નવા વર્ષમાં રેલ્વેએ કરોડો મુસાફરોને આપી ખાસ ભેટ, એક જ નંબર ડાયલ કરી મેળવો દરેક સુવિધા

નવા વર્ષમાં રેલ્વેએ કરોડો મુસાફરોને આપી ખાસ ભેટ, એક જ નંબર ડાયલ કરી મેળવો દરેક સુવિધા

image source

ભારતીય ટ્રેનોમાં લગભગ દરરોજ 2.5 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતમાં નાના- મોટા મળીને 7500 રેલવે સ્ટેશન છે.

કરોડો મુસાફરો કોઈપણ જાતની અગવડ વિના સલામત સવારી કરી શકે તે માટે વર્ષ 202માં રેલ્વે વિભાગએ તેના લાખો મુસાફરોને ખાસ ભેટ આપી છે.

image source

રેલ્વેના યાત્રીઓની સુવિધાઓ વધારવા અને તેમની ફરિયાદોના નિવારણ માટે રેલ્વેએ એક હેલ્પલાઈન નંબર એક્ટિવ કર્યો છે. આ નંબર છે 139 છે અને તેના પર 8 સેવાઓ ઉપલબ્ધ હશે.

મુસાફરોને 139 નંબર પરથી કોલ અથવા SMS દ્વારા 8 સુવિધાઓનો લાભ મળશે. આ આઠ સુવિધાઓમાં સુરક્ષા, મેડિકલ ઈમરજન્સી, પૂછપરછ, કેટરિંગ, સામાન્ય ફરિયાદ, તકેદારી, ટ્રેન અકસ્માતની માહિતી, ફરિયાદનું સ્ટેટસ/સ્થિતિ અને કોલ સેન્ટરના અધિકારી સાથે વાત કરવાની સગવડનો સમાવેશ થાય છે.

image source

ખાસ વાત એ છે કે આ હેલ્પલાઈન 12 ભાષામાં ઉપલબ્ધ છે.

139 પર ફોન કર્યા બાદ કઈ સર્વિસ કયા નંબર પર મળશે?

image source

1. સુરક્ષા અને મેડિકલ ઈમરજન્સી- 1 નંબર

2. PNR, ભાડું, અને ટિકિટ બુકિંગ અંગેની માહિતી માટે 2 નંબર

3. કેટરિંગ સંબંધિત ફરિયાદ માટે 3 નંબર

4. સામાન્ય ફરિયાદ માટે 4 નંબર

image source

5. તકેદારી અને ભ્રષ્ટાચારની ફરિયાદ માટે 5 નંબર

6. ટ્રેન અકસ્માત સાથે જોડાયેલી માહિતી માટે 6 નંબર

7. ફરિયાદનું સ્ટેટસ જાણવા 9 નંબર

8. કોલ સેન્ટરના અધિકારી સાથે વાત કરવા માટે * નું ચિન્હ દબાવો.

image source

આ નંબર થયા બંધ

સામાન્ય ફરિયાદ-138, કેટરિંગ સર્વિસ, 1800111321, તકેદારી-152210, અકસ્માત/સલામતી – 1072, ક્લીન માય કોચ-58888/138, SMS ફરિયાદ -9717630982

ભારતીય રેલવેનો ઇતિહાસ 168 વર્ષ જૂનો છે. તેની શરૂઆત ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન થઇ હતી. ભારતીય રેલવેની સૌથી પ્રથમ ટ્રેન 18મી સદીમાં શરૂ હતી.

image source

દેશમાં પ્રથમ ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ મુંબઇના બોરી બંદર સ્ટેશનથી થાણેની વચ્ચે દોડી હતી.

આ ટ્રેનમાં અંદાજે 400 યાત્રિકોએ મુસાફરી કરી હતી. જ્યારે આજે દિવસ રાત દોડતી ટ્રેનોમાં કરોડો લોકો મુસાફરી કરી છે. મુંબઈ જેવા મહાનગરોમાં તો રેલ્વે વ્યવહાર લોકોના જીવનનો અતુટ ભાગ છે.

image source

આજે નાના બાળક માટે પણ સરળ થઈ ચુકી છે તેવી ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ તો રેલ્વેમાં સૌ પ્રથમ વખત ૩ ઓગસ્ટ 2002ના રોજ પહેલી વાર ભારતીય રેલ્વેએ ઘરે બેસીને ઇન્ટરનેટ દ્વારા ટિકિટ બુક કરાવવાની સુવિધા શરૂ કરી હતી.

ત્યારબાદ વર્ષ 2019 સુધીમાં રેલ્વે વિભાગએ મુસાફરોને મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન કરી આપી છે અને સાથે જ રેલ્વે સ્ટેશન પર ફ્રી વાઈફાઈ પણ પુરું પાડ્યું છે અને હવે નવા વર્ષમાં રેલ્વે વિભાગમાં બુકિંગ, કેટરિંગ, ફરિયાદો કે મેડિકલ સુવિધા તમામ સર્વિસ ઓનલાઈન થઈ ચુકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કોએ ભારતીય રેલ્વેની 4 સાઇટને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી છે. યુનેસ્કોના લિસ્ટમાં દાર્જિલિંગ હિમાલયન રેલ્વે, મુંબઈ સી.એસ.ટી બિલ્ડિંગ, મિલગીરી માઉન્ટેન રેલ્વે અને કાલકા સિમલા રેલ્વેનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ