પહેલી વખત માતા-પિતા બનવાના છો? તો ના કરતા આ ભૂલો

નવા-નવા બનેલા માતાપિતા આ સામાન્ય ભૂલો કરે છે. શું તમે પણ તેમાંના એક છો ?

image source

સ્ત્રી માટે માતા બનવું અને પુરુષ માટે પિતા બનવું એ જીવનનો એક અદ્ભુત અને સુખમય અનુભવ હોય છે. આ સમયે માત્ર બાળકનો જ જન્મ નથી થતો પણ માતાપિતા બન્નેનો જન્મ થાય છે કારણ કે તેઓ પણ પહેલીવાર જ માતાપિતા બન્યા હોય છે.

માતા નવ મહિના પોતાન બાલકને ગર્ભમાં રાખે છે અને પ્રસુતિ પિડા સહન કરીને બાળકને જન્મ આપે છે જેના કારણે તેણીના મૂળ શરીરમાં પણ ધરખમ ફેરફાર થાય છે.

image source

બીજી બાજુ પિતા ભલે શારિરક રીતે પોતાના બાળક સાથે ન જોડાયો હોય પણ તેના પર બાળકની આખા જીવનની જવાબદારી આવી જાય છે તેના માટે સારું જીવન, સારું ભણતર, સારા સંસ્કાર વિગેરેની જવાબદારી પિતા પર આવી જાય છે.

પણ જ્યારે તમે નવા નવા માતાપિતા બન્યા હોવ છો ત્યારે તમે કેટલીક સામાન્ય ભૂલો કરતા હોવ છો અને તે ભૂલો કરતી વખતે તમને એ પણ ખ્યાલ નથી હોતો કે તમે કોઈ ભૂલો કરી રહ્યા છો.

image source

તમે બાળક માટે ગમે તેટલા કેરીંગ કે ચેતવણી લઈને વર્તતા હોવ તેમ છતાં આ ભુલો તમારાથી થઈ જ જતી હોય છે. તો ચાલો જાણીએ આ સામાન્ય ભૂલો વિષે.

બાળકના સ્વાસ્થ્યને લઈને નાની-નાની બાબતે ઘાંઘુ થઈ જવું

image source

બધા જ નવા-નવા બનેલા માતાપિતા માટે આ એક સામાન્ય બાબત છે તે હંમેશા પોતાના બાળકની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહ્યા કરે છે. માતાપિતા એટલા બધા સેન્સિટીવ બની જાય છે કે માત્ર બાળકને છીંક આવે તો પણ તેઓ ચિંતિત થઈ ઉઠે છે.

તેઓ બાળકમાં આવતા પરિવર્તનો બાબતે કંઈક વધારે પડતું જ વિચારતા હોય છે. નવા નવા બનેલા માતાપિતાને એવું લાગતું હોય છે કે નવજાત બાળકને ચોવીસે કલાક સંભાળ તેમજ પંપાળની જરૂર પડે છે તેમાં કોઈ બે મત નહીં પણ તેમને કુદરતે ખુબજ મજબુત બનાવ્યા હોય છે.

image source

બાળક સુતું હોય ત્યારે આરામ ન કરવો

આ ભૂલ દરેક માતાપિતા કરતાં હોય છે ખાસ કરીને માતા કારણ કે પિતા તો કદાચ રોજિંદી નોકરી કે કામમાં વ્યસ્ત થઈ ગયા હોય પણ માતા સતત બાળકના પોષણમાં લાગી હોય છે.

image source

નવજાત બાળક દીવસની 18થી 20 કલાકની ઉંઘ લેતું હોય છે. દે દર ડોઢ-બે કલાકે જાગે છે ત્યારે તે ફરી તેની નેપી બદલાવી તેને ફીડીંગ કરાવી માતા તેને સુવડાવી દે છે. પણ તે જ્યારે સુતું હોય છે ત્યારે માતા આરામ નથી લેતી.

અને જ્યારે માતાને ઉંઘ આવવાની હોય છે ત્યારે બાળકનો ફરી જાગવાનો સમય થઈ ગયો હોય છે. માટે બને ત્યાં સુધી બાળક જ્યારે આરામ કરતું હોય ત્યારે માતાએ પણ આરામ કરી લેવો જોઈએ.

image source

સામાન્ય રીતે માતાએ સવા મહિનો તો આરામ જ લેવાનો હોય છે પણ ત્યાર બાદ તે જ્યારે ધીમે ધીમે કામ પર ચડે છે ત્યારે તે ઘરના કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે બાળકના સુવાના સમયે જ તે બધું કામ કરે છે અને તેનો આરામ કરવાનો સમય આવે ત્યારે બાળક જાગી જાય એટલે પાછું તેમાં પરોવાવું પડે છે.

પણ તેમ ન કરવું જોઈએ. તેમ કરવાથી તમે થાકેલા રહેશો અને તમારી કાર્યક્ષમતા ઘટશે અને તમે ચીડાયેલા પણ રહેશો.
બાળક માટે ઘોડિયાની વ્યવસ્થા ન કરવી

image source

બાળક જન્મે કે તરત જ તેના માટે એક ઘોડિયું લાવી જ દેવું જોઈએ. બાળકના સુઈ ગયા બાદ તમારે તરત જ બાળકને તેને ઘોડિયામાં સુવડાવી દેવું જોઈએ. જો તેના માટે ઘોડિયું ન લાવ્યા હોવ તો લાવી દેવું જોઈએ.

તમે ગમે તેટલા થાકી ગયા હેવ તો પણ તમારે તેને ફીડીંગ કરાવ્યા બહાદ ઘોડિયામાં સુવડાવી દેવું જોઈ. કારણ કે એવા ઘણા બધા કીસ્સા બન્યા છે જેમાં માતા સાથે બાળક સુઈ ગયું હોય અને અચાનક મૃત્યુ પામ્યું હોય જેને SIDS સિન્ડ્રોમ પણ કહે છે.

તમારા બાળક માટે બીજાને ના પાડવામાં ખચકાટ થવો

image source

નવું નવું બાળક જન્મ્યું હોય અને તમે તેને સંભાળી રહ્યા હોવ ત્યારે તમારી આસપાસ રહેતાં લોકો તમને તમારા બાળકને ફલાણું ખવડાવો ઢીકણું ખવડાવું વિગેરેની સલાહ આપશે અથવા જાતે ખવડાવવાનો પ્રયાસ કરશે.

જેમ કે ઘણા લોકો બાળક જન્મે કે તરત જ મધ ચટાડવાની પરંપરા અનુસરતા હોય છે, પણ તમને જણાવી દઈએ કે નવજાત બાળક માટે મધ એ જોખમી ખોરાક છે.

image source

વાસ્તવમાં બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી તમારે તેને માતાનું દૂધ જ આપવું જોઈએ તેમાંથી જ તેને દરેક પોષણ મળી રહે છે. ત્યાં સુધી પાણી કે બહારનુ દૂધ પણ ન જ આપવા જોઈએ.

બાળકને મધ ચટાડવાથી તેને કબજીયાત, નબળાઈ અને ધાવણ ધાવવામાં તકલીફ પડે છે. જો તમને પણ મધ ચટાડ્યા બાદ આવા કોઈ લક્ષણો બાળકમાં જણાય તો ડોક્ટર પાસે જવું.

image source

બાળકને રડવા ન દેવું

image source

ઘણા માતાપિતા જેઓ એકલા હાથે નવજાત બાળકને ઉછેરી રહ્યા હોય તેઓ બાળકના થોડા રડવાથી ચિંતિત થઈ ઉઠે છે, પણ તેમને એ નથી ખબર હોતી કે બાળકનું રડવું એટલે કે તેનું કંઈક કહેવું.

બાળક રડીને તમારી સાથે સંપર્ક કરે છે. અને બાળક માટે રડવું ઘણું જરૂરી છે. બાળક સંપુર્ણ સંતુષ્ઠ અને તેમનું પેટ ભરાયેલું હોય તો પણ રડે છે અને તેને જ્યારે ભુખ લાગે ત્યારે પણ તે રડીને તમને જણાવે છે.

image source

પણ તમારે એટલુંયાદ રાખવુંકે બાળકને રડવા દેવું. બાળક રડે તેનો અર્થ એ નહીં કે તેને કોઈ તકલીફ છે. જો કે બાળકને તાવ હોય, તેને કોઈ ઇન્ફેક્શન થયું હોય અથવા તો તેનું પેટ ફુલી ગયું હોય તો તમારે બાળકના રડવાની અવગણના ન કરવી જોઈએ.

બાળકને તાવ આવતો હોય પણ ધ્યાન નહીં આપીને, તેટલું ગરમ તો હોય ! તેવું વિચારવું

image source

આમ તો નવા-નવા મતાપિતા બાળકને લગતી નાની-નાની બાબતોએ ચિંતિત રહ્યા કરતાં હોય છે પણ બાળકનું ટેમ્પ્રેચર થોડું ઉપર આવી જાય તેને તેઓ અવગણતા હોય છે. તેમને એવું લાગતું હોય છે કે બાળક તો એટલું ગરમ હોય !

તમને જણાવી દઈએ કે પહેલાં ત્રણ મહિના બાળકના શરીરનું તાપમાન 100.4 ડીગ્રી ફેરન હીટ અથવા તેનાથી વધારે હોય તો બની શકે કે તે બિમાર હોય અથવા તો તેને કોઈ ઇન્ફેક્શન હોય અને તે સમયે માતાપિતાએ બાળકના ડોક્ટરને મળી લેવું જોઈએ. જો કે જ્યારે બાળકને વેક્સિન આપવામા આવી હોય ત્યાર બાદ તેને તાવ આવવો સામાન્ય હોય છે.

image source

ફીડીંગ બાદ બાળકને ઓડકાર ન ખવડાવવો

જેમ આપણને જમ્યા બાદ આડા પડવાની મનાઈ છે કારણ કે આપણે ખોરાકને પચાવવાનો હોય છે તેવી જ રીતે બાળકો સાથે પણ તેવું હોય છે.

image source

તેમને પણ ફીડીંગ કરાવ્યા બાદ સીધું જ સુવડાવી ન દેવું જોઈએ પણ તેમને તેડીને તેમના વાંસા પર હળવા હાથે થપથપાવીને ઓડકાર અપાવવાનો હોય છે જેથી કરીને તેનો ખોરાક પેટ સુધી પહોંચી જાય અને તેને ગેસ કે અપચો ન થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ