રણબીર કપૂરને હોઠ પર ઇજા થતા લોહી-લોહી, તેમ છતા કરતો રહ્યો દુખ સહન અને ફેન્સ સાથે લીધી સેલ્ફી, VIDEO

રણવીર કપૂરના ફેન્સ માટે એક ખરાબ સમાચાર બ્રહ્માસ્ત્ર એકટર રણવીર કપૂર ફૂટબોલ રમતા ઘાયલ થઈ ગયો છે. રણવીર કપૂરને હોઠમાં વાગી ગયું છે. સોશિયલ મીડિયા પર રણવીર કપૂરના વિડિઓ પણ વાઇરલ થઈ રહ્યા છે.

રણવીર કપૂર ફૂટબોલ રમવાનો ખૂબ શોખીન છે. દરેક રજાઓમાં રણવીરને ફૂટબોલ રમતા જોવામાં આવ્યો છે. તેમજ આ ફૂટબોલ રમતા તે ઘાયલ થઈ ગયો છે. રણવીરના વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

image source

રણવીર કપૂર રવિવારના દિવસે જુહુમાં આવેલ ફૂટબોલ મેદાનમાં ફ્રેન્ડલી મેચ રમી રહ્યા હતા. આ ફ્રેન્ડલી મેચ દરમિયાન રણવીર કપૂરે કેટલાક ગોલ પણ કર્યા. આ દરમિયાન તેમના હોઠમાં ઘાવ લાગી ગયો હતો. વિડીઓમાં રણવીર પોતાનો જખમ છુપાવતા નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

image source

રણવીર ફોટોગ્રાફરને કહી રહ્યા છે કે વાગી ગયું છે. જો કે રણવીર કપૂરને વાગ્યું હોવાછતાં તે તેના ફેન્સને મળે છે ઉપરાંત ફોટો પણ ક્લિક કરાવે છે. રણવીરે આ સિવાય ફોટોગ્રાફર્સ આગળ પોઝ પણ આપ્યો અને તે દરમિયાન તેણે પોતાનો જખમ પણ બતાવ્યો હતો.

ઈશાન અને ઇબ્રાહિમ પણ નજર આવ્યા.

image source

ધડક ફિલ્મના એકટર ઈશાન ખટ્ટર અને સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાને પણ રણવીર કપૂર સાથે ફૂટબોલ રમી રહ્યા હતા. ઈશાન વ્હાઇટ ટેંક ટોપ અને બ્લેક ટ્રેક પેંટમાં નજરે આવ્યા હતા. જ્યારે ઇબ્રાહિમ રેડ એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ જર્સી અને બ્લેક શોર્ટ નજર આવે છે.

image source

આપને જણાવી દઈએ કે ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ દરમિયાન રણવીર કપૂરના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જો કે હાથમાં ફ્રેક્ચર હોવાછતાં પણ રણવીર કપૂરે શૂટિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. રણવીરના હાથમાં પ્લાસ્ટર બાંધેલું હતું.

આ ફિલ્મોમાં જોવા મળશે રણવીર કપૂર.

રણવીર કપૂરના કામની વાત કરીએ તો રણવીર કપૂર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. બ્રહ્માસ્ત્રમાં રણવીર કપૂર આલિયા ભટ્ટની સામે જોવા મળશે. આ ફિલ્મ જૂન, ૨૦૨૦માં રિલીઝ થવાની સંભાવના છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મોની રોય પણ લીડ રોલમાં જોવા મળશે.

image source

રણવીર આ સિવાય શમશેરા ફિલ્મમાં પણ જોવા મળશે. શમશેરા ફિલ્મમાં રણવીરની સામે વાણી કપૂર જોવા મળશે. રણવીરની શમશેરા ફિલ્મ અજય-અતુલની જોડી નિર્દેશિત કરી રહી છે. શમશેરા ફિલ્મમાં વાણી કપૂર ઉપરાંત સંજય દત્ત પણ જોવા મળશે. તેમજ રણવીર કપૂર લવ રંજનની ફિલ્મમાં પણ જોવા મળશે. ઉપરાંત લવ રંજનની ફિલ્મમાં રણવીર કપૂરની સામે શ્રદ્ધા કપૂર જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ