કોરોનાના દર્દીઓનુ હોસ્પિ.માં આટલુ બધુ રાખવામાં આવે છે ધ્યાન, જાણો કોરોના વાયરસમાંથી બહાર આવેલા વલય શાહના શબ્દોમાં…

કોરોના દર્દી હોસ્પિટલની સેવાથી થયો અભિભૂત – કોરોના દર્દીઓને આપવામાં આવી રહી છે ફાઇવસ્ટાર જેવી સગવડો

સમગ્ર દેશમાં કોરોના વાયરસે મહામારી ફેલાવી છે. દીવસેને દીવસે કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વલય શાહ નામના એક કોરોના પેશન્ટ આ જીવલેણ બીમારીને માત આપીને સાજા થઈ ગયા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે.

વલય શાહ SVP હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સંભાળના ભારોભાર વખાણ કરી રહ્યા છે. વલય શાહને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના હોસ્પિટલ દરમિયાનના રહેવાસ તેમજ હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલી સંભાળ બાબતે સોશિયલ મિડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે.

તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એસવીપી હોસ્પિટલ, અમદાવાદ એએમસી અને એએમસી કમિશ્વીનર વિજય નેહરાનો આભાર માનતા એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેઓ જણાવે છે. કે તેમને 26મી માર્ચે કોવીડ-19 હોવાનું નિદાન થયું હતું. તેમણે સતત 20 દિવસ આ બિમારી સામે લડત આપી છે અને છેવટે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ બન્યા છે. તેમને એસવીપી હોસ્પિટલ દ્વારા 15મી એપ્રિલે ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે.

તેમણે હોસ્પિટલના સ્ટાફની નિઃસ્વાર્થ સમર્પિતતાને બિરદાવી હતી. તેમને આ પોસ્ટ એટલા માટે લખવાનું મન થયું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી હેલ્થવર્કર પર જે હૂમલા થઈ રહ્યા છે તેનાથી તેઓ દુઃખ અનુભવી રહ્યા છે. અને માટે જ તેમણે આ આભાર વ્યક્ત કરતી પોસ્ટ લખી છે.

તેમણે પોતાના અનુભવો ટાંકતા લખ્યું છે. હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ દર્દીને એક કીટ આપવામાં આવે છે જેમાં એક ડોલ, એક ટમ્બલર, ઉપરાંત ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, શાવર જેલ, બૉડી લોશન, શેમ્પુ, કન્ડિશનર, શેવિંગ કીટ, કાંસકો તેમજ ડિસ્પોઝેબલ સ્લિપર આપવામાં આવે છે.

image source

સવારના 6.30થી રાત્રે 11 વાગ્યા સુધી દર્દીને આપવામાં આવે છે સંપૂર્ણ હેલ્થી ખોરાક

  • સવારે 6.30 ચા અને બિસ્કિટ
  • સવારે 9.00 વાગે નાશ્તો જેમાં પૌઆ, ઢોકળા, ઉપમા ઇડિલી સંભાર વિગેરે આપવામાં આવે છે
  • સવારે 11.00 વાગે મગનું ગરમ પાણી આપવામાં આવે છે
  • બપોરે 1.00 વાગે ભોજનમાં એક મીઠાઈ પણ આપવામાં આવે છે.
  • બપોરે 3.00 વાગે નાશ્તામાં કેળા
  • બપોરે 4.00 વાગે નાશ્તામાં ચા અને બિસ્કીટ
  • સાંજે 5.00 વાગે સેન્ડવીચ
  • સાંજે 6.00 વાગે તુવેરદાળનું ગરમ પાણી
  • સાંજે 6.30 વાગે લીંબુપાણી
  • રાત્રે 8.00 વાગે સંપૂર્ણ પૌષ્ટિક ભોજન
  • રાત્રે 11.00 વાગે ચા અને બિસ્કિટ

કોઈ પણ રોગમાં દર્દી માટે સૌથી મહત્ત્વનો ભાગ પૌષ્ટિક અને સંતુલિત ભોજન ભજવે છે. જે વલય શાહને આ હોસ્પિટલ દ્વારા નિયમિત આપવામાં આવ્યું હતું.

image source

હોસ્પિટલની અન્ય સુવિધાથી પણ વલય શાહને છે પૂર્ણ સંતોષ

તેઓ વધારામાં જણાવે છે કે દર્દીને રોજ નવા સ્વચ્છ વસ્ત્રો આપવામાં આવતા હતા અને રોજ બેડશીટ પણ બદલવામાં આવતી હતી. આ ઉપરાંત દર્દીના બાથરૂમમાં નાહવા માટે વોટર હીટરની પણ વ્યવસ્થા આપવામાં આવેલી છે. તેમજ દર્દીને મુશ્કેલી ન પડે તે માટે બેડની નજીક જ મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ પણ છે. તેમજ દર્દી પર એકધારી નજર રાખવામા માટે 24 કલાક નર્સિંગ સ્ટાફ પણ હાજર રહે છે અને ડોક્ટર પણ સમયાંતરે મુલાકાત લેતા રહે છે. વલય શાહના કહેવા પ્રમાણે તેમણે સરકારી હોસ્પિટલમાં આવી લક્ઝરિયસ સુવિધાઓ મળશે તેવી અપેક્ષા નહોતી રાખી. તેમણે આ બદલ ગુજરાત સરકારનો પણ આભાર માન્યો છે.

image source

કોરોના દર્દીઓ દ્વારા જ્યારે સરકારી હોસ્પિટેલની વ્યવસ્થા વિષે ભારોભાર વખાણ સાંભળવામાં આવે ત્યારે ખરેખર જ આસપાસ જ્યાં ક્યાંય પણ કોરોના યોદ્ધાઓ પર જે હૂમલા થઈ રહ્યા છે તે જોઈને દુઃખની લાગણી થયા વગર ન રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ