દેવી-દેવતાઓ નુ આ વિધિથી નિયમિત પૂજન ચમકાવી શકે છે તમારા ભાગ્યના સિતારા, તો આજે જ જાણો આ પૂજન વિધિ અને તેનુ મહત્વ…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્ય્યાત્મિક દેશ છે. આપણા દેશના મોટાભાગના લોકો એવુ માને છે કે, કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા દેવી અને દેવતાઓની પૂજા કરવાથી તમાત્ર દુ: ખ , તમારી સમસ્યાઓ અને તમારા બધા જ પ્રકારના માનસિક તણાવમાથી તમને મુક્તિ મળે છે.

image source

અમુક વિશેષ દેવી-દેવતાઓ ની આરાધનાથી ફક્ત તમને રિદ્ધિ-સિદ્ધિ ની જ પ્રાપ્તિ નથી થતી પરંતુ, તમારા ગ્રહ-નક્ષત્ર પણ પ્રબળ રહે છે તથા તમારુ જીવન પણ સુખ અને શાંતિથી ભરપૂર રહે છે, તો ચાલો આજે આ લેખમા આપણે દેવી-દેવતાઓના પૂજન ની યોગ્ય વિધિ અને તેના આધ્યાત્મિક મહત્વ વિશે માહિતી મેળવીએ.

image source

એવી પૌરાણિક માન્યતાઓ છે કે, પ્રભુ મહાદેવ નુ પૂજન કરવાથી ભૂત-પ્રેત જેવી દુષ્ટ આત્માઓ તમારાથી દૂર રહે છે. આ ઉપરાંત લોકોમા એવી માન્યતા પણ પ્રચલિત છે કે, નિયમિત પ્રભુ મહાદેવ ની હરાડ્યાપૂર્વક ઉપાસના કરવાથી તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિમા વૃદ્ધિ થશે.

image source

એવુ કહેવામા આવે છે કે, દર સોમવારે પ્રભુ મહાદેવની પૂજા કરવી જોઈએ. અહી શિવલિંગ પર સફેદ રંગના પુષ્પો , પાણી અને દૂધ વગેરે અર્પણ કરવુ જોઈએ. આ ઉપરાંત દરરોજ વહેલી સવારે સ્નાન કર્યા બાદ પ્રભુ શિવના મંદિરે જઈને “ઓમ નમ: શિવાય” નામ નો મંત્રોચ્ચાર કરો. એવુ માનવામાં આવે છે કે, સૂવાના સમયે પણ આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરવાથી તમામ અનિષ્ટ શક્તિઓ તમારાથી દૂર રહેશે.

image source

આ ઉપરાંત જો તમે નિયમિત માતા દુર્ગા નુ પૂજન કરો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. એવુ કહેવામાં આવે છે કે, માતા દુર્ગા એ શક્તિ નુ એક સ્વરૂપ છે અને તેમનુ નિયમિત પૂજન-અર્ચન કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત તમે દેવી શક્તિ ની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે.

image source

આ ઉપરાંત જો તમે નિયમિત દુર્ગા પાઠ કરો તો તમને નવા કાર્યો કરવાની ભરપૂર ઉર્જા પણ મળી રહે છે. આ સિવાય જો તમે દેવી દુર્ગા માતા ની પૂજા સાથે બાળકન્યાઓ ને ભોજન કરાવો તો તે પણ શુભ માનવામા આવે છે. જો તમે કોઈપણ નવુ કાર્ય શરૂ કરવા ઈચ્છતા હોવ અથવા પ્રારંભ કરવા જઇ રહ્યા હોવ તો તે પહેલા પ્રભુ શ્રી ગણેશનુ પૂજન અવશ્ય કરવુ અને ત્યારબાદ જ નવા કામની શરૂઆત કરાવી. એવુ કહેવામા આવે છે કે, કોઈપણ નવુ કાર્ય શરુ કરતા પહેલા પ્રભુ શ્રી ગણેશ નુ પૂજન કરવામા આવે અને તેમનુ સ્મરણ કરવામા આવે તો તમારા દરેક કાર્યો ખુબ જ સરળતાથી થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ