છત કે દિવાલ વગરની સ્વિટ્ઝરલેન્ડની આ હોટલમાં લોકો રહેવા માટે કરે છે પડાપડી

ક્યારેક ઘરથી દૂર બીજા અજાણ્યા શહેરમાં જવાનુ થાય ત્યારે આપણે જ વિચારતા હોઈએ છીએ કે ક્યાંક સારી, ઘર જેવી સુવિધાઓ વાળી અને સસ્તી હોટલ મળી જાય જેથી મુસાફરીનો થાક પણ ઉતરી જાય અને રહેવાની ચિંતા પણ ન રહે.

image source

નાનકડા ગેસ્ટહાઉસથી માંડીને ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલમાં જનારા તમામ ગ્રાહકો એવું જ ઇચ્છતા હોય છે કે જે હોટલમાં રોકાયા છે ત્યાં ઘર જેવી બધી જ સુવિધાઓ મળી રહે.

અને આપણે સૌ જાણીએ જ છીએ કે ઘર એટલે છત અને દિવાલોથી બનેલું એક મકાન છે. જે આપણને સખત તાપ, કડકડતી ઠંડી અને ધોધમાર વરસાદથી રક્ષણ આપે છે. હોટલમાં પણ આ મૂળભૂત સુવિધાઓ તો હોવી જ જોઈએ.

પરંતુ જેની કોઈ દીવાલ નથી કે જેની કોઈ છત નથી તેને તમે હોટલ કહી શકો ? હોટલ તો દૂરની વાત રહી આપણે તેની ઘર પણ ના કહીએ.

image source

પરંતુ આ દુનિયામાં એક હોટલ એવી પણ છે જેની છત કે દીવાલ છે જ નહીં છતાં અહીં રહેવા માટે લોકો આવે છે.

તો આ નવીનતા સભર હોટલ ક્યાં છે ?

અને કેવી છે ?

આવો તે વિશે જરા વિસ્તારથી જાણીએ..

image source

સ્વિટ્ઝર્લૅન્ડના તીફેન (Teufwn) શહેરમાં એક હોટલ આવેલી છે જેનું નામ છે The Null Stern Hotel.

જો કે આ હોટલમાં અન્ય હોટલમાં હોય તેવી મૂળભૂત સુવિધાઓ તો છે જ. પરંતુ કુદરતી વાતાવરણમાં સમય વિતાવવા માંગતા ગ્રાહકો માટે આ હોટલ એક સ્પેશિયલ સુવિધા પૂરી પાડે છે.

image source

આ હોટલનો એક ભાગ એવી જગ્યાએ સ્થિત છે જેને જોઈને તમે પોતાને અહીં રોકાવવા માટે ઉતાવળા થઈ જશો. ત્યાં દિવાલની જગ્યાએ લીલીછમ પહાડીઓ છે અને છતની જગ્યાએ ખુલ્લુ આસમાન. હા, તમારે માટે અહીં અમુક ટેબલ, પથારી તથા હોટલનો સ્ટાફ ખડેપગે રહેશે.

તસવીરમાં દેખાય છે તેમ આ હોટલનું આ સ્પેશિયલ લોકેશન એટલું આહલાદક અને આંખોને જોવું ગમે તેવું છે જેને કારણે તે અહીં આવતા ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

image source

આ હોટલ સ્વિટ્ઝર્લેન્ડના ફ્રેન્ક અને રીકલીન નામના બે આર્ટિસ્ટએ બનાવી છે. હોટલ ફેમસ થઈ ગયા બાદ હવે તેને સામાન્ય લોકો માટે પણ ખોલી દેવામાં આવી છે.

image source

આટલું વાંચીને જો તમને પણ આ હોટલમાં રહેવાનું મન થયું હોય તો એ માટે તમારે તમારા બન્ને ખિસ્સા હળવા કરવા પડશે. કારણ કે અહીં એક રાત્રી માટે રોકવાનો ખર્ચ 250 સ્વિસ ફ્રેન્કસ છે એટલે લગભગ 17,963 ભારતીય રૂપિયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ