શરીરના વિવિધ અંગ પર દેખાતા તલનું શું છે મહત્વ, જાણો તમે પણ

શરીરના વિવિધ અંગ પર દેખાતા તલનું શું છે મહત્વ જાણો તમે પણ

તલ કે મસા શરીરના જુદા જુદા અંગો પર હોય છે. આ તલના રંગ, આકાર અને તે કયા સ્થાન પર છે તેના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. શરીર અલગ અલગ ભાગ પરના તલનું અલગ અલગ મહત્વ હોય છે.

આ તલ વ્યક્તિના સ્વભાવ વિશે પણ સંકેત કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના તલનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવ્યું છે તેના વિશે.

ચહેરા પર તલ

image source

જો ચહેરાની જમણી બાજુ લાલ અથવા કાળા રંગનો તલ હોય તો તે વ્યક્તિ પ્રખ્યાત,શ્રીમંત અને ખુશ મિજાજ હોય છે.

હોઠ પર તલ

જો નીચલા હોઠ પર તલની નિશાની હોય તો તે વ્યક્તિ ગરીબ હોય છે અને જીવનભર દરિદ્રતામાં દિવસો વિતાવે છે.

image source

જો ઉપરના હોઠ પર તલની નિશાની હોય તો આવી વ્યક્તિ કામકાજી અને ખૂબ વૈભવી જીવન જીવનાર અને ધનવાન હોય છે.

ડાબા કાનના ઉપલા ભાગ પર તલ

જો વ્યક્તિના ડાબા કાનના ઉપલા છેડે તલનું ચિહ્ન હોય તો તે વ્યક્તિ દીર્ધાયુષ્ય હોય છે પરંતુ તેનું શરીર થોડું નબળું હોય છે.

image source

નાકના મધ્ય ભાગમાં તલ

જો નાકના મધ્ય ભાગમાં તલ હોય યાત્રા પ્રિય વ્યક્તિ પરંતુ સ્વભાવે દુષ્ટ હોય છે.

કનપટ્ટી પર તલ

જો કનપટ્ટી પર તલ હોય તો તે વ્યક્તિ પ્રેમી, સમૃદ્ધ અને સુખી વ્યક્તિ તરીકે પોતાનું જીવન પસાર કરશે.

image source

ડાબા ગાલ પર તલ

જો ડાબી બાજુના ગાલ પર તલની નિશાની હોય, તો ઘરનો વ્યક્તિ ઘરમાં સુખથી જીવે છે પરંતુ તેના જીવનમાં ધનની ખામી રહેતી હોય છે.

દાઢી પર તલ

image source

જો દાઢી પર તલ હોય તો તે વ્યક્તિ થોડો સ્વાર્થી હોય છે પરંતુ તે સતત કાર્યરત રહે છે.

જમણા કાનની નજીક તલ

જો જમણા કાનની નજીક તલ હોય તો વ્યક્તિ હિંમતવાન હોય છે.

image source

કપાળ નજીક તલ

જો કપાળ પર ભ્રમરની નજીક તલ હોય તો તે વ્યક્તિની આંખો નબળી હોય છે.

જમણા ગાલ પર તલ

image source

જો જમણા ગાલ પર તલની નિશાની હોય તો આવી વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે.

ગળા પર તલ

જો ગળામાં તલ હોય તો તેવા લોકો બુદ્ધિશાળી હોય છે અને તેમના પ્રયત્નો દ્વારા સંપત્તિ એકઠી કરે છે.

જમણી આંખ પાસે તલ

image source

જો જમણી આંખના નીચલા ભાગ પર તલનાં ચિહ્નો હોય તો તે વ્યક્તિ સમૃદ્ધ અને ખુશ રહે છે.

નાકની ડાબી બાજુ તલ

જો નાકની ડાબી બાજુ તલ હોય તો તે વ્યક્તિ ખૂબ પ્રયત્નો કર્યા પછી સફળતા પ્રાપ્ત કરે છે.

ભમર નજીક તલ

image source

જો ડાબી આંખની ભમરની નજીક એક તલ હોય તો તે વ્યક્તિ એકલતા પ્રિય અને તે સામાન્ય જીવન જીવનાર હોય છે.

બંને ભમર વચ્ચેની તલ

જો બંને ભ્રમર વચ્ચેના ભાગમાં તલની નિશાની હોય તો તે વ્યક્તિ ધાર્મિકવૃત્તિવાળો અને ઉદાર હૃદયનો સ્વામી હોય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ