નેહા કક્કડના લગ્નની તારીખ થઇ ગઇ ફાઇનલ, જાણો ક્યારે અને કોની સાથે પરણશે

નેકા કક્કડના લગ્ન થવા જઈ રહ્યા છે આ જાણીતા ગાયકના દીકરા સાથે !

હાલ નેહા કક્ક્ડ ઇન્ડિયન આઈડલ સિઝન 11ને જજ કરી રહી છે. નેહા કક્કડ માટે આ સ્ટેજ અત્યંત મહત્ત્વનો છે કારણ કે તેણે પોતાની સિંગિંગ કેરિયરની શરૂઆત પણ આ જ શોથી કરી હતી. તેણી ઇન્ડિયન આઇડલમાં એક કન્ટેન્ડર રહી ચૂકી છે જોકે એ વાત અલગ છે કે તેણી શોને જીતી નહોતી શકી. પણ તેના અવાજે લોકો પર જાદૂ કર્યો અને આજે નેહાના લાખો ફેન્સ છે. અને આ જ શો કે જેના પર તેણી એક કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી તેમાં જજ તરીકે બેઠી છે.

image source

આવનારા એપિસોડોમાં સિંગર ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિક મહેમાન તરીકે શોમાં હાજરી આપવા આવી રહ્યા છે. જેની તૈયારી આખી ઇન્ડિયન આઇડલની ટીમ ધામધૂમથી કરી રહી છે. શો દરમિયાન તમે શોની જજ નેહા કક્કડ સાથે ઉદિત નારાયણને મસ્તી કરતા જોઈ શકશો.

image source

આ દરમિયાન ઉદિત નારાયણ નેહા કક્ક્ડને શોમાં આવવાનું કારણ જણાવતા તેણીને સ્ટેજ પર દોરી લાવશે અને તેણીને તેઓ જણાવશે શો પર આવવાનું કારણ બીજુ કોઈ નહીં પણ ખુદ નેહા કક્કડ જ છે. ઉદિતે સ્ટેજ પર બધાને આશ્ચર્યમાં મુકી દેતાં જણાવ્યું કે તેઓ નેહાને પોતાની વહુ બનાવવા માગે છે.

image source

અને માત્ર એટલું જ નહીં પણ આદિત્ય નારાયણના પિતા સાથે તેમની પત્ની પણ શોમાં હાજર છે જેથી કરીને નેહા તેમના પ્રસ્તાવને ના ન પાડી શકે. અને ડ્રામાં અહીં જ પુરો નથી થતો પણ આદિત્યના માતાપિતાની સાથે સાથે નેહા કક્કડના માતાપિતા પણ શો પર આવ્યા છે અને તેમણે નેહાના આ સબંધ માટે હા પાડી દીધી છે અને આદિત્યએ તેમના આશિર્વાદપણ લીધા હતા. જ્યારે અલ્કા યાજ્ઞનિકે મહેંદી હૈ રચને વાલી ગીતની એક કડી પણ ગાઈ હતી.

image source

જેમાં નેહાએ નખરા બતાવતા જણાવ્યું કે જો તે સિઝનની શરૂઆતમાં જ લગ્ન માટે હા પાડી દેશે તો શોમાં મજા નહીં આવે. ત્યારે આદિત્ય નારાયણ જણાવે છે કે કુટુંબના લોકોએ મળીને સંબંધ પાક્કો કરી લીધો છે તો હવે વાતને અહીં જ પુરી કરીએ.

આદિત્ય નારાયણે લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી છે અને તેની જાહેરાત કરતાં તેણે જણાવ્યું હતું કે લગ્ન વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ થશે. આદિત્યની આવી જાહેરાત કરતાં જ ગીત વાગવા લાગે છે અને ઉદિત નારાયણ ડાન્સ કરવા લાગે છે. એમ પણ ઘણીવાર ઇન્ડિયન આઇડલ 11ના સેટ પર આદિત્ય અને નેહાના આ પ્રેમને જોવામાં આવ્યો છે અને ફેન્સને તેમની વચ્ચેની કેમેસ્ટ્રિ પણ ગમી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

હવે જાણવાનું એ રહે છે કે આ બધું માત્ર શોની ટીઆરપી ઉંચી લાવવા માટે જ નથી થઈ રહ્યું ને કે પછી સાચે જ તેઓ એકબીજાના પ્રેમમાં છે અને પોતાના સંબંધને લગ્ન કરીને પાક્કો કરવા માગે છે.

image source

ઉદિત નારાયણ આ અગાઉ પણ ઇન્ડિયન આઇડલના સ્ટેજ પર આવી ગયા છે. તેમણે શોના કન્ટેસ્ટન્ટના વખાણ કરતાં જણાવ્યું હતું કે તેમને તે બધા ખુબ જ પ્રતિભાશાળી લાગી રહ્યા છે. નેહા કક્કડની વાત કરીએ તો તેણી આજના જમાનાની જાણીતી ગાયીકાઓમાંની એક છે. જો કે તેણીને અગાઉ બે વાર હૃદય ભંગનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ તેણીનું નામ બોલીવૂડ એક્ટર હિમાંશ કોહલી સાથે જોડાઈ ચુક્યું હતું અને તેણી માંડમાંડ તેની સાથેના બ્રેકઅપથી બહાર આવી શકી હતી.

image source

તમને જણાવી દઈએ કે નેહા કક્કડનો એક આગવો ફેનવર્ગ છે. તેણીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની વાત રીએ તો તેણીને તેના પર 31 મિલિયન એટલે કે 3.1 કરોડ કરતાં પણ વધારે લોક ફોલો કરે છે. આ આંકડો ઘણા બધા જાણીતા બોલીવૂડ એક્ટર્સને પણ પાછળ પાડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ