ઐશ્વર્યાની ભલામણઃ કુદરત સાથે જેટલા સંકળાયેલાં રહેશો તેટલાં જ તમે સ્વસ્થ અને નિરોગી રહી શકશો

વિશ્વસુંદરી ઐશ્વર્યાના જન્મદિવસે જાણીએ તેની અપ્રતિમ સુંદરતાનું રહસ્ય, ૪૦ પછી પણ દેખાય છે પહેલાં જેટલી જ આકર્ષક…

વિશ્વના કોઈ પણ ખૂણાંનું મનોરંજન જગત, ફેશન કે ફિલ્મ જગત હોય એશ્વર્યાના નામથી કે તેના ચહેરાથી પરિચિત ન હોય એવું બને જ નહીં. આજે તેના ૪૪માં જન્મદિવસે પણ એ એવી જ ખૂબસુરત દેખાય છે જ્યારે તેણે જ્યારે ૧૯૯૪માં વિશ્વસુંદરીનો તાજ જીત્યો હતો તે સમય જેવી જ તરોતાજા દેખાય છે.

આજે તેને ફિલ્મ જગતમાં પોતાના નામની અમીટ છાપ મૂકી છે. અનેક સુપરહિટ ફિલ્મો સાથે તેણે બોલિવૂડ નહીં, સાઉથની ફિલ્મો અને હોલિવૂડમાં પણ પોતાની અદાકારીનું ઐશ્વર્ય ઝળકાવી ચૂકી છે. આજે ઐશ્વર્યા રાય બચ્ચન નામે ઓળખાય છે. હિન્દી ફિલ્મી જગતના પિતામહ સમા અમિતાભ બચ્ચનના પરિવારની પુત્રવધુ છે. અમિતાભ અને જયા બચ્ચનના હેન્ડસમ અને સાલીન સ્વભાવના દીકરા અભિષેક સાથે વર્ષ ૨૦૦૭ના થયાં, ૨૦૧૧માં તેના ખોળે દીકરી આરાધ્યાનો જન્મ થયો. ઐશ્વર્યાને વર્ષ ૨૦૦૯માં ભારતીય શ્રેષ્ઠ પારિતોષિક પૈકી એક એવું પદ્મશ્રી એવોર્ડ મળેલ છે.

આજે તેના જન્મ દિવસે એની સુંદરતાની જાળવણી વિશે થોડી વાત કરીએ. ઐશ્વર્યા કહે છે કે તે મોંઘાં બ્યુટિ પ્રોડક્ટસ વાપરવાનું ઓછું પસંદ કરે છે. તે કહે છે કે કુદરતી વસ્તુઓ કેમિકલ વગરની વસ્તુઓ વધારે ગુણકારી હોય છે અને તેની આડઅસર પણ નથી થતી. તો જાણી લઈએ એ કેવા નુસ્ખાઓ અજમાવે છે કુદરતી સૌંદર્યને નિખારવા માટે…

 ત્વચાની જાળવણી માટેઃ

ઐશ્વર્યા તેના ચહેરાની ત્વચાની જાળવણી માટે, બેસન, હળદર અને દૂધની પેસ્ટ લગાવે છે. જેના લીધે વાન ઉઘડે છે અને મોશ્ચુરાઈઝ્ડ રહે છે. આ સાથે તે કાકડીના રસને દહીંમાં નાખીને ચહેરા પર લગાવે છે જેથી મોં પર ગ્લો આવે અને તાજગી અનુભવાય છે.

વજન નિયંત્રિત કરવા માટેઃ

લીંબુ અને મધ ઉમેરેલું પાણી નિયમિત રીતે લે છે ઐશ્વર્યા. તે કહે છે કે આનાથી સ્કીન ફ્રેશ રહે છે, હાઈડ્રેટ રહે છે. સાથોસાથ લીંબુ + મધવાળા પાણીથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે અને ટોક્સિક નીકળી જાય છે. આનાથી ચરબી પણ ઓગળે છે અને વજન નિયંત્રિત રહે છે.

પાણી પ્રયોગઃ

દિવસ દરમિયાન ૮થી ૧૦ ગ્લાસ પાણી પીવાની ટેવ રાખે છે. જેને લીધે શરીરમાં તરલતા રહે, કામ કરવાની સ્ફૂર્તિ રહે છે. વધુ પ્રમાણમાં પાણી પીતાં રહેવાથી ઉત્સર્ગ તંત્ર જાગૃત રહે છે જેના લીધે શરીરમાં ઉત્પન્ન થતું વિષ પદાર્થ ટોક્સિક બહાર નીકળી જાતું હોય છે. જેને લીધે ત્વચા સ્વચ્છ અને કરચલી રહિત રહે છે જેથી ચહેરો જુવાન અને તાજગીસભર લાગે છે.

તંદુરસ્તી હેતુ ઐશ્વર્યાની સલાહઃ       

તે કહે છે જો તમને કોઈપણ પ્રકારનું વ્યસન હશે તો તમે નિરોગી જીવન નહીં વિતાવી શકો. નશીલી કોઈ પણ ચીજ, પછી તે ચા – કોફી કે ફેફિન પદાર્થો હોય કે દારુ – તમાકુ જેવા નુક્સાનકારક વ્યસનો હોય તેનાથી બને તેટલાં દૂર રહેવું જોઈએ. ઐશ્વર્યા નિર્વસની છે, જે તેની ગ્લોઈંગ ત્વચાની પહેલી નિશાની છે.

 વાળની માવજતઃ

– આંબળાઃ

આંબળાં આમેય સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં હોય છે. જેનાથી શરીરમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામીન સી મળે છે. આંબળાંના સૂકાયેલ ચૂર્ણામાં પાણી ઉમેરીને અઠવાડિયામાં ત્રણ વખત લગાવવાથી વાળની ચમક વધે છે, કુદરતી કાળાશ જળવાય છે અને સ્કાલ્પ કેર તરીકે પણ આ નુસ્ખો ખૂબ જ ઉપયોગી છે.

– નારિયલ તેલઃ

ઐશ્વર્યાનું માનવું છે કે વાળની લંબાઈ વધારવા માટે નારિયલ તેલ જેવું અકસીર બીજું કંઈ જ નથી. તે કહે છે રુખા – સુખા અને સ્લીટ હેર માટે અઠવાડિયામાં નારિયલ તેલની માલિશ કરવી ખૂબ જ આવશ્યક છે. નહીંતર વાળ નિર્જીવ અને રુક્ષ લાગશે. માથાના તાળવામાં વાળ દ્વારા કુદરતી તેલ જળવાઈ રહે અને તે લાંબાં અને સુંદર દેખાવવાની આ ટીપ્સ સદીઓ જુની છે પરંતુ તેને દરેક ભારતીય નારી અપનાવે છે જેમાં ઐશ્વર્યા જેવી વિશ્વસુંદરી પણ બાકાત નથી.

– મહેંદીઃ

જો વાળમાં સફેદી જણાય અથવા રંગ કરવાની ઇચ્છા થાય તો મહેંદી જેવો કોઈ પ્રાકૃતિક વિકલ્પ બીજો કોઈ નથી. તેનાથી કુદરતી ચમક આવશે અને વાળ રુક્ષ નહીં દેખાય. મહેંદીમાં આંમળાંનો પાઉડર, લીંબુનો રસ અને અન્ય કુદરતી તત્વો ઉમેરીને તેની ગુણવત્તા વધારી શકાય છે.

– દહીઃ

વાળમાં સૌથી તકલીફ હોય તો તે છે ડેન્ડ્રફ્ર ! શિયાળો હોય કે ઉનાળો ડેન્ડ્રફ તો વાળમાં ગમે ત્યારે આવી જતો હોય છે. જેનાથી ક્યારેક ચહેરાની ચમક પણ ફિક્કી પડી જતી હોય છે. ચહેરા પણ નેચરલ ઓઈલનું બેલેન્સ ન જળવાતાં ખીલ અને પાંપણો પર પણ ડેન્ડ્રફ આવી જતો હોય છે. એવામાં ઐશ્વર્યાનું સૂચન છે વાળમાં અવારનવાર દહીંનો પ્રયોગ કરવો જોઈએ.

દહીંમાં રહેલા ગુણકારી કુદરતી તત્વો સાથે તે એન્ટિ બેક્ટેરીયલ પણ છે જેથી વાળ સ્વસ્થ રહે છે.

– શિકાકાઈઃ

વધુ એક કુદરતી તત્વ વિશે વાત કરતાં ઐશ્વર્યા સૂચન કરે છે કે પાણીમાં શિકાકાઈ ઉમેરીને વાળ ધોવાથી તેમાં કુદરતી સત્વો જળવાઈ રહે છે અને ચમક પણ વધે છે.

કુદરત સાથે જેટલા સંકળાયેલાં રહેશો તેટલાં જ તમે સ્વસ્થ અને નિરોગી રહી શકશો. એવી ભલામણ કરતી ઐશ્વર્યા તેના જીવનમાં ખૂબ પ્રગતિ પામે અને નામ મુજબ તેના જીવનમાં પણ ઐશ્વર ઉજાગર રહે એવી શુભેચ્છાઓ…

લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ