શું તમે જાણો છો પ્રેગનેન્સી દરમિયાન આ વસ્તુઓ ખાવાનું પસંદ હતું ઐશ્વર્યા રાયને, અભિષેક તેણીની ઇચ્છાઓ પૂરી કરવા લગાવતા હતા ચક્કરો..

શું તમે જાણો છો પ્રેગનેન્સી દરમિયાન આ વસ્તુઓ ખાવાનું પસંદ હતું ઐશ્વર્યા રાયને, અભિષેક તેણીની ઇચ્છાઓ પૂરી કરવા લગાવતા હતા ચક્કરો..

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતની એક ખુબ જ સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય એક પરફેક્ટ માતા બનવાના તમામ ગુણો ધરાવે છે. તેણીએ વર્ષ ૨૦૧૧મા પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. હાલ, તો ચારેય તરફ અનુષ્કા અને કરીના કપૂરની ગર્ભાવસ્થા અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે શું તમને ખ્યાલ છે કે ઐશ્વર્યાને પોતાની ગર્ભાવસ્થા દરમિયાન કઈ-કઈ ચીજવસ્તુઓની ક્રેવીંગ થઇ હતી? અને આ ક્રેવીંગને શાંત કરવા માટે અભિષેકે શું-શું કર્યુ હતુ? ચાલો જાણીએ.

image source

એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, બચ્ચન પરિવારની આ પુત્રવધૂ વર્ષ ૨૦૧૧મા માતા બની હતી અને તેણી તેની ગર્ભાવસ્થાના દિવસોમા મીડિયાની સામે ભાગ્યે જ જોવા મળી હતી અને જ્યારે પણ તે મીડિયા સામે આવતી ત્યારે તેણીએ પોતાનો બેબી બમ્પ પણ છુપાવ્યો હતો. ઐશ્વર્યા તેના અંગત જીવનને લઈને મીડિયાથી હમેંશા દૂર રહે છે પરંતુ, આજે અમે તમને તેણીને ગર્ભાવસ્થા દરમિયાન કેવી-કેવી ક્રેવીંગ થતી તેના વિશે જણાવીશુ.

image source

ગર્ભાવસ્થાના દિવસોમા તેણીને પીઝા, ઢોકળા, આમલીનુ અથાણુ, દહીવડા, પાવભાજી અને સબ્જી-પરોઠા ખાવાની ઈચ્છા થતી હતી. ફક્ત અભિષેક જ નહી પરંતુ, તેની માતા જયા બચ્ચન પણ તેણીની ક્રેવીંગ પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહે છે. અભિષેક ગર્ભાવસ્થા દરમિયાન હંમેશા તેની પત્નીને ખુશ રાખવા ઈચ્છતો હતો.

image source

અમુક અહેવાલો મુજબ જ્યારે ઐશ્વર્યા ગર્ભવતી હતી ત્યારે તે મસાલેદાર વસ્તુઓ ખુબ જ વધારે ખાતી હતી. તેણીને જ્યારે પણ મસાલેદાર વસ્તુઓ ખાવા માટેની ક્રેવીંગ થતી ત્યારે અભિષેક તેમના માટે મસાલેદાર પાવભાજી અને આમલીનુ અથાણુ લઈને આવતા અને આ બંને વસ્તુઓ ખાઈને તેણીની ક્રેવીંગ તુરંત શાંત થઇ જતી.

image source

ઘણા લોકો એવુ માનતા હોય છે કે, ગર્ભાવસ્થા સમયે મસાલેદાર વસ્તુઓનુ સેવન કરવુ તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે પરંતુ, તમને જણાવી દઈએ કે, આ સમય દરમિયાન મસાલેદાર ભોજન એ માતા અને નવજાત શિશુ બંને માટે ૧૦૦ ટકા સલામત છે. ગર્ભ પર તેની કોઈપણ પ્રકારની ખરાબ અસર પડતી નથી.

image source

વર્ષ ૨૦૧૯મા કરવામા આવેલા એક સંશોધન પ્રમાણે ગર્ભાવસ્થામા અમુક વસ્તુઓનુ સેવન કરવાથી એમ્નિઅટિક પ્રવાહીનો સ્વાદ બદલાઈ શકે છે. જો કે, ખાસ કરીને મસાલેદાર ખોરાક વિશે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. સગર્ભાવસ્થામાં મસાલેદાર ખોરાક ખાવાથી બાળક ટેસ્ટ બડ્સ સક્રિય થાય છે અને જો તમે ગર્ભાવસ્થામાં વધુ મસાલેદાર ખોરાક ખાઓ છો, તો પછી બાળક પણ મસાલેદાર ખોરાક લેવાનુ વધુ પડતુ પસંદ કરશે.

image source

હા પણ એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, જો વધુ પડતુ મસાલેદાર ભોજનનુ સેવન કરવામા આવે તો તેની અસર માતા પર થઇ શકે છે. એટલા માટે શક્ય બને તો આ ગર્ભાવસ્થાના સમયે વધુ પડતુ પાણીનુ સેવન કરવુ અને મસાલેદાર ભોજન બનાવવા માટે પણ હમેંશા સારી એવી સામગ્રીનો ઉપયોગ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ