આ મંદિરોમાં ભગવાનને પગે લાગવાથી અનેક ઇચ્છાઓ થાય છે પૂરી, જેમાં છે ગુજરાતનું પણ સ્થાન

વર્ષ ૨૦૧૯ તો પતી ગયું પણ નવું વર્ષ ૨૦૨૦ શરૂ થઈ ગયું છે. આ સાથે જ નવા વર્ષમાં મળતી વિકઓફ સાથેની રજાઓ પણ શરૂ થઈ ગઇ છે.

image source

જાન્યુઆરીની રજાઓ શરૂ થઈ ગઈ છે તા. ૧૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધીની પાંચ રજાઓ માણવા માટે બહાર જઈ શકો છો. જો કદાચ ન્યુ યરની ભીડ કે સમયના અભાવથી જો આપ આપના ઇષ્ટદેવના દર્શન ના કરી શક્યા હોવ તો આ સારી તક છે. આ દિવસોમાં આપ ઇષ્ટદેવના દર્શન કરવા જઈ શકો છો.

image source

લોકોનું ધાર્મિક સ્થળો અને મંદિરો તરફ જવું એ વસ્તુનો ઈશારો કરે છે કે લોકોને તક મળતા જ ભગવાનના ચરણોમાં સુખ મેળવવા જાય છે. આખું વર્ષ જિંદગીમાં આવતા ઉતાર ચઢાવથી તંગ આવીને પોતાના દિમાગને શાંત કરવા અને નવા વર્ષની સકારાત્મક શરૂઆત કરવા માટે મંદિરોમાં જવાનું પસંદ કરે છે.

image source

તો હવે અમે આપને જણાવીશું કે ભારતના ક્યાં મુખ્ય મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ નવા વર્ષમાં ઉમડે છે અને ત્યાં શુ ખાસ હોય છે?…

-સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ:

image source

આપણા હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે. કોઈપણ શુભ કામમાં સૌપ્રથમ ગણપતિની પૂજા કરવામાં આવે છે તો આ કારણ થી જ લોકો નવા વર્ષની શરૂઆત પણ ગણપતિ બાપ્પાના દર્શનથી જ કરે છે.

મોટાભાગના લોકો નવા વર્ષના પહેલા દિવસની શરૂઆતને શાનદાર બનાવવા માટે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે પહોંચે છે. આ મંદિરમાં નવા વર્ષ નિમિતે ગણપતિ બપ્પાની ખાસ આરતી પણ કરવામાં આવે છે.

image source

આપને જણાવીએ કે અહીંયા નવા વર્ષમાં ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા માટે અને તેમના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામે છે. અહીંયા પહોંચીને લોકો એ જ કામના કરે છે કે નવા વર્ષના પહેલા દિવસની સાથે સાથે આખું વર્ષ મંગલમય અને ખુશીઓથી ભરેલું રહે.

શિરડીના સાંઈ બાબા:

image source

શિરડીના સાંઈબાબાની પ્રસિદ્ધિ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. સાંઈની ધરતી શિરડીમાં સાંઈબાબાનું વિશાળ મંદિર છે. ખરેખરમાં આ મંદિર સાંઈબાબાની સમાધિ પર બનાવવામાં આવ્યું છે. માન્યતાએ પણ છે કે ભલે અમીર હોય કે ગરીબ હોય સાંઈના દર્શન માટે આવનાર કોઈપણ વ્યક્તિ ક્યારેય પણ ખાલી હાથે પાછો જતો નથી.

image source

સાંઈના દરબારમાં બધી માનતાઓ અને બાધાઓ પુરી થાય છે. આમ તો રોજ સાંઈબાબાનું મંદીર દર્શન માટે સવારે ૪ વાગે ખુલી જાય છે. પરંતુ ૨૫ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી સુધી મંદિર ૨૪ કલાક માટે ખુલ્લું હોય છે. અહીંયા સવારે ૫ વાગે આરતી કરવામાં આવે છે.

image source

ત્યારબાદ દર્શન ચાલુ રાખવામાં આવે છે. નવા વર્ષમાં તો અહીંયા ભક્તોની ખૂબ ભીડ લાગી જાય છે. ૨૯ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી મંદિરના પ્રાંગણમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. ભક્તો નવા વર્ષમાં સાંઈના દર્શન કરીને ધન્ય થઈ જાય છે.

વૈષ્ણો દેવી:

image source

માતા વૈષ્ણોદેવીના દર્શન માટે નવા વર્ષના અવસર પર ભકતોની ભીડ લાગી જાય છે. ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. દરેક ભક્ત ઈચ્છે છે કે માતા રાનીના દર્શનથી તેનું જીવન ધન્ય થઈ જાય.

નવા વર્ષના અવસર પર ખાસ ભક્ત ગણો પરિવારસહિત દર્શન કરવા માટે આવે છે. જેનાથી નવું વર્ષ શુભ રહે અને માં તેમને બધા સંકટોથી પાર ઉતારે.

તિરૂપતિના ભગવાન બાલાજી:

image source

દર વર્ષે ન્યુ યરના અવસર પર ખૂબ મોટા પ્રમાણમાં લોકો ભગવાન બાલાજીના દર્શન કરવા માટે તિરૂમલા સ્થિત મંદિરે આવે છે. લોકમાન્યતા છે કે તિરુપતિ બાલાજી પોતાની પત્ની પદ્માવતી સાથે તિરૂમલામાં નિવાસ કરે છે. આ મંદિરમાં જે પણ ભક્ત સાચા દિલથી કઈક માંગે છે તેની ઈચ્છા જરૂરથી પુરી થાય છે.

image source

ભગવાન તિરુપતિ બાલાજીને વેંકટેશ્વર, શ્રીનિવાસ અને ગોવિંદા નામથી પણ જાણીતા છે. દર વર્ષે ન્યુ યરના અવસર પર અહીંયા લાખો ભક્તો દેશ-વિદેશથી આવે છે.

આ મંદિર ખૂબ વિખ્યાત હોવાનું કારણ અહીંના અદભુત ચમત્કાર છે. આ મંદિર સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. આ મંદિરમાં વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર લાગેલા વાળ અસલી છે.

image source

તેમજ આ વાળ ક્યારેય ઉલઝતા નથી અને હમેશા મુલાયમ રહે છે. લોકોનું માનવું છે કે આવું એટલા માટે છે કેમકે અહિયાં ખુદ ભગવાન વિરાજે છે. ભગવાન બાલાજીની મૂર્તિને કાન લગાડીને સાંભળીએ તો સમુદ્રનો અવાજ સાંભળવા મળી શકે છે.

આપ એ વાત જાણીને હેરાન થઈ જશો કે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવે છે. જેમાંથી પ્રતિદિન ૨૦ હજાર ભક્તો પોતાના વાળનું દાન કરીને જાય છે. આ કાર્યને સંપન્ન કરવા માટે મંદિર પરિસરમાં જ લગભગ ૬૦૦ જેટલા હજામને પણ રાખવામાં આવ્યા છે.

image source

દાન સ્વરૂપ મળેલા આ વાળને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં આવે છે. ભારતીય વાળની બનાવટ અને તેની પ્રકૃતિ ખૂબ સરસ હોય છે. એટલે વાળની લંબાઈના આધારે તેની કિંમત કેટલાક ડોલર્સમાં ચુકવવામાં આવે છે.

સોમનાથ મંદિર:

image source

ગુજરાત રાજયના કાઠિયાવાડ વિસ્તારમાં સમુદ્રના કિનારે સોમનાથ મંદિરમાં આ જ્યોતિર્લિંગ સ્થાપિત છે. પહેલા આ ક્ષેત્રને પ્રભાસક્ષેત્રના નામથી જાણવામાં આવતું હતું. અહીંયા ભગવાન શ્રીકૃષ્ણને જરા નામના શિકારીના બાણને નિમિત્ત બનાવીને પોતાની લીલાનું સંવરણ કર્યું હતું.

image source

નવા વર્ષમાં લોકો સોમનાથના મંદિરમાં દર્શન કરવા આવે છે. અહીંનું વાતાવરણ ખૂબ સુંદર રહે છે અને શિયાળામાં સોમનાથ ફરવાની પણ ખૂબ મજા આવે છે.

મથુરા-વૃંદાવન:

image source

કાનાના દર્શન કરીને જે લોકો નવું વર્ષની શરૂઆત કરવા ઈચ્છે છે તેઓ મથુરા અને વૃંદાવન તરફ જાય છે. માન્યતા છે કે બાંકેબિહારી જી આપની પર પૂર્ણ કૃપા વરસાવશે. કાનાની આ નગરીના એવા પણ સ્થળો છે જે ફક્ત રમણીય જ નહીં પણ પૌરાણિક અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર છે. બ્રજની આ દિવ્યતા અને ભવ્યતા જ ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

દ્વારકાધીશ મંદિર:

 

image source

ગુજરાતના દ્વારકામાં સ્થિત દ્વારકાધીશ મંદિર દ્વારકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના ૪ ધામોમાંથી એક છે. આ મંદિર શ્રીકૃષ્ણને સમર્પિત છે.

પુરતાત્વિક શોધમાં સામે આવ્યું છે કે આ મંદિર લગભગ ૨૦૦૦ થી ૨૨૦૦ વર્ષ જૂનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણએ પોતા વ્રજભ પાસે કરાવ્યું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવાની ઈચ્છા ધરાવતા ભક્તોની ખૂબ ભીડ લાગી જાય છે.

મહાકાલેશ્વર, ઉજ્જૈન:

image source

જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં પણ નવા વર્ષે ભક્તોની ભીડ જોવા મળે છે. જે ભક્તો જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના રોજ ભસ્મારતીની ઈચ્છા ધરાવે છે તે શ્રધ્ધાળુંઓને મંદિરના કાઉન્ટરથી ઓફલાઇન અનિમતી પ્રાપ્ત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

image source

ભક્ત મહાકાલના દર્શનથી પોતાના નવા વર્ષની શરૂઆત કરવાની ઈચ્છા રાખે છે એટલે મહાકલેશ્વરમાં પણ ભક્તો ભીડ લાગી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ