ બજાવી રહ્યા છે અને પોતાના કામને કર્તવ્ય સમજીને કોરોનાને હરાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તેમજ સોસીયલ ડિસ્ટંસનું ચુસ્તપણે પાલન કરવા અને દરેક નાગરિકો પોતાના ઘરમાં રહી સરકારના આદેશનું પાલન કરે એવી અપીલ કરે છે.

૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ચલાવતા ડ્રાઈવરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) અને સેનિટાઇસર્સ પૂરા પાડવામાં આવતાં નથી અને એમ્બ્યુલન્સ નિયમિતપણે જીવાણુનાશિત થતી નથી. ૧૦૮ની સેવામાં કોવિડ -19ના દર્દીઓને સમગ્ર શહેરની હોસ્પિટલોમાં લઇ જવાઇ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની માર્ગદર્શિકા મુજબ, કોવિડ -19 ના લક્ષણો દર્શાવતા દર્દીઓના પરિવહન પછી એમ્બ્યુલન્સ જંતુમુક્ત થવી જોઈએ, જે સાર્સ-કોવ -2 વાયરસથી કરી શકાય છે.
નર્મદા જિલ્લામાં હાલ બે ૧૦૮ એમ્બ્યુલન્સ ખાસ કોરોના વાયરસના શંકાસ્પદ સંક્રમિત દર્દીઓ માટે ફાળવામમાં આવી છે. ખરાબ પરિસ્થિતિઓને પહોંચી વળવા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને પણ પર્સનલ પ્રોટેકટિવ ઇક્વિપમેન્ટ (PPE) કીટથી તૈયાર કરી છે.
ડબ્લ્યુએચઓ દ્વારા પુષ્ટિ થયેલ અને શંકાસ્પદ કોવિડ -19ના દર્દીઓ લઈ જતા એમ્બ્યુલન્સ કર્મચારીઓને પીપીઇનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવ્યો છે. જો કે, રાજ્ય સરકાર સાથે એમ્બ્યુલન્સ સેવા ચલાવતા ભારત વિકાસ જૂથે પી.પી.ઈ. અથવા સેનિટાઇઝર પૂરા પાડવાની કામગીરી હાથ ધરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ