આજે બનાવો લીલો ચેવડો, દિવાળીના દિવસે આવનાર મહેમાન અને ઘરના સૌ ખુશ ખુશ થઈ જશે…

ફેમસ લીલો ચેવડો બનાવો હવે તમારે ઘરે એ પણ પરફેક્ટ રેસીપી જોઈને.આ દિવાળી પર આવનાર મહેમાનના સ્વાગતમાં બનાવો આ ચેવડો આવનાર મહેમાન અને તમે બંને થઈ જશો ખુશ ખુશ.

સામગ્રી

  • 200 ગ્રામ પાલક
  • 1/2 કપ મેંદો
  • 1/2 કપ ચણાનો લોટ
  • 1/2 કપ સીંગદાણા
  • 1/2 કપ પૌઆ
  • 1/2 વાટકો લીલા સૂકા વટાણા
  • 1/4 કપ કાબુલી ચણા
  • 1 ચમચી ખાવાનો સોડા
  • 5 કે 6 નંગ લીલાં મરચાં
  • 1 ટી સ્પૂન જીરું
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 કપ સૂકું કોપરું
  • 2 ટેબલસ્પૂન કિશમિશ
  • 20 કાજુ
  • મીઠું જરૂર મુજબ
    1 ટી સ્પૂન ખાંડ
  • તેલ તળવા માટે

રીત

સૌ પ્રથમ પાલક ધોઈ ને વાટી નાખો. પછી તેમાં થી અડધી પાલક લઈ, તેમાં 1 ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો. બાકી વધેલી અડધી પાલક માં એક ચમચો તેલ, થોડું મીઠું અને ચણા નો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખવો.

લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણ માં ખાવા ના સોડા નાખેલા પાણી માં 6-7 કલાક સુધી પલાળી રાખો.

પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવવા દેવાનું. કોપરાની લાંબી પાતળી ચિપ્‍સ કાપી દો. લીલાં મરચાંના લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટ નો અડધો સેમી જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો. ચણાના અડધા લોટને વણી ને એના લાંબા પાતળા ટુકડા કાપી તલવાના છે.

બાકી વાધેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી બનાવી તળી લો. ચપછી ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણાને પણ તળી નાખવાના છે.

વધેલી આખી પાલક નાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરું, તલ અને લીલાંમરચાં અડધી ચમચી તેલ માં ફ્રાય કરો. પછી બધા મસાલા અને બીજી વસ્‍તુઓ મિક્સ કરી અને હલાવો. તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલોચેવડો.