મકર સંક્રાંતિ 2020 : દેશભરમાં મકર સંક્રાંતિને અલગ અલગ નામથી ઉજવાય છે, જાણો શું છે કારણ

મકર સંક્રાંતિ 2020:દેશભરમાં મકર સંક્રાંતિને અલગ અલગ નામથી ઉજવાય છે, જાણો શું છે કારણ

image source

મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ઉજવાય છે. પરંતુ દરેક રાજ્યમાં તેનું નામ અલગ અલગ હોય છે. આ પર્વને કર્ણાટકમાં સંક્રાંતિ, તમિલનાડુ અને કેરળમાં પોંગલ, પંજાબ, હરિયાણામાં માઘી, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ, ઉત્તરાખંડમાં ઉત્તરાયણી તરીકે ઉજવાય છે.

જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેને ખિચડી નામથી ઓળખાય છે. આમ તો પંજાબમાં તેને લોહડીના નામથી સંક્રાંતિના એક દિવસ અગાઉ ઉજવવામાં આવે છે.

image source

મકર સંક્રાંતિનો તહેવાર હિંદી કેલેન્ડર અનુસાર પોષ માસની એ તિથિ પર ઉજવાય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મોટાભાગે આ તહેવાર જાન્યુઆરી માસની 14 કે 15 તારીખે જ આવે છે. તો ચાલો હવે જાણીએ કે એવું શું કારણ છે કે ભારતના દરેક રાજ્યમાં આ તહેવારને અલગ અલગ નામથી ઉજવાય છે.

રાજસ્થાન અને ગુજરાત

image source

મકર સંક્રાંતિ પર રાજસ્થાન અને ગુજરાતમાં પતંગ ઉડાડવાની પરંપરા છે. તેના કારણે ગુજરાતમાં પતંગ મહોત્સવના નામથી તેને ઉલ્લાસ સાથે ઉજવાય છે. પતંગ ઉડાડવા ઉપરાંત આ દિવસે દરેક ઘરમાં સૂર્ય પૂજા કરવામાં આવે છે અને ઘેવર, ફૈની, તલના લાડૂ પણ બનાવવામાં આવે છે. આ ખાસ દિવસે લોકો મહિલાઓને સૌભાગ્યની વસ્તુઓ ભેટ આપવાને શુભ ગણે છે.

તમિલનાડુ

image source

મકર સંક્રાંતિનો તહેવાર તમિલનાડુમાં પોંગલ નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરમાં સાફ સફાઈ કરે છે, આંગણામાં લોટ અને ચોખાના લોટની રંગોળી બનાવે છે. આ કર્યા બાદ લોકો માટીના વાસણમાં ખીર બનાવે છે. આ ખીરનો ભોગ સૌથી પહેલા સૂર્ય દેવને ચઢાવવામાં આવે છે. આ વાનગીને પણ પોંગલ કહેવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર 4 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ

image source

મકર સંક્રાંતિનો તહેવાર ઉત્તર પ્રદેશમાં ભારે ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે દરેક ઘરમાં અડદની દાળની ખિચડી બનાવવામાં આવે છે. આમ કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત લોકો આ દિવસે ઘરમાં તલના લાડુ, તલની ચીકી અને મગફળીના સ્વાદની પણ મજા માણે છે.

બિહાર, ઝારખંડ

image source

મકર સંક્રાંતિના તહેવાર પર બિહાર અને ઝારખંડમાં પણ ખીચડી બને છે પરંતુ તેની સાથે દહીં-ચૂડા બનાવવાની પરંપરા છે. આ સિવાય અહીંના લોકો રાતના ભોજનમાં તલમાંથી બનેલી વાનગીનું સેવન પણ કરે છે.

મહારાષ્ટ્ર

image source

મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિનો તહેવાર 3 દિવસ સુધી ઉજવાય છે. આ ત્રણ દિવસ દરમિયાન મહારાષ્ટ્રની પારંપારિક વાનગી પૂરણપોળી બનાવવામાં આવે છે અને લોકો પરીવારના સભ્યો સાથે તેને આરોગે છે. સાથે જ તલથી બનાવેલી વાનગી લોકો એકબીજાને ખવડાવે છે. આમ કરવાનો ઉદ્દેશ એ હોય છે કે લોકો એકબીજા વચ્ચેના મતભેદ અને જુની કડવાશ ભુલી નવી પહેલ મીઠાસ સાથે કરે.

પૌષ પરબન, પશ્ચિમ બંગાળ

image source

પૌષ પરબન પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે. આ ખાસ ખજૂર ગોળ, ખજુરનો ઉપયોગ કરી મીઠાઇઓ બનાવવા આવે છે. અહીં સંક્રાંતિના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ