જો આજથી જ ફોલો કરશો આ ટિપ્સ તો દિશા પટની જેવી કમર થઇ જશે પાતળી

જાણો દીશા પટનીના સૂડોળ શરીર અને સુંદરતાનું રહસ્ય. જાણો તેની દીનચર્યા, તેનો ડાયેટ અને વર્કઆઉટ પ્લાન

image source

દીશા પટની હજુ ભલે બોલીવૂડની જાણીતી અભિનેત્રી ન બની હોય તેમ છતાં તેણીની આકર્ષક અને એથલિટ બોડીનું એક મોટું ફેન ફોલોઇંગ છે.તેણી પેતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોણા ત્રણ કરોડ ફોલોઅર્સ ધરાવે છે.

તેણી ટાઇગર શ્રોફની ગર્લ ફ્રેન્ડ છે અને આવતા વર્ષે તેણી સલમાન ખાન સાથે ફિલ્મ રાધેમાં જોવા મળશે.

image source

તેણી પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર મોટે ભાગે પોતાના વર્કઆઉટ વિડિયો શેર કરતી જોવા મળી છે. અને તેને લાખો વ્યૂઝ મળે છે. આમ ફિલ્મોમાં ટોપ એક્ટ્રેસિસને જેમ સુપર એક્ટિવ નહીં હોવા છતાં તેણી પોતે જ એક સુપર બ્રાન્ડ બની ગઈ છે.

તો ચાલો જાણીએ દીશા પટનીનો ફીટનેસ ફંડા તેનું વર્કાઉટ રુટીન અને તેનો ડાયેટ પ્લાન.

રોજ સવારે દીશા આ કામ કરી પોતાના દીવસની શરૂઆત કરે છે

image source

દીશા કાર્ડીઓ તેમજ વેઇટ ટ્રેનીંગના કોમ્બીનેશન ધરાવતો વ્યાયામ કરવાનું પસંદ કરે છે. તેણી રોજ સવારે 20 મિનિટ જીમમાં પસાર કરે છે. આ ઉપરાંત તેણી નૃત્ય કરીને, કીકબોક્ષીંગ કરીને તેમજ કેટલાક એક્રોબેટીક મૂવ્સ કરીને વર્કઆઉટ કરે છે.

તે જ રીતે તે સાંજે પણ વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે અને સાંજની બાજુએ તેના વર્કઆઉટમાં ખાસ કરીને તેણી વેઇટ ટ્રેનીંગ પસંદ કરે છે.

image source

લોકોની એવી માન્યતા હોય છે કે વેઇટ લીફ્ટીંગની એક્સરસાઇઝ કરવાથી શરીર પુરુષ જેવું બની જાય છે પણ વાસ્તવમાં તેવું નથી આ એક્સરસાઇઝથી તમારું શરીર ટોન ડાઉન થાય છે અને તમે ચરબી પણ વધારે ઝડપથી ઘટાડી શકો છો.

તમને જણાવ્યું તેમ તેણી ટાઇગર શ્રોફની ગર્લ ફ્રેન્ડ છે અને ટાઇગર શ્રોફની સંગતની અસર કહો કે તેનો વર્કઆઉટ પ્રત્યેનો પ્રેમ કરો તેણી પણ ટાઇગર શ્રોફ જેવી ફ્લાઇંગ કીક આપવામાં માહેર છે.

image source

જાણો દીશા પટની પોતાના ડાયેટમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે

દીશા પટની પોતાના ફેન્સને ખાસ સલાહ આપે છે કે સવારનો વર્કઆટ ક્યારેય ખાલી પેટે ન કરવો જોઈએ. તેણીને પણ તેવી જ આદત હતી. તે પણ શરૂઆતમાં જીમ જતાંપહેલાં કશું જ નહોતી ખાતી.

પણ તેણી સલાહ આપે છે કે જીમ જતાં પહેલાં હળવો નાશ્તો કરી લેવો જોઈએ જેમાં તમારે પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ જેમ કે, દહીં, પનીર, સોયાપનીર સલાડ, ઇંડા વિગેરે.

image source

તેણી જણાવે છે કે પ્રોટીન તમારા મસલ્સનું નિર્માણ કરે છે તેમજ તમારા શરીરમાંની વધારાની ચર્બીને બાળે છે અને તમારા શરીરને પાતળુ રાખે છે. પાતળા થવા માટે તમારે ખોરાકનો ત્યાગ નથી કરવાનો પણ યોગ્ય ખોરાક પણ લેવો જોઈએ.

જીમમાં એક્સરસાઇઝ કરતાં કરતાં દીશા પોતાની જાતને મનોરંજન પણ પુરુ પાડવાનું પણ ચૂકતી નથી

image source

દીશા પટની રોજ સવારે જીમ જતી વખતે કેટલીક વસ્તુઓ પોતાની સાથે લેવાનું ક્યારેય ચૂકતી નથી. તેમાં સૌ પ્રથમ તો તેના ઇયર ફોન્સનો સમાવેશ થાય છે.

અને તેણી વર્કઆઉટ કરતાં કરતાં પેતાની પસંદગીનું મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. આ સાથે એક્સરસાઇઝ દરમિયાન પોતાની જાતને સતત હાઇડ્રેટ રાખવા માટે તે પાણીની એક બોટલ પણ રાખે છે.

દીશા પટની પોતાના ડાયેટમાં થોડીક છૂટ પણ લઈ લે છે

image source

તમને જણાવી દઈએ કે આખું અઠવાડિયું દીશા ભલે પોતાના હેલ્ધી ડાયેટને વળગેલી રહે પણ અઠવાડિયામાં એકવાર તો ચીટમીલનો લાભ લઈ જલે છે. તેણી જણાવે છે કે તે આખું અઠવાડિયું આ ચીટમીલની આતુરતાથી રાહ જોતી હોય છે.

તેણી પોતાના ડાયેટ પ્રમાણે અને શૂટના શેડ્યુલ પ્રમાણે અઠવાડિયામાં એક ચીટ મીલ તો કરી જ લે છે. અને આ દીવસે તેણી પોતાને ગમતું ભોજન જમી લે છે.

image source

દીશા પટની હાલ પોતાની સલમાન ખાન સાથે આવનારી ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહિત છે. ફિલ્મ રાધે આવતા વર્ષની ઇદ પર રીલીઝ થશે. તેણીએ બોલીવૂડમાં પ્રવેશતા પહેલાં સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તાજેતરમાં દીશા પટનીએ એક લક્ઝરીયસ એસયુવી કાર ખરીદી છે. તેણીએ રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી ખરીદી છે. જેની લગભગ કીંમત બે કરોડ કરતાં પણ વધારે છે. આ ઉપરાંત પણ તેણી પાસે બીએમ ડબલ્યુ અને મર્સીડીઝ જેવી લક્ઝરિયસ કાર પહેલેથી જ છે.

image source

તો હવે તમે દીશા પટનીનું ફિટનેસ સીક્રેટ તો જાણી જ ગયા છે તો તેના જેવી સુંદર આકર્ષક બોડી બનાવવા માટે આજથી જ લાગી પડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ