ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતીને હંમેશ માટે ગુપ્ત રાખવા ફોલો કરો આ ટિપ્સ

હંમેશા સુરક્ષિત રહેશે તમારી મહેનતની કમાણી, આ ૬ બાબતોનું ધ્યાન રાખવાથી!!

સિંગાપુરની સંસ્થા ગ્રુપ આઈબી એ ઘટસ્ફોટ કર્યો છે કે ઈન્ટરનેટના માધ્યમથી ૧૩ લાખ ભારતીયોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતીની ચોરી થઇ છે.

જાણો કઈ રીતે તમે તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતીને સુરક્ષતિ રાખી શકો છો!

૧ – ફેક વેબસાઈટથી દૂર રહો.

image source

અસુરક્ષિત URL વાળી વેબસાઇટ્સ પર તમારા કાર્ડની માહિતી ક્યારેય ન ભરશો. તેમ કરવાથી તમારા એકાઉન્ટની માહિતી લીક થઇ શકે છે. જે તે વેબસાઈટ સુરક્ષતિ છે કે નહિ તે જાણવા તેના URL માં કોઈ તાળાનું નિશાન છે કે નહિ તે અચૂક જોવું.

2 – સ્કિમિંગ થી બચો.

image source

કેટલીક વાર સ્વાઇપ મશીનમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ થી દેતા ચોરી કરવા વાળી ડિવાઇસ પણ લગાવેલી હોય છે. હોટલ અથવા પેટ્રોલ પમ્પ જેવી જગ્યાઓ પર જેવું તમે કાર્ડ સ્વાઇપ કરશો તેવામાં તરતજ આ ડિવાઇસ તમારા કાર્ડનો પિન કોડ સહિતની બધી ડિટેઈલ્સ ચોરી લેશે. તેથી શંકાસ્પદ જગ્યાઓએ કાર્ડ સ્વાઇપ કરવાથી બચવું જોઈએ અથવા તો સાવધાની રાખવી જોઈએ.

૩ – ત્રીજી આંખ થી બચો!

image source

કાર્ડ ક્લોનિંગ કરવાવાળી ગેંગ સ્વાઇપ મશીનની નજીક કેમેરો લગાવીને તમારા કાર્ડના પાસવર્ડની ચોરી કરી શકે છે. “કાર્ડ ક્લોનિંગ” એ માહિતી ચોરવાની એક નવી તકનીક છે. જેમ કાર્ડની ક્લોનિંગ કરીને ઠગવામાં આવે છે.

૪ – કાર્ડની અદલા બદલી ન થાય તેનું ધ્યાન રાખો.

Image result for debit card cloning
image source

ઘણી વાર ATM મશીનની લાઈન માં પાછળ ઉભેલો વ્યક્તિ તમારો પિન કોડ જોઈ લેતો હોય છે. ત્યારબાદ તમને વાતોમાં ઉલઝાવીને કે ઉલ્લુ બનાવીને તમારું કાર્ડ બદલી નાખતા હોય છે. અને ત્યારબાદ તમારા જ કાર્ડ નો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હોય છે.

૫ – મશીનમાંથી કાર્ડ નીકળવાનું ન ભૂલો.

image source

ઘણી વાર ઉતાવળમાં લોકો પોતાનું કાર્ડ મશીનમાં જ ભૂલી જતા હોય છે. અને એ જ ભૂલનો
ફાયદો ઉઠાવીને ચોરી કરતી ગેંગ તમારા કાર્ડમાંથી તાત્કાલિક પૈસા ઉપાડી લેતી હોય છે.

૬ – ATM માં થી રૂપિયા ઉપાડતા સમયે સાવચેત રહો.

image source

કેટલીક વાર ATM માં ગેંગના સભ્યો લાઈનમાં આપણી પાછળ ઉભા રહીને મદદના બહાને આપણા કાર્ડની માહિતી જોઈ લેતા હોય છે. જેનો પછી તેઓ દુરપયોગ કરતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ