શું તમે લેપટોપ ખરીદવા માગો છો પણ કન્ફ્યુઝ છો કે કયું લેપટોપ લેવું ?

શું તમે લેપટોપ ખરીદવા માગો છો પણ કન્ફ્યુઝ છો કે કયું લેપટોપ લેવું ?

આજે કંપ્યુટર એ સામાન્ય લોકોની જરૂરિયાત બની ગઈ છે. પછી તે ડેસ્કટોપ હોય કે લેપટોપ હોય. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને કંપ્યુટરની જરૂર અવારનવાર પડતી હોય છે. બાળકોને પોતાના સ્કૂલના પ્રોજેક્ટ માટે તો મોટાઓને પોતાના ઓફિસના કામ માટે તો ક્યારેક એન્ટરટેઇન માટે કંપ્યુટરની જરૂર પડે છે. હવે લોકો લેપટોપ વધારે પ્રમાણમાં વસાવવા લાગ્યા છે કારણ કે તેને તમે ગમે ત્યાં લઈ જઈ શકો ઓફિસમાં પણ લઈ શકો અને ઘરે લાવીને પણ તમે તેના પર કામ કરી શકો.

પણ લેપટોપ લેતી વખતે સામાન્ય માણસ કે જે કંપ્યુટરનો ખાસ જાણકાર ન હોય તેને ઘણી બધી મુંઝવણો સતાવતી હોય છે. કે કેવી કેપેસીટીનું લેપટોપ લેવું, કઈ કપનીનું લેવુ? વિગેરે વિગેરે તો તમારી આ જ મુંઝવણને દૂર કરતી આજની અમારી પોસ્ટ છે.

લેપટોપ લેતી વખતે તમારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જે અહીં અમે તમને વિસ્તૃત રીતે જણાવવામાં આવી છે.

પ્રોસેસર

બે પ્રકારના પ્રોસેસર બજારમાં ઉપલબ્ધ છે. ઇન્ટેલ અને એએમડી.

જો તમે 20 હજારથી નીચેનું લેપટોપ લેવા માગતા હોવ તો તમારે એએમડીનું પ્રોસેસર લેવું જોઈએ કારણ કે તેનો પાવર વધારે હોય છે પણ 20 હજારથી નીચેના લેપટોપ માટે ઇન્ટેલના પ્રોસેસર યોગ્ય નહીં રહે કારણ કે તેનો પાવર ઓછો હોય છે. પણ જો 20 હજારથી ઉપરનું લેપટોપ લેવા માગતા હોવ તો ઇન્ટેલનું જ પ્રોસેસર લેવું. એએમડીનું લેવાનો કોઈ અર્થ નથી. ઇન્ટેલમાં અલગ પ્રકારના પ્રોસેસર ઉપલબ્ધ છે i3, પેન્ટિયમ 4, ડ્યુઅલ કોર, i5, i7, આમ ઇન્ટેલે અલગ અલગ કામો એટલે કે જરૂરિયાત માટે અલગ અલગ પ્રોસેસર બનાવ્યા છે.

જો તમારે તમારા લેપટોપ પાસે કંઈ વધારે કામ ન કરાવવાનું હોય એટલે કે તમે માત્ર વિડિયો જોવાના હોવ અને રૂટીન મેઇલ્સ ચેક કરવાના હોવ તો તમારા માટે i3 યોગ્ય રહેશે.

પ્રોસેસરની પસંદગી વખતે તમારે તેમાં કેટલા કોર છે તે પણ જોવું જોઈએ કારણ કે જેટલા વધારે કોર હશે તેટલી તમારા લેપટોપની કામ કરવાની કેપેસીટી વધી જશે. કોર કંઈક આ પ્રકારનું કામ કરે છે. જો તમારી પાસે એક ગોડાઉન હોય અને તેને માત્ર એક જ દરવાજો હોય અને તેમાં સામાન મુકવો હોય તો તમે માત્ર તે જ દરવાજામાંથી સામાનને અંદર લઈ જઈ શકશો પણ જો તેને બે દરવાજા હશે તો તમે તેમાં ઝડપથી સામાન મુકી શકશો. હાલ i3 છે જેમાં 2 કોર છે, i5માં 4 કોર અને i7માં 5થી વધારે કોર હોય છે

જો તમારે વધારે કામ ન હોય જેમ કે તમે લેપટોપ પર માત્ર મૂવી જોવા માગતા હોવ અથવા ઇમેઇલ ચેક કરવા માગતા હોવ તો તમારા માટે આઈ 3 બેસ્ટ છે. તમે આઈ 5 કે આઈ 7 પણ લઈ શકો છો પણ તમારી પાસે લેપટોપ પાસે કરાવવા માટે વધારે કામ ન હોય તો તમારે તેટલી બધી કેપેસીટીની જરૂર નહીં પડે.

જો તમારી પાસે વિડિયો એડિટીંગ કરવાનું કામ હોય, ફોટોશોપ પર કામ કરવાનું હોય અથવા તમારા કોલેજનો કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય તો તે માટે તમારે આઈ3 ન લેવું જોઈએ કારણ કે આ તેની કેપેસીટી બહારનું કામ છે. તેના માટે તમારે આઈ5 લેવું જોઈએ.

ઇન્ટેલમાં સૌથી ટોપ પર આઈ 7 છે. તેમાં તમે મોટી ગેમ્સ રમી શકો છો. જો તમારે રૂટીન કામ કરવું હોય તો તેના માટે આઈ5 બરાબર છે પણ જો તમે ગેઇમ્સ રમવા માગતા હોવ જેમાં સારા ગ્રાફીક્સની જરૂર પડે તો તેના માટે આઈ5 યોગ્ય છે. પ્રોસેસર ના નામ પહેલાં જનરેશન લખવામાં આવે છે દા.ત. ફર્સ્ટ જનરેશન, ફોર્થ જનરેશન, સેવેન્થ જનરેશન વિગેરે. તો આ જનરેશન શું છે?

જનરેશનમાં પ્રોસેસરમાં જે નાની ચીપ લગાવવામાં આવે છે તેને દરેક જનરેશને ઓર વધારે નાની કરીને તેની કેપેસીટી વધારવાનો પ્રયાસ ઇન્ટેલ કરતું હોય છે. થર્ડ જનરેશનમાં ચીપ્સની સાઈઝ 28 નેનોમીટર હતી જે ફીફ્થ જનરેશનના પ્રોસેસરમાં ઘટીને 14 નેનોમીટર કરી દેવામાં આવી છે. આમ દર નવી જનરેશને ચીપ્સની સાઇઝમાં ઘડાડો કરવામાં આવે છે.

દર નવી જનરેશને ઇન્ટેલ પોતાના પ્રોસેસરની ચીપ્સની સાઇઝ ઘટાડવાનો પ્રયાસ કરે છે જેથી કરીને પ્રોસેસરને વધારે નાનું બનાવી શકાય જેથી કરીને તેને ચલાવવા માટે ઓછા પાવરની જરૂર પડે અને લેપટોપની બેટરી વધારે લાંબો સમય ચાલે.

અત્યાર સુધીમાં ઇન્ટેલના એઇટ્થ જનરેશન સુધીના પ્રોસેસર બજારમાં આવી ગયા છે. અત્યારે બજારમાં ફોર્થ જનરેશન પણ ઉપલબ્ધ છે અને લેટેસ્ટ જનરેશન પણ ઉપલબ્ધ છે અને બધાનું વેચાણ પણ થાય છે. તમારે આવા સમયે ધ્યાન એ રાખવાનું છે કે તમારા બજેટમાં બને તેટલી લેટેસ્ટ જનરેશનનું પ્રોસેસર લો.

RAM (Rendom excess memorry)

હવે કંપ્યુટરમાં RAM (Rendom excess memorry) કેવી હોવી જોઈએ તે તમારે જોવાનું છે. પ્રોસેસર તો તમે જોઈ લીધું કે કેવું લેવું છે પણ તે પ્રોસેસર પાસે કામ કરાવવા માટે તમારા કંપ્યુટરમાં મેમરી હોવી જોઈએ. જેટલી તમે વધારે રેમવાળુ લેપટોપ લેશો તેટલું વધારે તમે મલ્ટીટાસ્કીંગ તમારા લેપટોપ પર કરી શકશો.

પણ અહીં તમારે તમારા પ્રોસેસરને ધ્યાનમાં રાખીને રેમ લેવાની છે. જો તમે આઈ3 પ્રોસેસર લેશો તો તમારે વધારેમાં વધારે 4 જીબી રેમની જરૂર પડશે. જો વધારે લેશો તો તમારું પ્રોસેસર તેને પોહંચી નહીં વળે કારણ કે તે તેટલું બધું કામ નહીં કરી શકે. પણ જો તમે આઈ5 અથવા આઈ7 લેવાના હોવ તો તમારે મિનિમમ 8 જીબી રેમવાળુ લેપટોપ તો લેવું જ જોઈએ. આમ બન્ને પ્રોસેસર અને રેમ એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરશે અને તમારું કામ ઝડપી થઈ શકશે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે 32 જીબી રેમ પણ લઈ શકો છો પણ અહીં મહત્ત્વનું એ છે કે તમારા કામને શું આટલી બધી રેમની જરૂર છે ? જો ન હોય તો તમારે તમારા કામ પ્રમાણે જ રેમની પસંદગી કરવી જોઈએ.

રેમની પણ જનરેશન આવે છે. જેમ કે ડીડીઆર 1, ડીડીઆર 2, ડીડીઆર 3 અને ડીડીઆર 4 આમ અત્યાર સુધીમાં રેમની ચાર જનરેશન બજારમાં આવી છે જેમાં લેટેસ્ટ ડીડીઆર 4 છે. તેમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં બેટરીનો યુઝ ઓછામાં ઓછો કરવામાં આવે છે જેથી કરીને તમે લેપટોપલને લાંબો સમય વાપરી શકો. માટે તમારે લેટેસ્ટ જનરેશનની જ રેમ યુઝ કરવી જોઈએ. આમ પણ ટેક્નોલોજી એક વર્ષમાં તો જૂની થઈ જાય છે. માટે બને તેટલી લેટેસ્ટ ટેક્નોલોજી પર જ પસંદગી ઉતારવી.

હવે કંપ્યૂટરની મેમરી કેટલી હોવી જોઈએ તે તમારે જોવાનું છે. તે બે પ્રકારની હોય છે. એચડીડી (હાર્ડ ડીસ્ક ડ્રાઇવ) અને એસએસડી (સોલીડ સ્ટેટ ડ્રાઇવ)

હાર્ડ ડ્રાઇવ મેમરીમાં સ્પેસ વધારે મળે છે. જેમ કે 1 ટીબી 4 ટીબી વિગેરે. ટ્રેડીશનલી લોકો એચડીડી જ લે છે. માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલી મેમરી વાળી હાર્ડ ડ્રાઇવ લેવી છે.

એસએસડી (સોલીડ સ્ટેટ ડ્રાઇવ)માં ચીપ્સમાં ડેટા સ્ટોર થાય છે. અહીં તમને રીડ રાઇટની સ્પીડ વધારે મળે છે. પણ સ્ટોરેજ ઓછું હોય છે. આ ઉપરાંત તે ખુબ જ મોંઘી હોય છે. માટે લોકો તેને યુઝ નથી કરતા. એપલના લેપટોપમાં આ જ ડ્રાઇવને ઉપયોગમાં લેવામાં આવે છે. માટે જ તેમાં સ્ટોરેજનો પ્રશ્ન રહ્યા કરે છે.

સોફ્ટવેયર

હવે તમારે સોફ્ટવેયરની પસંદગી કરવાની છે. જો તમારામાં માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ આવે છે તો તમારી પાસેથી તે સિસ્ટમના રૂપિયા 5 હજારથી વધારે ઉઘરાવવામાં આવે છે જેને માઇક્રોસોફ્ટને આપવામાં આવે છે. જો તમે ઓપરેટીંગ સીસ્ટમ નખાવા ન માગતા હોવ તો ડોસ ઓપરેટીંગ સીસ્ટમ તમને તે લોકો ફ્રીમાં નાખી આપશે જેનો હાલ કોઈ જ યુઝ કરવામાં આવતો નથી. અથવા તો તમે પોતે જ બજારમાંથી બીજા કોઈ પાસેથી માઇક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમ નખાવી લો અથવા તો માત્ર 300-500 રૂપિયામાં માઇક્રોસોફ્ટ ઓપરેટીંગ સીસ્ટમનું પાયરેટેડ વર્ઝન મળે છે તે પણ નખાવી શકો છો.

ડીસ્પ્લે

કેટલા રીઝોલ્યુશનનું ડીસ્પ્લે હોવું જોઈએ. તે હાફ એચડી હોવું જોઈએ કે ફૂલ એચડી હોવું જોઈએ ? જો તમે ફૂલ એચડી ડીસ્પ્લે લેશો તો તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં ગ્રાફીક કાર્ડ હોય. જો તમારી પાસે ફૂલ એચડી હોય અને ગ્રાફીક કાર્ડ ન હોય તો તમારું ડીસ્પ્લે એચડી હોવાનો કોઈ જ મતલબ જ નથી. માટે તમારે ગ્રાફિક કાર્ડ પણ લેવું જોઈએ.

વધારાની સગવડો

કેવા દેખાવનું અથવા વધારાની બીજી કઈ સગવડો આપવામાં આવી છે. જેમ કે ટચ સ્ક્રીન લેપટોપ, ફીંગર પ્રીન્ટ સ્કેનર, લેપટોપનો સ્ક્રીન કેટલા એંગલ પર વળી શકે છે. જેમ જેમ આ બધી સગવડો વધતી જાય છે તેમ તેમ ભાવ વધતો જાય છે.

કઈ કંપનીનું લેવું ?

સૌ પ્રથમ તો તમારે એ જોવાનું છે કે તમારે કેવા કોન્ફીગરેશનવાળુ લેપટોપ જોઈએ છે ? અને તે કઈ કંપનીના લેપટોપમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમારે તેના ભાવને પણ ધ્યાનમાં રાખવાનું છે અને ભાવ વધારે ઓછા હોય તો તમારે એ જોવાનું છે કે તેમાં શું છે તો ભાવ વધારે છે અને શું નથી તો ભાવ ઓછા છે. શું તમારી જરૂરિયાતનું પ્રોસેસર, રેમ, મેમરી તેમાં છે.

આ ઉપરાંત જે-તે કંપનીની આફ્ટર સેલ્સ સર્વિસ કેવી છે તેને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારા શહેરમાં કઈ કંપનીનું સર્વિસ સેન્ટર છે તે પણ તમારે જોઈ લેવું. કારણ કે જો સેન્ટર હશે તો જ તમારા લેપટોપની સમસ્યાઓને તમે કંપનીના સેન્ટરમાં દૂર કરાવી શકશો.

લેપટોપ માટેની આ ટોપ થ્રી કંપનીઓ છે.

– એચપી લેપટોપ

– એસર લેપટોપ

– ડેલ લેપટોપ

વોરન્ટી

જો તમને વોરન્ટી આપવામાં આવતી હોય અને બીજા રૂપિયા ચૂકવી બીજી એક્સ્ટેન્ડેડ વોરન્ટી મળતી હોય તો તમારે તે લઈ લેવી જોઈએ. કારણ કે તેના વોરન્ટી પિરિયડ બાદ લેપટોપ ખરાબ થવાનું જ છે. પણ જો તમારી પાસે એક્સેટન્ડેડ વોરન્ટી હશે તો તમે તે વખતે 5-6 હજારના ખર્ચાથી બચી શકશો. આશા છે અમે તમને વિસ્તૃત માહિતી ઉપલબ્દ કરાવી હશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ