આ એન્જીનીયર નોકરી કે ધંધો નહિં, પણ ખેતરમાં ગૌશાળા બનાવીને ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવે છે ધૂપસળી

થોડા દિવસ પહેલા ગોંડલ પાસે આવેલી પ્રયોશા ગૌશાળા અને જૈવિક ખેતી જોવા તથા જાણવાનો અવસર મળ્યો. આજની યુવા પેઢી ખેતી અને પશુપાલનને નિમ્ન સમજે છે અને એવું કામ કરવામાં શરમ અનુભવે છે ત્યારે વલ્લભ વિદ્યાનગરની BVMમાંથી બી.ઇ. અને અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાંથી એમ.ઇ.નો અભ્યાસ કરેલો છે એવો તરવરિયો યુવાન શરદ ગજેરા ગોંડલની બાજુમાં આવેલા પોતાના ખેતરમાં જૈવિક ખેતી કરે છે અને ગૌશાળા ચલાવે છે. વિશેષ અભિનંદન તો એમના ધર્મપત્નીને આપવા ઘટે કારણકે એ એમના ભણેલા ગણેલા એન્જીનીયર પતિને ખેતી અને પશુપાલનના કામમાં પૂરો સહયોગ આપે છે.

image source

શરદના ખેતરમાં આંટો મારો એટલે તમને જુદા જ વાઈબ્રેશનની અનુભૂતિ થાય. પક્ષીઓના અવાજ પણ સંભળાય અને જુદા જુદા જીવ જંતુઓ પણ આંટાફેરા કરતા જોવા મળે. ખેતર જાણે કે જીવતું હોય એવું લાગે. તમે થોડીવાર બેસો ને દિવસભરનો થાક ગાયબ થઈ જાય.

image source

ખેતરમાં જ ગૌશાળા તૈયાર કરી છે. બધી જ દેશી ગીર ગાય અને ગૌવંશને સંતાનની જેમ સાચવવામાં આવે છે. હું ગૌશાળા પાસે ઉભો ઉભો નિરીક્ષણ કરતો હતો ત્યારે જ એક ગાયે પેશાબ કર્યો. ત્યાં હાજર ભાઈએ તુરંત જ દોડીને ગૌમૂત્રને એક વાસણમાં ઝીલી લીધું. મેં પૂછ્યું કે આ ગૌમૂત્રનું શુ કરો ? શરદએ સમજાવ્યું કે અમે ગાયનું છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ધૂપસળી બનાવીએ છીએ. મને જાણવામાં રસ પડ્યો એટલે મેં ધૂપસળી બાબતે વિશેષ પૂછપરછ કરી.

image source

ગાયના છાણ અને ગૌમૂત્રના મિશ્રણમાં જુદી જુદી આયુર્વેદિક ઔષધિઓ જેવી કે નાગરમોથ, જટામાસી, કપૂર, ગુગળ, ઉપરાંત દેશી ગાયનું ઘી અને મધ ઉમેરીને હાથે જ ધૂપસળી બનાવવામાં આવે છે. ધૂપસળી રાખવા માટેનું સ્ટેન્ડ પણ માટી અને ગાયના છાણમાંથી જ બને જેથી પર્યાવરણની રક્ષા પણ થાય. કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઘણી ફ્રેગરન્સમાં એમણે ધૂપસળી બનાવી છે. તજ અને હવનની ફ્રેગરન્સ તો સાવ અલાયદી.

image source

હું ધૂપસળી ઘરે લાવ્યો. ઘરમાં અને ઓફિસમાં તેનો ઉપયોગ શરૂ કર્યો. આ અગરબતી નહીં ધૂપસળી છે એટલે સુગંધ ઓછી અને ધુમાડો વધુ હોય એ સ્વાભાવિક છે પરંતુ વાતાવરણને કોઈ અનોખી ઉર્જાથી ભરી દે છે એ મારો ખુદનો અનુભવ છે. એકવખત અગરબતીના બદલે આવી ધૂપસળીનો ઉપયોગ કરીને અનુભવ કરવા જેવો છે.

ભાઈ શરદ (9904829278)

ગૌવંશના જતન માટેના તારા પ્રયાસને વંદન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ