પપૈયામાં રહેલા છે જબરજસ્ત ગુણો, જાણો કઇ બીમારીઓ દૂર કરવામાં છે એકદમ બેસ્ટ

પપૈયુ એક એવુ ફળ છે જેને કાચું કે પાકું બને રીતે ખાઈ શકાય છે.

image source

કાચા પપૈયાના પરોઠા ખૂબ જ લાભદાયી અને સાથે જ સ્વાદિષ્ટ પણ એટલા જ હોય છે. કેન્સર, પિરિયડ્સ, ડેન્ગ્યુ અને શરીરમાં થતી લોહીની ઉણપ દૂર કરવા વગેરે જેવી શારીરિક તકલીફોમાં પપૈયુ એક મહત્વનો ભાગ ભજવે છે.

પપૈયુ તમે કોઈ પણ રીતે ખાઓ તો તેનાથી તમને સો ટકા ફાયદો થાય છે. તો આવો જાણીએ પપૈયુ ખાવાથી શરીરમાં થતા આ ફાયદા વિશે….

આંખો માટે ફાયદાકારક

image source

પપૈયા ઉપર લીંબુનો રસ અને કાળા મરીનો પાવડર નાખીને ખાવાથી આંખોની રોશની વધશે. જે બાળકોને નાની ઉમરમાં ચશ્મા આવી જાય છે એવા બાળકોને રોજ પપૈયા ઉપર લીંબુ નાખીને ખવડાવવું જોઇએ. આનાથી ચશ્માના નંબર વધશે નહીં.

બ્લડ પ્રેશર

 

image source

પપૈયામાં રહેલું પોટેશિયમ તમારા બ્લડ પ્રેસરને કંટ્રોલમાં કરે છે અને સાથે જ હાઇ બી.પી.રહેતું હોય એવા લોકો રોજ પપૈયાનુ સેવન કરે તો તેનાથી તેમને અઢળક ફાયદા થશે.

બીમારીઓથી બચાવે છે

image source

રોજ જમતા પહેલા પપૈયાનુ સેવન કરવાથી આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. પપૈયુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જે આપણને બીમારીની ઝપટથી દૂર રાખે છે. રોજ પપૈયુ ખાવાથી તમે કેન્સર, શરદી, ઉધરસ વગેરે જેવી બીમારી અને સ્કીન ઇન્ફેકશનથી બચાવે છે.

ડેન્ગ્યુનો ઇલાજ

image source

પપૈયાના પત્તાને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીમાં રામબાણ ઈલાજ તરીકે માનવામાં આવે છે. પપૈયાનો રસ શરીરમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે જેના કારણે ડેન્ગ્યુ જલ્દીથી મટી જાય છે.

લોહીની ઉણપ

image source

પપૈયાનો રસ એ કોઈ ઔષધીથી ઓછો નથી આનુ રોજ સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.

કબજીયાતમાંથી છૂટકારો મળે

image source

પપૈયાનુ સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને ભૂખ નથી લાગતી એ લોકો રોજ પપૈયુ ખાય અને સાથે જ જે લોકો કબજીયાતની તકલીફનો સામનો કરે છે એવા લોકો રાત્રે જમતા પહેલા રોજ પપૈયાનુ સેવન કરે જેનાથી રોજ સવારે એમનુ પેટ સાફ થઇ જશે.

તો આ હતા પપૈયા ખાવાના અઢળક ફાયદાઓ. જો તમે આખી જીંદગી તંદુરસ્ત રહેવા માંગો છો તો આજથી જ પપૈયુ ખાવાનું શરૂ કરી દો.

image source

અને જે લોકોને પેટને લગતી સમસ્યા છે એવા લોકોએ પપૈયાનુ સેવન ખૂબ ધ્યાનથી કરવું જોઇએ. આ સાથે જ પ્રેગનન્ટ મહિલાઓએ પપૈયાનુ સેવન કરવું નહીં. પ્રેગનેન્સી સમયે આનું સેવન કરવાથી ગર્ભપાત થવાનો બાહ્ય ખૂબ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ