લોકડાઉનની સ્થિતિમાં 108 બની આ ગર્ભવતી મહિલા માટે દેવદૂત, કરાવી નોર્મલ ડિલિવરી, પરિવારજનોંએ માન્યો આભાર

જન્મ-મૃત્યુનો કોઈ સમય-સ્થળ કે મૂહર્ત નક્કી નથી હોતા. પણ દેશમાં જયારે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે જો કોઈ પ્રસુતાને પ્રસવ પીડા શરુ થઈ જાય છે તો આ પ્રસુતાના પરિવારના સભ્યો અને આસપાસની વ્યક્તિઓ ખુબ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. ગુજરાતના સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ૨૪ વર્ષીય પરણિત મહિલાને સોમવારના મધ્ય રાત્રીમાં અચાનક પ્રસવ પીડા શરુ થઈ જાય છે. પરણીતાને પ્રસવ પીડા શરુ થતા પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો કે આવા સમયે હોસ્પિટલ કેવી રીતે લઈ જવામાં આવે?

image source

આવા સમયે મહિલાના પતિ એમ્બ્યુલન્સ માટે ૧૦૮ ઈમરજન્સી નંબર પર કોલ કરે છે. ઈમરજન્સી ૧૦૮ની સેવા આપી રહેલ ટીમને જેવો આ કોલ મળે છે કે, તરત જ તેઓ અડાજણ વિસ્તારની ટીમને તાત્કાલિક એમ્બ્યુલન્સ સાથે તે મહિલાની મદદ માટે પહોચી જાય છે. ૧૦૮ની ટીમ જયારે ઘરે પહોચે છે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલાની તાત્કાલિક નોર્મલ ડીલીવરી કરવાની ફરજ પૂરી કરે છે. ૧૦૮ની ટીમે મહિલાની પ્રસુતિ કરાવી લીધા પછી મહિલા અને નવજાત શિશુને આગળની સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી દેવામાં આવે છે. આ મહિલા એક રાજપૂત પરિવારની સભ્ય છે ત્યારે આવા કપરા સમયે પણ ૧૦૮ પોતાની સેવા બજાવી તે બદલ રાજપૂત પરિવાર ૧૦૮ની ટીમને દેવદૂત સમાન ગણના કરી રહ્યા છે.

કોલ મળતા જ ૧૦૮ની ટીમ ઘરે દોડી આવી.:

image source

સુરતના અડાજણ એરિયાની ૧૦૮ની ટીમના ઇએમટી મનહર રાઠવાએ જણાવ્યું હતુકે, અમને સવારના સમયે ૧૦ વાગ્યા પહેલા કોલ આવ્યો હતો. ત્યાર પછી પાયલોટ અતીક શેખની તેઓ પણ તરત જ અડાજણના ભટલાઈ ગામ પહોચ્યા હતા. ઘરે પહોચ્યા ત્યારે ત્યાં ૨૪ વર્ષીય અર્ચના બેન પ્રસુતિની પીડા વેઠી રહ્યા હતા. ત્યાર પછી અર્ચના બેનની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો ડીલીવરીનો સમય થઈ ગયો છે એટલા માટે અર્ચનાબેનને હોસ્પિટલ લઈ જવાને બદલે તાત્કાલિક ડીલીવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

નોર્મલ ડીલીવરી કરાવી.:

અર્ચનાબેનની ડીલીવરીનો સમય થઈ ગયો હોવાથી અર્ચનાબેનને હોસ્પિટલ લઈ જવામાં સમય વ્યર્થ ના કરતા ઘરે જ નોર્મલ ડીલીવરી કરાવવામાં આવી. ડીલીવરી કરાવી લીધા પછી નવજાત શિશુને હિટીંગ આપવા માટે લાઈટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. ત્યાર પછી થોડી પરિસ્થિતિ સામાન્ય થતા અને બાળકને હીટ આપ્યા પછી માતા અને નવજાત બાળકને વધારે સારવારના હેતુથી નજીકની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાર પછી જયારે હોસ્પીટલના ડોકટરે કહ્યું કે, માતા અને બાળકનું સ્વાસ્થ્ય હવે સામાન્ય છે તેવું કહી દીધા પછી જ ૧૦૮ની ટીમે હોસ્પિટલ માંથી રવાના થયા હતા.

ત્રીજી ડીલીવરી થઈ.:

image source

અર્ચના બેન જણાવે છે કે, તેઓની આ ત્રીજી ડીલીવરી છે આની પહેલા તેઓ ૪ વર્ષીય દીકરી અને બે વર્ષીય દીકરાની માતા બન્યા છે. તેમજ અત્યારે ફરીથી દીકરાનો જન્મ થતા રાજપૂત પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અર્ચનાબેન અને તેમનું પરિવાર મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેઓ પરિવાર સહિત એક વર્ષ પહેલા જ સુરત શહેરમાં આવ્યા છે. અર્ચનાબેનના પતિ L&T કંપનીમાં નોકરી કરી રહ્યા છે. અર્ચ્નાબેનને ત્રીજી વાર પ્રસવ પીડા સોમવાર રાતના સમયે થઈ હતી.

રાજપૂત પરિવારે ૧૦૮ની કામગીરીને બિરદાવી.:

અર્ચનાબેનના પતિ રામ સેવક રાજપૂત જણાવે છે કે, કોરોના વાયરસના લીધે ચાલી રહેલ લોકડાઉનના સમયે ૧૦૮ની ટીમ અમારા પરિવાર માટે દેવદૂતના રૂપમાં આવી હતી. મારું પરિવાર સવારથી જ ચિંતા કરી રહ્યા હતા કે હોસ્પિટલ કેવી રીતે લઈ જઈશું. ત્યારે જ ૧૦૮ની ટીમ અમારા ઘરે આવી ગઈ અને ઘર ખુશીઓથી ભરાઈ ગયું. અમે ૧૦૮ની ટીમના આભારી છીએ. ત્યાંજ બીજી બાજુ ૧૦૮ની ટીમના હેડ ઓફિસર્સ ઈએમટી રોશન દેસાઈ અને પીએમ ફૈયાઝ પઠાણ ૧૦૮ની ટીમ પર ગર્વ કરતા કહે છે કે, લોકો સુરક્ષીત રહેશે, તો અમે પણ સુરક્ષીત રહીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ