કેળા ખાવાથી જેટલો ફાયદો થાય છે એટલા નુકશાન પણ છે જાણો અને હવે ધ્યાન રાખજો…

કેળા ખાવા સ્વાસ્થ્ય માટે સારા એવું તમે અનેકવાર સાંભળ્યું હશે. કારણ કે કેળા પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, ફાઈબર અને એનર્જીથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પોષકતત્વોથી ભરપૂર કેળા ક્યારેય નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે ? નથી જાણતાં તો આજે જાણી લો કેળાનું સેવન ક્યારે ન કરવું.

કેળા ઉત્તમ ફળમાંથી એક છે પરંતુ વ્યક્તિને જ્યારે ખાસ પ્રકારની બીમારી હોય ત્યારે કેળાનું સેવન ન કરવું જોઈએ. જો આવા સમયમાં કેળા ખાશો તો તમારી તકલીફ બેગણી વધી જશે. તો ચાલો તમને જણાવી દઈએ કે કેળાનું સેવન ક્યારે કરવું અને ક્યારે નહીં.

એસિડિટી, ડાયરિયા, બ્લડ પ્રેશર, કેન્સર, છાતીમાં દુખાવો, ખરજવું, અલ્સર જેવી તકલીફ હોય ત્યારે કેળા ખાવા જોઈએ. આ સમસ્યાઓમાં કેળા ખાવાથી તકલીફ ઘટી જાય છે. પરંતુ નીચે દર્શાવેલી તકલીફમાં કેળા ખાવાથી સમસ્યા વધી શકે છે.

માઇગ્રેન

જે વ્યક્તિને માઇગ્રેન હોય અને વાંરવાર માથામાં દુખાવો થતો હોય તેણે કેળાનું સેવન ન કરવું. કેળામાં ટાયરામાઇન નામનો પદાર્થ હોય છે, જેનાથી માઇગ્રેનનો દુખાવો વધી જાય છે.

દાંત કે પેઢામાં સડો હોય ત્યારે

જો પેઢામાં કે દાંતમાં સડો હોય તો પણ કેળા ખાવાનું ટાળવું. કેળામાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે જે દાંતને વધારે ખરાબ કરી શકે છે. કેટલાક સંશોધનોમાં ખુલાસો થયો છે કે કેળા ખાવાથી દાંતનો સડો વધી જાય છે.

કબજીયાત

કેળા ખાવાથી પેટની તકલીફ દુર થાય છે તે માત્ર માન્યતા છે. કેળાનું સેવન કબજીયાતમાં કરવાથી તમારી હાલત બગડી શકે છે. કેળામાં રહેલું ટૈનિડ એસિડ પાચન તંત્ર પર અસર કરે છે. જો કે સાવ પાકી ગયું હોય તેવું કેળું ખાવાથી કબજીયાતમાં રાહત થઈ શકે છે.

નર્વ્સને નુકસાન થવું

કેળામાં વિટામિન બી6 હોય છે. કેળાનું વધારે પડતું સેવન કરવાથી નર્વ્સ ડૈમેજ થઈ જવાનું જોખમ વધી જાય છે. જો તમે રોજ કસરત કરતાં હોય તો વધારે નુકસાન નહીં થાય પરંતુ જો તમે બેઠાડું જીવન જીવતાં હશો તો કેળા તમને મોટું નુકસાન પહોંચાડશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્વાસ્થ્યને લગતી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર તમે લાઇક કર્યું કે નહિ..

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ