રણવીર સિંહથી લઈને તાપસી પન્નુ સુધી, આ કલાકારોએ બોલિવૂડમાં કરિયર બનાવવા માટે છોડી દીધી હતી નોકરી

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે જ્યાં ઘણા સ્ટાર કિડસને તેના માતાપિતાએ મદદ કરી હતી, ત્યાં ઘણા સ્ટાર્સ એવા છે જે સેલ્ફ મેડ છે. આ સ્ટાર્સે ન ફક્ત પોતાની મહેનત અને ક્ષમતાના જોરે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કરી, પણ ફિલ્મોમાં તેમની જોરદાર એક્ટિંગથી દર્શકોનું દિલ પણ જીતી લીધું. આમાં આવા સ્ટાર્સ પણ શામેલ છે, જે બોલીવુડમાં આવતા પહેલા નોકરી કરતા હતા, પરંતુ તેમના એક્ટિંગના સપનાને સાકાર કરવા તેમને નોકરી છોડી દીધી. તો ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં સ્ટાર્સે બૉલીવુડ માટે પોતાની નોકરીનું બલિદાન આપ્યું.

રણવીર સિંહ

image source

રણવીર સિંહનું નામ બોલિવૂડના સફળ અભિનેતાઓમાં સામેલ છે, પણ અહીં સુધી પહોંચવા માટે તેમને ખૂબ જ મહેનત કરવી પડી છે. સોનમ કપૂરના કઝીન રણવીર સિંહે યુએસ માંથી ક્રિએટિવ રાઇટિંગનો અભ્યાસ કર્યો હતો. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તે ભારત પરત ફર્યા અને એક એડ એજન્સીમાં નોકરી કરવા લાગ્યા. કેટલીક લોકપ્રિય જાહેરાત એજન્સીઓ માટે કોપિરાઇટર તરીકે કામ કર્યા પછી, એમને એક્ટિંગ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. એમને ફિલ્મ બેન્ડ બાજા બારાત ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો. પણ એમના લક્ષ્યને પામવા માટે એમને એમની નોકરી છોડી દીધી હતી.

તાપસી પન્નુ

image source

એમ કોઈ શંકા નથી કે તાપસી પન્નુ બોલિવૂડની એક ટેલેન્ટેડ અભિનેત્રી છે, પણ તેણે પોતાનું આ સપનું પૂરું કરવા માટે નોકરી છોડી દીધી હતી. તાપસી પન્નુએ નવી દિલ્હીથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી, ત્યારબાદ સોફ્ટવેર એન્જિનિયર તરીકે પણ કામ કર્યું. જો કે, પોતાના એક્ટિંગના સપનાને સાકાર કરવા માટે, તેણે આ નોકરી છોડી દીધી. તેણે એક રિયાલિટી શો માટે ઓડિશન આપ્યું અને અહીંથી જ ગ્લેમર ઇન્ડસ્ટ્રીના દરવાજા તેમના માટે ખુલી ગયા. તાપસીએ ચશ્મે બદદુર ફિલ્મથી પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી એ પછી એ ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે..

વિકી કૌશલ

image source

વિકી કૌશલે વર્ષ 2009 માં ઇલેક્ટ્રોનિક અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એ પછી તેને કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરીની ઓફર મળી, પણ તેણે એક્ટિંગ માટે જોબ ઓફરને નકારી દીધી. વિકી કૌશલે નીરજ ઘાયવનની ફિલ્મ ‘મસાન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને પહેલી જ ફિલ્મમાં તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. વિકી કૌશલ અન્ય ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે અને સફળતાની સીડી સતત ચડી રહ્યા છે.

જોન અબ્રાહમ

image source

જોન અબ્રાહમ બોલીવુડના એક ઉમદા કલાકાર છે, પણ શું તમે જાણો છો કે ફિલ્મી કરિયરની શરૂઆત કરતા પહેલા જોન પણ નોકરી કરતા હતા. મુંબઈની એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી ઇકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેણે મુંબઈ એજ્યુકેશનલ ટ્રસ્ટમાંથી મેનેજમેન્ટ સાયન્સમાં માસ્ટર્સ કર્યું, એ પછી એક એડ એજન્સીમાં મીડિયા પ્લાનર તરીકે કામ કર્યું અને કામ કરતા કરતા મોડેલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું. આખરે વર્ષ 2003માં એમને ફિલ્મ જીસ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરવાની તક મળી, એ પછી એમની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ

આયુષમાન ખુરાના.

image source

ફિલ્મોમાં આવતા પહેલા આયુષમાન ખુરાના રેડિયો જોકી, વિજે અને ટેલિવિઝન પ્રેઝન્ટરના રૂપમાં કામ કરી ચુક્યા છે પણ એમનું સપનું એકટર બનવાનું હતું. આયુષમાન ખુરાના હંમેશાથી કલા પ્રત્યે આકર્ષિત હતા એટલે જ એમને બોલીવુડમાં કરિયર બનાવવા માટે તનતોડ મહેનત કરી. એમને ફિલ્મ વિકી ડોનરથી પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી. પોતાની પ્રતિભાના દમ પર આયુષમાને બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ