લગ્ન કરીને વિદાય થઈ જશે પ્રિયંકા, રહેશે અમેરિકામાં આ આલિશાન વિલામાં…

પ્રિયંકાનું સાસરું લાખેણું નહીં, કરોડોનું છે, નીકે ખરીદ્યું ૬.૭ મિલિયન ડોલરનું આ ઘર અમેરિકામાં…

છેલ્લા કેટલાય વખતથી પ્રિયંકા અને નિકના પ્રેમપ્રકરણ જ્યારથી લાઈમલાઈટમાં આવ્યું છે ત્યારે દેશવિદેશમાં વસતા આ લવકપલના ફેન્સ કાગડોળે દરેક નાનામાં નાની ખબરની રાહ જોતાં હોય છે. નિક અને પ્રિયંકાના પ્રપોઝ કર્યાના સમાચાર, સગાઈના ફોટોઝ અને હવે લગ્ન સમારંભની તૈયારીના સમાચાર સૌએ હોંશે હોંશે સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કર્યા છે. એવા સમયે તેમને માટે વધુ એક સમાચાર…
પ્રિયંકા ચોપડા લગ્ન કરીને અમેરિકા ઠરીઠામ થઈ રહી છે એવા સમાચાર છે.

ભારતીય દીકરી તો પરંપરા મુજબ પરણીને વિદાય થઈને સાસરે જ જતી હોય છે. આજ રિવાજને અનુસરવા જઈ રહી છે સૌની પ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ એના ભરથારના દેશમાં જઈને સેટ થવાની તૈયારીઓ કરી રહી છે. એક તરફ સૌને દુખ પણ થશે અને રાજી પણ થવાય એવી વાત છે.
મીડિયામાં એ ખબર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે, જેમાં નિકના લોસ એંજેલેસ સ્થિત વિલાના ફોટોઝ અને એના વિશેની માહિતી ચર્ચાઈ રહી છે.
સૌ જાણે છે એ મુજબ સિંગર અને હોલિવૂડ સ્ટાર નિક જોનસ અને ભારતીય વિશ્વસુંદરીનો ખિતાબ જીતી ચૂકેલી લોકપ્રિય અભિનેત્રી જયપુરના ઉ મ્મેદ પેલેસમાં રાજશી ઢબે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

લગ્ન પછી પ્રિયંકા પણ અમેરિકા વાસી થઈ જવાની છે. ડિસેમ્બરમાં થનાર લગ્નની તૈયારીઓ ભારતમાં તો જબરદસ્ત ચાલે જ છે સાથે અમેરિકામાં પણ ગયા અઠવાડિયે નિકના પરિવાર સાથે પ્રિયંકા અને તેના મમ્મી પણ પાર્ટિમાં સામેલ થયા હતાં. જેમાં પ્રિયંકા ખૂબ ખુશ થઈને તેના ભવિષ્યની સાસુમા સાથે નાચી હતી. આ દરમિયાનથી જ તેના ઘર વિશે પણ ચર્ચા ચાલી છે.
નિક જોનસનું ઘર અમેરિકાના લોસ એંજલેસના વિસ્તાર બેવ્રેરેલી પર સ્થિત આલિશાન વિલા બનાવ્યું છે. કહેવાય છે કે તેણે પ્રિયંકાને આ જ ઘરમાં પ્રપોઝ કર્યું હતું. આ વિલાની કિંમત જાણીને આશ્વર્ય થશે, આખા વિલાની કુલ જમીન છે, ૪૧૨૯ સ્ક્વેર ફિટમાં ફેલાયેલું છે. જેમાં પાંચ ક્મરા છે. સ્વીમિંગ પુલ અને ગાર્ડન સાથેના કેટલાક ફોટોઝ નિકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એણે જાતે શેર કરેલા છે.

આ શાનદાર ફોટોઝ જોઈને આ વિલા ખૂબ જ મોંઘો હશે એવું ચોક્કસ કહી શકાય. પરંતુ તેની એક્ચ્યુઅલ કિંમત મીડિયાએ અંદાજિત ૬.૭ મિલિયન ડોલર્સ આંકી શકાય છે. જેની ભારતીય નાણાંમાં કિંમત કાઢીએ તો ૪૭.૫૦ કરોડ રૂપિયા છે.

આ વિલામાં અંદરનું આધુનિક ફર્નિચર અને ઇન્ટિયરર પર પણ ખૂબ જ સરસ સજાવટ કરી છે એવું દેખાઈ રહ્યું છે તસ્વીરોમાં. આ વિલાની ફ્લોરિંગ અને ઇન્સાઈડ વોલ્સ પણ વૂડન છે. સ્વીમિંગ પૂલ સાઈડની છત અને ફ્લોરિંગ પણ લાકડાની ફિનિશિંગ છે.

આ સ્ટાર કપલનું ઘર ખરેખર સ્વપ્નોના મહેલ જેવું દેખાઈ રહ્યું છે, જેમાં ડાયનિંગ હોલ, સ્ટડી રૂમ અને લિવિંગ રૂમની તસ્વીરો પણ ખૂબ જ આકર્ષક છે.

સૌની ફેવરીટ દેશી ગર્લ પ્રિયંકાને એમના સૌ ફેન્સ વતી શુભેચ્છાઓ આપીએ કે એનું આવનાર જીવન અને લગ્નનો સમારંભ મંગલમય બની રહે…

લેખ સંકલન સૌજન્યઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ