શું તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો? તો આ કાર છે જોરદાર, બુકિંગનો આંકડો જાણીને ફાટી જશે આંખો

જાપાનની પ્રમુખ ઓટોમોબાઇલ કંપની નિસાનએ ડિસેમ્બર 2020 માં પોતાની નવી એસયુવી નિસાન મેગ્નાઈટ લોન્ચ કરી હતી. તેના દમદાર એન્જીન અને આકર્ષક લુકને કારણે ભારતીય કાર બજારમાં આ એસયુવીએ તરખાટ મચાવી દીધો છે. અહેવાલ મુજબ સબ કોમ્પેક્ટ એસયુવી નિસાન મેગ્નાઈટની બુકીંગનો આંકડો 35,000 ને પાર કરી ગયો છે. આ સેંગમેન્ટમાં દિનપ્રતિદિન કાર કંપનીઓની સ્પર્ધા વધી રહી છે. ત્યારે નિસાન મેગ્નાઈટને સારી એવી લોકપ્રિયતા મળી રહી છે. કંપની હવે તેનું ઉત્પાદન વધારવાની તૈયારીમાં છે કારણ કે આ એસયુવીનો વેટિંગ પિરિયડ 9 મહિનાથી પણ વધુનો થઈ ગયો છે.

વિદેશી માર્કેટમાં નિસાન મેગ્નાઈટનું વેંચાણ

image source

કંપની નિસાન મેગ્નાઈટનું ઉત્પાદન એટલા માટે પણ વધારવા માંગે છે કે નિસાન ફક્ત સ્થાનિક બજારમાં જ નહીં પણ વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે. અહેવાલ મુજબ જાપાની કાર નિર્માતા કંપની આ નવી સબકોમ્પેક્ટ એસયુવીને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ લોન્ચ કરવાની સંભાવના પર વિચાર કરી રહી છે. ભારત આ સબકોમ્પેક્ટ એસયુવીના નિકાસ માટેનું કેન્દ્ર બની જશે. કંપનીએ નિસાન મેગ્નાઈટને નિકાસ કરવાના બે સંભવિત બજારોની ઓળખ કરી છે જે દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયા છે. હાલ કંપની પોતાનું ધ્યાન સ્થાનિક બજાર પર આપી રહી છે અને ભારતીય ગ્રાહકોની માંગ પુરી કરવા પ્રયાસ કરી રહી છે.

સેફટી ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મળ્યા

image source

અહેવાલ મુજબ કંપની નિસાન મેગ્નાઈટના 5 યુનિટના પહેલી બેચની નિકાસ કરી ચુકી છે. હાલમાં જ ASEAN NCAP (New Car Assessment Programme) ક્રેશ પ્રોગ્રામમાં સેફટી ટેસ્ટ જાહેર કરાયો હતો. આ ટેસ્ટમાં માટે તે પૈકી એક યુનિટનો ઉપયોગ કરાયો હતો.

image source

ASEAN NCAP (New Car Assessment Programme) સેફટી ક્રેશ ટેસ્ટના રિપોર્ટ મુજબ નિસાન મેગ્નાઈટ સબ કોમ્પેક્ટ એસયુવીનસ એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન શ્રેણી માટે 39.02 પોઇન્ટ મળ્યા હતા. સાથે જ ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન માટે 16.31 પોઇન્ટ સને સેફટી આસિસ્ટ કેટેગરી માટે 15.28 પોઇન્ટ મળ્યા હતા. એસયુવીને ટેસ્ટ કરવામાં આવેલા ટેસ્ટમાં મળેલા કુલ સ્કોરના આધારે 70.60 પોઇન્ટ સાથે 4 સ્ટાર NCAP રેટિંગ મળી હતી.

વેરીએન્ટ

image source

નવી નિસાન મેગ્નાઈટ, CMF – A+ પ્લેટફોર્મ બેઝડ છે જેના લર રીનોલ્ટ ટ્રીબર કામ કરે છે. નિસાને પોતાની નિસાન મેગ્નાઈટને ચાર ડ્રિમ્સમાં લોન્ચ કરી છે. જેમાં XE, XL, XV અને XV પ્રીમિયમનો સમાવેશ થાય છે. તેમાં ગ્રાહકોને 20 અલગ અલગ ગ્રેડસનો વિકલ્પ મળશે. જેમાં ગ્રાહક એન્જીન, ટ્રાન્સમિશન અને ઓપશનલ ફીચર્સના આધારે પોતાનું મોડલ પસંદ કરી શકે છે.

એન્જીન

image source

નિસાન મેગ્નાઈટના ભારતમાં બે પેટ્રોલ એન્જીન સાથે ઉપલબ્ધ છે. 1.0 લીટર અને 1.0 લીટર ટર્બો પેટ્રોલ યુનિટ. તેનું 1.0 લીટર પેટ્રોલ એનJઇન 71 bhp નો પાવર અને 96 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 1.0 લીટર ટર્બો પેટ્રોલ યુનિટ 99 bhp નો પાવર અને 1690 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. જો કે ટર્બો પેટ્રોલ યુનિટમાં વૈકલ્પિક CVT ઓટોમેટીક યુનિટનો પણ વિકલ્પ મળે છે જે 152 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

કિંમત

image source

નિસાન ઇન્ડિયાએ પોતાની સબકોમ્પેક્ટ એસયુવી નિસાન મેગ્નાઈટની કિંમત નવા વર્ષથી વધારી દીધી છે. કંપનીએ આ એસયુવીને ગયા વર્ષ 2020 માં ભારતીય બજારમાં 4.99 લાખ રૂપિયાની શરૂઆતી દિલ્હી એક્સ શોરૂમની કિંમતે લોન્ચ કરી હતી. પરંતુ હવે તેના બેઝ વેરીએન્ટની કિંમત વધી ગઈ છે અને હવે તે 5.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. બાકી અન્ય વેરીએન્ટની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરાયો. પોતાના સેંગમેન્ટમાં આ સૌથી સસ્તી એસયુવી કાર છે અને ભારતમાં તે લોકપ્રિય પણ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ