પિતા-પુત્રીની જોડીએ તૈયાર કરેલુ આ ‘નિર્ભયા એન્થમ’ સોન્ગ વાંચતાની સાથે જ તમારામાં આવી જશે એક અલગ જુસ્સો

નિર્ભયા એન્થમને જાણો, સાંભળો અને તમારી દીકરીઓને પણ જાગૃત કરો

અમદાવાદની પિતા-પુત્રીની જોડીએ તૈયાર કરી નિર્ભયા એન્થમના શબ્દો હૃદયમાં જુસ્સો જગાવી દે છે

16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્લી ખાતે થયેલા કાળજુ કંપાવી નાખતા નિર્ભયા કાંડ બાદ કંઈ કેટલીએ રેલીઓ થઈ કંઈ કેટલાએ વિરોધ થયાં તેમ છતાં દેશની સ્થિતિમાં કોઈ જ વધારે સુધારો જોવા નથી મળ્યો.

image source

દેશની મહિલાઓની સ્થિતિ આજે પણ સુરક્ષિત નથી તે એક નરી અને કડવી વાસ્તવિકતા છે. હજુ પણ નિર્ભયાના ગૂનેગારોને સજા નથી મળી હજુ પણ કેસ ચાલુ જ છે.

image source

ગયા ડિસેમ્બરમાં હૈદરાબાદ ખાતે પણ આવી જ એક ઘટના ઘટી ગઈ એક મહિલા પશુચિક્તસકની બળાત્કાર કરીને તેની હત્યા કરીને તેણીને બાળી નાખવામાં આવી. જો કે તેના ગૂનેગારો ગૂનો કર્યાના થોડા ક જ દિવસમાં એન્કાઉન્ટર બાદ માર્યા ગયા છે.

image source

હૈદરાબાદની આ ઘટનાએ ફરી એકવાર દેશને હચમચાવી મુક્યો હતો. અને તે વખતે અમદાવાદના મયંકભાઈ રાવલની દીકરી વિશ્વાએ તેમને તે વિષે પુછ્યું ત્યારે તે વખતે તેમની વચ્ચે ઘણી બધી ચર્ચાઓ ચાલી.

દીકરીએ પિતાને પુછ્યું કે શા માટે તેણીને નિર્ભયા કહેવાય છે. તેણી વાસ્તવમાં તો નિર્ભય નથી. દીકરીની દલીલ જરા પણ ખોટી નહોતી.

image source

છેવટે મયંકભાઈને આ વિષે દીકરીને એક સુંદર કવિતા લખી આપવાનું મન થયું જેનો ઉદ્દેશ દેશની દીકરીઓને પોતાની શક્તિઓ વિષે જાગૃત કરવાનો છે. તેનું નામ આપવામાં આવ્યું નિર્ભયા એન્થમ.

પિતાએ લખેલી આ કવિતા પરથી દીકરી વિશ્વાએ એક ગીત બનાવવાનું નક્કી કર્યું. તેણે પોતે ભેગા કરેલા રૂપિયામાંથી આ ગીત ગાયું, રેકોર્ડ કર્યું, તેનું પિક્ચરાઇઝેશન કર્યું અને છેવટે તેને રિલિઝ કર્યું. જેથી કરીને તે સમાજમાં તેમજ દેશમાં પોતાનો મેસેજ પોહોંચાડી શકે.

image source

મયંકભાઈને પોતાની દીકરી પર ખૂબ ગર્વ છે કારણ કે તેમની દીકરીએ પોતે ભેગા કરેલા રૂપિયામાંથી પોતાની મોજશોખ વિષે નહીં વિચારીને એક જાગૃતિ ફેલાવતી વિડિયો તૈયાર કરી છે.

આજે બાળકો પોતાની પીગી બેંકમાં ભેગા કરેલા રૂપિયામાંથી ફલાણી ગેમ લઈશ, ફલાણા કપડાં લઈશ કે ફલાણો મોબાઈલ લઈશ તેવી વાતો કરતાં હોય છે જ્યારે વિશ્વાએ તો પોતાની પોકેટમનીનો ઉપયોગ કંઈક અનોખી જ રીતે કર્યો છે.

ગીતના શબ્દો છે, ‘જાગ શેરની, માગ શેરની, અધિકાર તેરા જગતસે.’ એટલે અહીં સ્ત્રીઓને જાગવાનું કહ્યું છે તેણીને જાગૃત કરી છે કે તેણી એક વાઘણ છે, તેના પોતાના પણ અધિકાર છે જે તેણે માગવાના છે, સોંગમાં નારી શક્તિની વાત કરી છે.

ગીતની શરૂઆત નિર્ભયા તું નિર્ભય નથી થી કરવામાં આવી છે અને છેવટે જ્યારે ગીત પુરુ થાય છે ત્યારે સ્ત્રીને બદલો લેવા કહ્યું છે.

આ કવિતા મયંક રાવલ દ્વારા માત્ર 20 જ મીનીટમાં લખાઈ છે અને તે પણ પોતાની દીકરી સાથેની ચર્ચા પરથી.

આ ગીતમાં મહિલાઓને અત્યાચાર નહીં સહન કરીને પોતાના અધિકાર માટે લડવા કહ્યું છે, આ ગીત તમે યુ ટ્યુબ પર પણ જોઈ શકો છો અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે શેર પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ