આ જગ્યા પર સિલિન્ડર ફાટતા લોકોએ કરી દોડાદોડી, વાંચી લો પૂરી ઘટનામાં શું થયુ તે..

ફાટેલા સિલિન્ડરની તીવ્ર ગંધથી દોડાદોડી મચી ગઈ – કેટલાંએ થઈ ગયા બેભાન

image source

આજકાલ લોકોની બેદરકારી તેમજ કંપનીની બેદરકારીના કારણે સિલિન્ડર ફાટવાની ઘટના વધવા લાગી છે. અને તેનો ભોગ નિર્દોશોએ બનવું પડે છે.

તાજેતરમાં જારખંડના હજારીબાગ શહેરમાં પણ આવી જ એક ગોજારી ઘટના ઘટી ગઈ.

image source

અહીંના એક વિસ્તાર કે જેનું નામ મલ્હાર ટોલી છે ત્યાં ગુરુવારે રાત્રે મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં આવેલી પ્રિમિયમ બરફ ફેક્ટરીમાં રાખવામાં આવેલો એક સિલિંડર ફાટી ગયો હતો અને તેના કારણે ત્યાંની ગીચ વસ્તીમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. સિલિન્ડર ફાટ્યા બાદ એમોનિયમ નાઇટ્રેટ ગેસની ગંધ સમગ્ર વિસ્તારમાં તીવ્ર રીતે ફેલાઈ ગઈ હતી. જેના કારણે લોકોએ પોતાના ઘરો છોડીને નાસવું પડ્યું હતું.

માત્ર થોડા ક જ કલાકોમાં આસપાસ રહેતાં 25થી વધારે લોકો ગેસના લિકેજથી બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ઘટના બાદ આ વિસ્તારના 500થી વધારે ઘરોમાંથી લોકો બહાર નીકળી ગયા હતા. અને ગેસનું લીકેજ એટલું તીવ્ર હતું કે તેની દુર્ગંધ બીજા વિસ્તારમાં પણ ફેલાઈ ગઈ હતી.

image source

ગેસના લીકેજના કારણે અનેક લોકો બેભાન થઈ ગયા હોવાથી નજીની હોસ્પિટલોમાં પણ લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. રાત્રે દસ વાગ્યા આસપાસ અહીં આસપાસના વિસ્તારના સેંકડો લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પિડિતોને એમ્બ્યુલન્સ, રીક્ષા તેમજ બાઈક પર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા.

image source

આ દરમિયાન એક બહાદૂર યુવક જેનું નામ મેહંદી હતું તે પણ બેહોશ લોકોને બચાવવા ગયો હતો પણ તે પોતે પણ બેહોશ થઈ ગયો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા અને આશા છે કે તેવા દુઃખદ સમાચાર મળે પણ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ