નોટ ગણતરી કરવામાં અને તેને સાચવવામાં ક્યારેય ન કરતાં આવી ભુલ, થઈ જશો કંગાળ…

ઘરના ખર્ચમાં ઉપયોગમાં લેવાના રૂપિયાને દરેક ઘરમાં મહિનાની શરૂઆતમાં જ અલગ કાઢી લેવામાં આવે છે. આ અલગ કાઢેલી રકમને મોટાભાગે સ્ત્રીઓ પોતાના કપડા વચ્ચે, કોઈ ડબ્બામાં કે પછી ગુલ્લકમાં રાખતી હોય છે. આ રકમનો ઉપયોગ જરૂર પડે ત્યારે કરવામાં આવે છે. પરંતુ કેટલીક વખત લોકો પોતાની ધન સાચવવાની રીતને લઈને એવી ભુલ કરી બેસતાં હોય છે કે તેનાથી ઘરની લક્ષ્મી નારાજ થઈ શકે છે.

વાસ્તુ અનુસાર વ્યક્તિએ ધન સાચવવાની બાબતમાં હંમેશા ચોક્કસ રહેવું જોઈએ. તમે ઘરમાં જે જગ્યાએ ધન રાખતાં હોય તે સ્થાન પણ સાફ હોવું જોઈએ. કારણ કે જે રોકડ રકમને આપણે સાથે ખર્ચમાં ઉપયોગી બને તે માટે સાથે રાખીએ છીએ તે દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ છે અને તેનું પણ એટલું જ સન્માન કરવું જરૂરી છે જેટલું આપણે મંદિરમાં પધરાવેલા લક્ષ્મીજીનું કરીએ છીએ. તો ચાલો આજે જાણી લો કે લક્ષ્મી સંબંધિત કઈ કઈ ભુલ કરવાથી વ્યક્તિએ બચવું જોઈએ.


– રોકડ રકમને ક્યારેય કપડા વચ્ચે ન રાખવી. જો કોઈ પવિત્ર કપડામાં બાંધીને તેને રાખતાં હોય તો અલગ વાત છે અન્યથા રોજ જે કપડાનો ઉપયોગ થતો હોય તેની વચ્ચે કે નીચે રૂપિયાને ન રાખવા.

– નોટ ગણતી વખતે ઘણા લોકો આંગળીને થુંકવાળી કરતાં હોય છે. આવું ક્યારેય ન કરવું, નોટ ગણવા માટે જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરી લેવો.


– રોક઼ડ રકમ જો તિજોરીમાં રાખતાં હોય તો તેની સાથે ધાતુની કોઈ વસ્તુ ન રાખવી. ખાસ કરીને ચાકુ, કાતર જેવી વસ્તુઓ.

– ચલણી નોટને પર્સમાં તેમજ અન્ય ક્યાંય પણ રાખો તો તેને સીધી જ રાખવી. બેવડીવાળીને કે ગંદી થાય તે રીતે ન રાખવી.

– રાત્રે સૂતી વખતે પર્સને ઓશિકા નીચે ન રાખવું. આમ કરવાથી લક્ષ્મજી નારાજ થઈ જાય છે.


– તિજોરીમાં રોકડ રકમ સાથે ગોમતી ચક્ર અથવા કોડી અચૂક રાખવી. આમ કરવાથી ધનવૃદ્ધિ થશે.

દરરોજ અલગ અલગ વિષય પર મહત્વની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ