શરીરના આ અંગો પર ક્યારે ના લગાવતા સાબુ, કારણકે…

શરીરના કયા અંગ ઉપર સાબુ ન લગાડવો?

શરીરની યોગ્ય સફાઈ માટે નહાતી વખતે સૌ કોઈ સારા સારા સાબુ નો વપરાશ કરે છે પરંતુ કેટલીક વખત જાણકારીના ભાવને કારણે સાબુ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.સાબુ રાસાયણિક ઉત્પાદન છે.

સાબુ માં વપરાતા સોડા,ટ્રાઇ સોડિયમ ફોસ્ફેટ, સોડિયમ મેટા સિલિકેટ ,સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હેકસા મેટા ફોસ્ફેટ શરીરના કેટલાક અંગ માટે નુકસાનકારક છે.

image source

આંખોમાં ક્યારેય સાબુ લગાવવો જોઈએ નહીં.આંખોમાંથી નીકળતું પાણી અને આંસુ આંખની કુદરતી જ સાફ સફાઈ કરે છેજરૂર લાગે તો આંખમાં ઠંડું અને સ્વચ્છ પાણી છાંટીને આંખ સાફ કરવી.

image source

ગુપ્તાંગ પર પણ સાબુ નો વપરાશ કરવાથી પીએચ બેલેન્સ અસંતુલિત થાય છે.અહીંની ત્વચા અતિ સંવેદનશીલ હોવાથી ક્યારેક રિએક્શન આવવાની સંભાવના પણ રહે છે.ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

ચહેરાની ચામડી પણ અતિ કોમળ હોવાથી વધુ પડતું સાબુનો ઉપયોગ ગુજરાતી ચહેરાનું મોઇશચર ઘટાડે છેતેને બદલે સ્નાન કરવા જતા પહેલા 15 20 મિનિટ પહેલા બેસન અને દૂધમાંથી તૈયાર કરેલો ફેસપેક લગાવવાથી ચહેરો સ્વચ્છ બને છે.

image source

ચામડી મુલાયમ રહે છે અને ચહેરા પર તેજ આવે છે.એમાં થોડી હળદર નાખવાથી ચહેરા ઉપર પડેલા ખીલના ડાઘ દૂર થાય છે.

હોઠની ત્વચા પણ ખૂબ મુલાયમ હોવાથી હોઠ પર પણ સાબુ લગાડવો નહીં.

સાબુ બનાવટમાં વપરાતાં રસાયણો ની શુદ્ધતા તેમજ તેની માત્રા અતિ મહત્વના છે એ જ કારણોસર ઊંચી ગુણવત્તા ધરાવતા સાબુ બજારમાં મોંઘી કિંમતે વેચાય છે.

image source

એન્ટી બેક્ટેરિયલ સાબુમાં ટ્રાયકલોસિન અને ટ્રાયકલોકાર્બન જેવા એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે.જે ત્વચાને બેક્ટેરિયાથી મુક્ત કરે છે પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી ત્વચાનું મોઈશ્ચર જોખમાય છે અને ત્વચા બેજાન અને સુકી બને છે.

જોકે મોઈશ્ચર યુક્ત સાબુના વપરાશથી ત્વચા મુલાયમ રહે છે.મોઈશ્ચર યુક્ત સાબુમાં રહેલું પેરાફીન વેકસ અને ગ્લિસરીન સૂકી ત્વચા માટે ફાયદાકારક છે.glycerine ધરાવતા સાબુ મેડિકેટેડ સાબુ ગણાય છે અને તે મિશ્ર પ્રકારની ત્વચા માટે ફાયદાકારક રહે છે.

image source

એરોમાથેરાપી વાળા સાબુમાં એસેન્શિયલ ઓઈલ એટલે કે સુગંધિત ફૂલોનો અર્ક શામેલ હોય છે. અરોમા ઓઈલ યુક્ત સાબુમનને પ્રસન્ન અને તાણ મુક્ત રાખે છે.

હર્બલ સાબુમાં રહેલી જડીબુટ્ટી અને તેલ ત્વચાને કેમિકલથી બચાવે છે પરંતુ આવા સાબુનો વધુ પડતો ઉપયોગ પણ ક્યારેક ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે.

image source

ખાસ ખીલ માટે જ વાપરવામાં આવતા સાબુના પણ વધુ પડતા ઉપયોગથી બચવું જોઇએ કારણ કે તેનાથી ત્વચા ઉપર લાલ રંગના ડાઘ એટલે કે રેશિસ થઈ શકે છે.

ત્વચાને અનુસાર સાબુની પસંદગી કરવામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. ઉચી ગુણવત્તા ધરાવતા સાબુનો ઉપયોગ કરવો.

image source

શરીરના કેટલાંક અંગો વધુ પડતા સંવેદનશીલ હોય છે દાખલા તરીકે સ્ત્રીઓનો યોનીનો ભાગ તેમજ ચહેરા નો ભાગ વધુ પડતી સંવેદનશીલ ત્વચા ધરાવે છે.

ચહેરાને સાફ કરવા બજારમાં મળતા ફેસવોશ નો ઉપયોગ કરવો છે.કારણ સાબુની સરખામણીમાં ફેસવોશ વધુ ગુણકારી છે.

image source

હાથ પગ પીઠ પીઠ તથા શરીરના અન્ય અંગોને સાફ કરવા પણ ઊંચી ગુણવત્તા ધરાવતો સાબુ જ વાપરવો જોઈએ.

મહિલાઓએ તેના આંતરિક અવયવો જેવા કે યોની તેમજ બગલના ભાગને સાફ કરવા માટે પણ એનો ઉપયોગ કરવો જોઈએ. યોની ત્વચા કેમ સંવેદનશીલ હોય છે ઉપરાંત તે ભાગમાં સ્મિગમા એટલેકે ખાસ પ્રકારનો કચરો જમા થાય છે તેને નિયમિત રૂપે સાફ કરવું આવશ્યક છે.

image source

ગુપ્તાંગો પર સાબુ લગાડવા થી તેનો પીએચ લેવલ અસંતુલિત થાય છે.જેને કારણે એ ભાગમાં ઇન્ફેક્શન અને એલર્જી થવાની શક્યતાઓ રહેલી છે.

નવા સંશોધન મુજબ ડર્મેટોલૉજિસ્ટ પણ સાબુના વધુ પડતા વપરાશને ટાળવાની સલાહ આપે છે.

image source

સાબુને બદલે ચણાના લોટ , દૂધ , ગુલાબજળ અને ચંદન પાવડર ની પેસ્ટ બનાવી તેનાથી શરીર પર મસાજ કરી પાણીથી સ્નાન કરવાથી પણ ત્વચા ચોખ્ખી અને મુલાયમ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ