શું તમે જાણો છો હાલમાં કેટલા દેશો કોરોનાની રસી શોધવામાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે?

80 દેશો શોધી રહ્યા છે કોરોનાની રસી; 6 સફળતાના દાવા, 120 રસીઓ પર પરીક્ષણ ચાલુ

image source

કોરના વાયરસની મહામારી કે જેને મેડીકલની ભાષામાં SARS-CoV-2 પણ કહેવાય છે, એને રોકવા માટે આખા વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધકો રસી બનાવવાની કોશિશ કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણવ્યા મુજબ આ મહામારીને રોકવા માટે અત્યારે આખાય વિશ્વમાં 102 સંસ્થાઓ રસી શોધવામાં લાગેલી છે અને 120 સંભવિત ઇન્જેક્શન ઉપર પરીક્ષણો પણ ચાલી રહ્યા છે. આ કામમાં 80થી વધુ દેશની મેડીકલ સંસ્થાઓ પણ સંયુક્તપણે આ શોધમાં લાગેલ છે. આપને જણાવી દઈએ કે આખી દુનિયામાં 40 લાખથી વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે અને 2.78 લાખ લોકોનો જીવ જઈ ચુક્યો છે.

ભારત, જર્મની, અમેરિકા સાથે મળીને બનાવી રહ્યા છે દવા

image source

આ વાયરસ રોકવા માટે ભારત, જર્મની, અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થાઓ એક સાથે મળીને પરીક્ષણ કરી રહી છે. સૌથી પહેલા ચીને ૪ માર્ચે, અમેરિકાએ ૨૪ માર્ચે, બ્રિટને ૨૧ એપ્રિલે, ઈજરાઈલે ૫ મે, ઇટલીએ ૬ મે અને નેધરલેંડે ૭ મેએ રસી અથવા એન્ટીબોડી બનાવવાનો દાવો કર્યો. વિશ્વ બહારના મીડિયામાં પણ કોરોનાના એન્ટીબોડી, રસી બનાવવા અથવા ઉપચારને લગતી લગભગ દરેક બીજા દિવસે નવી ખબર આવે છે. 4 માર્ચના દિવસે ચીનથી ખબર આવી હતી કે 53 વર્ષના શેન વેઈના નેતૃત્વ વાળી ટીમે મીલીટરી મેડીકલ સાઈન્સ એકેડમીમાં કોરોનાથી બચવાની રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

image source

આ ચીનની પ્રખ્યાત એકેડમી છે જેમાં 26 નિષ્ણાંતો, 50થી વધુ વૈજ્ઞાનિકો અને 500થી વધારે અનુભવી લોકો કામ કરે છે. એના સિવાય ચીનની ત્રણ કંપનીઓ કૈનસીનો બયોલોજીક્સ, વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ્સ, સીનોવેક બાયોટેકે પણ દાવો કર્યો છે કે એ લોકો રસી પરીક્ષણના પ્રથમ પગથીયા પર છે. સીનોવેક બાયોટેક તો માણસો પર ટ્રાયલ કર્યાનો દાવો પણ કર્યો હતો.

ઇઝરાઇલ, નેધરલેન્ડને એન્ટિબોડીઝ બનાવવામાં મળી સફળતા

image source

5 મેના દિવસે તેલ અવિવથી સમાચાર આવ્યા કે ઇઝરાઇલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચ (IIBR) એ એક એન્ટિબોડી બનાવવામાં સફળતા મેળવી, જે મોનોક્લોન પ્રક્રિયાથી કોરોના વાયરસ પર હુમલો કરે છે. ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન નૈફ્ટલી બેનેટેના જણાવ્યા અનુસાર, એન્ટિબોડી મોનોક્લોન તરીકે એટલે કે આ વ્યક્તિના શરીરના અંદર જ વાયરસને મારવામાં સક્ષમ છે. જો કે, એમણે એ પણ નથી કહ્યું કે રસીનું પરીક્ષણ માણસ પર થયું છે કે નહિ. બીજી બાજુ, નેધરલેન્ડમાં યુટ્રેચડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 47D11 નામની એક એવી એન્ટિબોડી શોધી કાઢી છે, જે કોરોનાવાયરસના સ્પાઇક પ્રોટીનને જકડીને અવરોધે છે, કારણ કે કોરોના શરીરમાં ચેપ ફેલાવવા માટે આ જ સ્પાઇક પ્રોટીન સાથે કોષોને જકડી લે છે.

image source

સંશોધનકારોએ લેબમાં વિવિધ પ્રકારના કોરોનાવાયરસ સ્પાઇક પ્રોટીનને પ્રયોગશાળાના ઉંદરોના કોષોમાં ઇન્જેક્ટ કર્યા. તેમાં SARS-CoV2, સાર્સ અને મર્સ વાયરસ પણ શામેલ હતા. સંશોધનકારોએ કોરોનાને હરાવનારી ઉંદરોની 51 એન્ટિબોડીઝને અલગ કરી હતી. તેમાંથી ફક્ત 47D11 નામની એન્ટિબોડીઝ એવી હતી જે ચેપ અટકાવવામાં સફળ રહી હતી.

ઇટલીએ રસીના સૌથી અદ્યતન તબક્કાનો દાવો કર્યો છે

image source

ઇટલીના ટેકીઝ બાયોટેકે દાવો કર્યો છે કે તેની રસી સૌથી અદ્યતન તબક્કે છે. 6 મેના દિવસે રોમથી સમાચાર આવ્યા કે ટેકીઝ બાયોટેકે એક એવી રસી વિકસાવી છે જે પરીક્ષણના સૌથી અદ્યતન તબક્કે છે. ટેકીઝના સીઈઓ લુઇગી ઓરસિચિઓએ ઇટાલિયન સમાચાર એજન્સી એએનએસએને જણાવ્યું હતું કે રસીનું જલ્દીથી માનવ પરીક્ષણ કરવામાં આવશે. આ રસી દ્વારા ઉંદરમાં એન્ટિબોડીઝ વિકસિત કરવામાં આવી છે. વિકસિત એન્ટિબોડીઝ વાયરસને કોષો પર હુમલો કરતા અટકાવે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે માનવ કોષો પર પણ કામ કરે છે.

ભારતમાં સીએસઆઈઆર (CSIR) રસીનું પરીક્ષણ કરી રહી છે

image source

ભારતમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા (CSIR)એ કોવિડ-૧૯ની રસીનું પરીક્ષણ કરી રહી છે, ઉપરાંત અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની હેસ્ટર બાયોસાયન્સે 22 એપ્રિલે જાહેરાત કરી હતી કે તે ભારતીય ટેકનોલોજી સંસ્થા ગુવાહાટીના સહયોગથી કોરોનાની રસી વિકસાવશે. નોંધપાત્ર વાત એ છે કે, પૂણેની સીરમ સંસ્થાએ દાવો કર્યો હતો કે તે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કોરોનાની રસી લાવશે, જેની કિંમત લગભગ 1000 રૂપિયા હશે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ