ગ્રેવીવાળી ભીંડી – આ રીતે બનાવો ભીંડા ઓછા તેલ માં એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “આજે આપણે બનાવવા છીએ ગ્રેવીવાળી ભીંડી” ભીંડાનું શાક સૌઉને ભાવે પણ જો એ ગ્રેવીવાળું બને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર બનાવીને ચાખશો તો હંમેશા આમ જ બનાવશો.

ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.ખાધા પછી પણ સ્વાદ એટલો બેમિસાલ લાગશે કે દાઢે જ વળગી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ ભીંડા
  • ૧.૫ ટી સ્પૂન તેલ

ભીંડા માં ભરવા માટે –

  • ૨ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧/૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર

ગ્રેવી માટે –

  • ૨ ડુંગળી
  • ૫ કળી લસણ ની
  • ૧ નાનો ટુકડો આદુ નો
  • ૧ મોટું ટામેટું
  • ૧ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧/૨ ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • કોથમીર ઉપર થી ભભરાવવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર

રીત : (પરફેક્ટ રેસિપી જાણવા એકવાર વિડિઓ જરૂર જુઓ.)

૧. ભીંડા ને ધોઈ ને કોરા કરી ને વચ્ચે થી ચીરો કરી લેવો. ભીંડા લાંબા હોય તો એક ભીંડા ના બે કટકા કરી લેવા.

૨. હવે એક બીજા વાસણ માં ભીંડા માં ભરવા માટે નો મસાલો મિક્સ કરી લેવો.

૩. આ મસાલા ને ભીંડા ની અંદર ચીરા માં થી ચોપડી દેવો. વધેલો મસાલો રાખી મુકવો.

૪. એક પેન માં તેલ મૂકી ને એમાં ભીંડા ૭ મિનિટ માટે જ્યાં સુધી એનો રંગ ના બદલાય ત્યાં સુધી સાંતળી લેવા અને પછી એક પ્લેટ માં કાઢી લેવા.

૫. હવે ગ્રેવી માટે મિક્સર માં ૨ ડુંગળી, ૫ કળી લસણ ની, એક નાનો આદુ નો ટુકડો અને ૧ મોટું ટામેટું ક્રશ કરી લેવું.

૬. હવે ભીંડા સાંતળેલા પેન માં તૈયાર કરેલી પેસ્ટ અને ૧/૪ કપ પાણી ઉમેરી ને ધીમા તાપે ૫ મિનિટ સાંતળો.

૭. હવે એમાં ભીંડા માં ભરવા નો મસાલો ઉમેરવો અને સાંતળવો. મસાલો ઉમેરવા થી ગ્રેવી જાડી થવા માંડશે.

૮. આમાં સ્વાદ અનુસાર મીઠું, ૧ ટી સ્પૂન ધાણાજીરું ઉમેરી ને ગ્રેવી જાડી થાય ત્યાં સુધી સાંતળવી.

૯. હવે ગ્રેવી માં ૧/૪ કપ પાણી ઉમેરી ને ઉકલે એટલે એમાં ભીંડા ઉમેરો.

૧૦. ૪ મિનિટ જેવું ઉકાળી ને ઉપર થી કસૂરી મેથી અને કોથમીર ઉમેરી દો.

૧૧. તૈયાર સબ્જી ને રોટી, નાન કે પરાઠા જોડે સર્વ કરો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.