બ્લેક બિકીનીમાં બિપાસાએ શેર કરી હોટ તસવીરો, જોઇ લો તમે પણ

બોલીવુડના લગભગ બધા કલાકારોએ આ વખતે નવા વર્ષનું ખૂબ શાનદાર સ્વાગત કરી રહ્યા છે. કોઈએ બીચ પર જઈને નવું વર્ષ મનાવ્યું તો કોઈએ બર્ફીલી પહાડીઓની વચ્ચે નવા વર્ષનું સ્વાગત કર્યું. આ નવા વર્ષમાં બૉલીવુડ કપલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ ખૂબ શાનદાર અંદાજમાં જોવા મળ્યા છે.

image source

બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે, જેમાં બન્ને કલાકારો ખૂબ શાનદાર અંદાજમાં નજર આવી રહ્યા છે. તેઓના ફોટોને લઈને ફેન્સ પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

image source

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ ફોટો ખૂદ બિપાશા બસુએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યા છે. બિપાશા બસુએ શેર કરેલા કેટલાક ફોટોમાં એકલી જોવા મળી રહી છે તો કેટલાક ફોટોમાં પતિ કરણ સિંહ ગ્રોવર સાથે રોમાન્ટિક મૂડમાં નજર આવી રહી છે. બિપાશા બસુએ પોતાની આ ફોટો શેર કરતા લખ્યું છે,”સુનહરે”.

image source

બિપાશા બસુએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કરેલ ફોટામાં બિપાશા બસુ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેમજ કરણ સિંહ ગ્રોવર સાથેની ફોટો અને વીડિયો શેર કરતા લખ્યું છે કે, “પરફેક્ટ પિક્ચર, હમ સ્વર્ગ મેં હૈ”. બિપાશા બસુએ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કેટલાક કેંડીડ પોઝ પણ આપ્યા છે.

image source

આ બંન્ને કલાકારોની કેમેસ્ટ્રી ખૂબ જબરદસ્ત લાગી રહી છે.ફોટામાં બિપાશા બસુ ટ્રાન્સપરન્ટ સનગ્લાસીઝમાં ખૂબ સુંદર લાગી રહી છે. બિપાશાની આ સેલ્ફી ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ રહી છે.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિપાશા બસુ છેલ્લીવાર ફિલ્મ ‘અલોન’માં જોવા મળી હતી. ‘અલોન’ ફિલ્મમાં બિપાશા બસુ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

વર્ષ ૨૦૧૬માં બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. ત્યાંજ કરણ સિંહ ગ્રોવરની વાત કરીએ તો હાલમાં કરણ સ્ટાર પ્લસની સિરિયલ ‘કસોટી જિંદગી કી ૨’માં મિસ્ટર બજાજની ભૂમિકા ભજવતા નજરે આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ