દરેક સ્ત્રીએ કરવી જોઇએ જોશીલી એક્સેસાઇઝ, જાણો કેમ…

જોશિલો વ્યાયામ સ્ત્રીને સામાન્ય કરતાં વધારે લાંબુ જીવન આપે છે

image source

આજના વ્યસ્ત જીવનમાં વિશ્વના મોટા ભાગન લોકોના જીવનમાંથી સામાન્ય વ્યાયામને તો જાણે સાવ જ જાકારો જ આપી દેવામાં આવ્યો છે. અને માટે જ લોકોને નીતનવા રોગો કે જેણે આ પહેલા ક્યારેય દેખા નહોતી દીધી તેવાથી લોકો બીમાર પડવા લાગ્યા છે અને જો કાળજી રાખવામાં ન આવે તો મૃત્યુ પણ થાય છે.

આજે મોબાઈલ અને રીમોટ કંટ્રોલના કારણે અને તેથી પણ વધારે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓની હોમ ડીલીવરી થવા લાગી હોવાથી લોકોને સોફા પરથી ઉઠવાની પણ જરૂર નથી પડતી પણ એ લોકો એ નથી જાણતા કે તેમની આ આળસ તેમને અસ્વસ્થ અને ટુંકા જીવન તરફ લઈ જઈ રહી છે.

image source

ખાસ કરીને જે મહિલાઓ સદંતર વ્યાયામ નથી કરતી તેમના માટે જીવન ઘણું ટુકું બની શકે છે.

પણ જો તમે સામાન્ય વ્યાયામ પણ કરતા હોવ તો તમારે તમરા વ્યાયામને હજુ થોડો વધારે આક્રમક બનાવવો જોઈએ કારણ કે તે જ તમને લાંબુ અને સ્વસ્થ નિરોગી જીવન આપશે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ જોશીલો વ્યાયામ કરે છે તેમને નોંધનીય રીતે હૃદયના રોગો, કેન્સર તેમજ અન્ય ગંભીર બીમારીઓથી મરવાનું જોખમ ઘણું ઓછું રહે છે.

image source

આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે તમારા શરીરની વ્યાયામ કરવાની ક્ષમતા અને હૃદયની કામ કરવાની ક્ષમતા વચ્ચે સિધો જ સંબંધ છે.

આ અભ્યાસ સાથે જોડાયેલા સંશોધકોનું કહેવું છે કે તમારે બને તેટલો વ્યાયામ કરવો જોઈએ.

image source

તમારા શરીરની ફીટનેસ જ તમને વિવિધ કારણોથી થતાં મૃત્યુથી બચાવશે. આ સંશોધન માટે તેમાં ભાગ લેનારા લોકોને ચાલવા અથવા દોડાવવામાં આવ્યા છે અને તેઓ થાકી જાય ત્યાં સુધી તેમને દોડાવવામાં આવ્યા હતા.

અને ત્યાર બાદના પરીક્ષણ વખતે હૃદયની જે તસ્વીર લેવામાં આવી તેના પરથી જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ વધારે ઝડપથી ચાલી અથવા તો દોડી છે તેમના હૃદય અને તેમનુ સ્વાસ્થ્ય ઓછી ઝડપથી ચાલેલી કે દોડેલી સ્ત્રીઓ કરતાં વધારે સારું રહ્યું હતું.

image source

આ સંશોધન દ્વારા જાણવા મળ્યું કે વધારે જોશીલો વ્યાયામ કરવાથી કાર્ડીઓવાસ્ક્યુલર રોગો, કેન્સર તેમજ અન્ય બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

આજે જો આંકડા જોવા જઈએ તો વ્યાયામ નહીં કરતી અથવા ઓછી અન્ટેન્સીટી સાથે વ્યાયામ કરતી સ્ત્રીઓમાં જોશીલી તેમજ ઇન્ટેન્સલી એક્સરસાઇઝ કરતી સ્ત્રીઓ કરતાં હૃદય રોગનું જોખમ ચાર ગણું વધારે હોય છે.

 

image source

તેની સાથે સાથે જ ઓછો અથવા તો હળવો વ્યાયામ કરતી સ્ત્રીઓમાં વધારે જોશિલો અથવા તો ભારે વ્યાયામ કરતી સ્ત્રીઓમાં કેન્સરના રોગનું જોખમ વધારે હોય છે તેની સાથે સાથે જ ઓછો વ્યાયામ કરતી સ્ત્રીઓની સરખામણીએ વધારે વ્યાયામ કરતી સ્ત્રીઓમાં અન્ય કારણોસર રોગો ઉત્પન્ન થવાનું જોખમ ઓછું હોય છે.

માટે જ જો તમે વ્યાયામ કરતાં હોવ અને ભારે એટલે કે ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરતાં હોવ તો તમને કેન્સર, હૃદય રોગ તેમજ અન્ય કારણસર થતી બીમારીઓ થવાની શક્યતાઓ ઓછી રહેલી છે.

image source

આ સંશોધનમાં ભાગ લેનારી મોટા ભાગની સ્ત્રીઓ કાંતો મધ્યમ ઉંમરની હતી અથવા તો વૃદ્ધ હતી. પણ આ બન્ને ઉંમરની સ્ત્રીઓ પર વ્યાયામની સરખી જ અસરો જોવા મળી હતી.

પણ જે સ્ત્રીઓનું હૃદય પહેલેથી જ નબળુ હોય એટલે કે જેમનું હૃદય વ્યાયામ કરતી વખતે યોગ્ય રીતે કામ ન કરી શકતું હોય તેમને પણ વ્યાયામ સઘન રીતે કરવા છતાં હૃદય રોગનું જોખમ તો રહે જ છે.

પણ જે સ્ત્રીઓનું હૃદય વ્યાયામ કરતી વખતે યોગ્ય રીતે કામ કરતું હોય તેમને ભવિષ્યમાં હૃદય રોગનું જોખમ ઓછું રહે છે.

image source

ટુંકમાં જો વ્યાયામ દરમિયાન તમારું હૃદય યોગ્ય રીતે કામ કરતું હોય અને તમે ઓર વધારે ભારે તેમજ જોશીલી એક્સરસાઇઝ કરતાં હોવ તો તમારું હૃદય સામાન્ય સ્ત્રીઓ કરતાં ક્યાંય વધારે સ્વસ્થ રહી શકે છે અને તમને કેન્સર તેમજ અન્ય કારણોસર ઉત્પન્ન થતી બીમારીઓનું જોખમ પણ નથી રહેતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ