હોળીના રંગોથી તમારી ત્વચાને આ રીતે બચાવો, નહિં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

હોળીના રંગોથી તમારી ત્વચાને આ રીતે બચાવો

image source

ધૂળેલી હવે સમજો આવી જ ગઈ છે, અને આપણે બધાં જ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. 9 માર્ચના રોજ હોળીનો તહેવાર છે જે સોમવારે આવે છે ત્યાર બાદ 10 માર્ચે ધૂળેટી છે. એટલે આ તહેવારે તમને એક લાંબો વિકએન્ડ મળી રહ્યો છે તેવું પણ કહી શકાય.

માટે આ વખતે ધૂળેટી તમે પૂરા જુસ્સાથી રમશો પણ તેમ કરતી વખતે તમારે તમારી ત્વચાનું ધ્યાન રાકવાનું નથી ભૂલવાનું. તો ચાલો જાણીએ કેવી રીતે ધૂળેટીની ઉજવણી માટે તમારી ત્વચાની સંભાળ રાખવી.

કોપરેલ તેલથી તમારી ત્વચા પર મસાજ કરીને તેના પર એક સુરક્ષિત આવરણ ચડાવો

image source

તમે ભલે કલરમાં રવાનું પસંદ ન કરતા હોવ પણ તમારી ઇચ્છા અનીચ્છાએ તમારા મિત્રો તમારા પર રંગ લગાવી જ દે છે. અને માટે જ તમે ધૂળેટી રમવા માટે ઘરની બહાર નીકળો તે પહેલાં તમારે તમારા શરીર પર કોપરેલ તેલનું એક આવરણ ચડાવી દેવું જોઈએ. એક તો તેનાથી તમને ચીકણું નહીં લાગે તે લાઇટ હોય છે અને તે તમારી ત્વચામાં તરત ભળી જાય છે.

image source

આ ઉપરાંત કેપરેલ તેલ ત્વચા માટે ખૂબ જ કોમળ હોય છે જેથી કરીને તમને જો ખીલની સમસ્યા રહેતી હોય તો તે પણ નહીં થાય. તેના માટે તમારે પાંચ મિનિટ કોકોનલ ઓઈલથી તમારી ત્વચા પર મસાજ કરવું જેથી કરીને ત્વચામાં તેલ શોષાઈ જાય.

સનસ્ક્રીન લગાવવાનું જરા પણ ન ભૂલવું

image source

હોળી તમે કંઈ ઘરમાં તો ઉજવવાના નહીં તેના માટે તમારે ઘરની બહાર જ જવું પડશે અને બહાર તડકો હશે. માટે તમારી તમારી ત્વચાને સૂર્યના પ્રકાશથી પણ બચાવવી પડશે. માટે કોકોનટનું લેયર ચડાવી દીધા બાદ તમારે તમારી ત્વચા પર ઉંચી ગુણવત્તાવાળુ સમનસ્ક્રીન લોશન પણ લગાવી લેવું જોઈએ. તેના માટે તમે SPF 50થી વધારેવાળું સનસ્ક્રીન લગાવી શકો છો. માત્ર ચહેરા પર જ નહીં પણ તમારા હાથ, ડોક અને પગ પર પણ લગાવી લેવું.

ટી-શર્ટની જગ્યાએ બટનવાળું શર્ટ કે કૂર્તો પહેરવાનું રાખો

image source

સનસ્ક્રીન લગાવી લીધા બાદ તમારે વસ્ત્રો પહેરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ટીશર્ટ કે બટન વગરનો કૂર્તો નહીં પણ બટન વાળું શર્ટ કે કૂર્તો પહેરવાનો છે. આમ કરવાથી તમારા કપડામાં કલર અટકી નહીં જાય અને તેનાથી તમારી સ્કીનને ઇરીટેશન પણ નહીં થાય.

રંગોથી રમથી વખતે વારંવાર તમારી જાતને ધોતા રહો

image source

રંગોથી રમતી વખતે તમારે વારંવાર તમારા પર લાગેલા રંગોને પાણીથી ધોતા રહેવું તેમ કરવાથી રંગો તમારી ત્વચા પર ટકી નહીં શકે. પણ આમ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે તમારી ત્વચાને ઘસીને સાફ ન કરવી તે તમારી ત્વચાને વધારે નુકસાન પહોંચાડશે. જો રંગ જાય નહીં તો ચિંતા ન કરવી ધીમે તે દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ