સ્ટ્રોબેરી ફાલુદા વિથ વેનિલા આઇસ્ક્રીમ – આવી ગરમીમાં બપોરે ઠંડો ઠંડો ફાલુદા મળી જાય તો મોજ આવી જાય…

સ્ટ્રોબેરી ફાલુદા વિથ વેનિલા આઇસ્ક્રીમ

આ જે અમે તમારી માટે ફાલુદાની ટ્વીસ્ટેડ રેસીપી લાવ્યા છે. સ્ટ્રોબેરી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. તેમને કંઈ પણ ખવડાવવું હોય તો તમારે તેમાં સ્ટ્રોબેરી એડ કરી દેવી. જેમ કે સાદા દૂધમાં સ્ટ્રોબેરી સીરપ એડ કરી તેમને પીવડાવો, રોટલી પર સ્ટ્રોબેરી જેમ લગાવી તેમને આપી દો. આમ સ્ટ્રોબેરી એ છોકરાઓને હેલ્ધી ભોજન ખવડાવવા માટે ઘણું મદદરૂપ ઇનગ્રેડીયન્ટ છે. અને નાના બાળકોની શું વાત કરવી મોટાઓને પણ સ્ટ્રોબેરી ઘણી પ્રિય હોય છે. એમા પણ જો ઉનાળો ચાલતો હોય અને તમારા મિલ્કશેઇકમાં સ્ટ્રોબેરી એડ કરી દેવામાં આવે તો તો મજા જ આવી જાય.

માટે જ આ જે અમે ફાલુદાની એક અનેરી રેસીપી લાવ્યા છે. જે ચોક્કસ તમને ભાવવાની છે. અને તમે તેને માત્ર તમારા પરિવારજનોને જ નહીં પણ તમારા મહેમાનને પણ ઓફર કરશો.

તો ચાલો બનાવીએ સ્ટ્રોબેરી ફાલુદા વિથ વેનિલા આઇસક્રીમ


સામગ્રી

1 ચમચી તકમરીયા


¼ કપ ફાલુદાની સેવ

6 ચમચી રોઝ સીરપ

બે કપ ઠંડુ દૂધ

બે મોટી ચમચી સ્ટ્રોબેરી સ્ક્વોશ

જરૂર પ્રમાણે કાજુ બદામનું કતરણ

3 ચમચી વ્હીપ્ડ ક્રીમ (અહીં તમે ઘરની તાજી મલાઈ પણ લઈ શકો છો. તમારે તેને વ્હિસ્કરથી વ્હિસ્ક કરી લેવી)

4 સ્કૂપ વેનિલા આઇસક્રીમ

બનાવવાની રીત


એક કપ ગરમ પાણી લો અને તેમાં બે ચમચી જેટલા તકમરીયાને પલાળી લો. માત્ર અરધો કલાકમાં જ તકમરીયા પલળી જશે. તેને બાજુ પર મુકી દો.


હવે એક નાની તપેલીમાં એક કપ પાણી ગરમ કરવા મુકો.


પાણી ઉકળી જાય એટલે તેમાં વર્મી સેવ ઉમેરી તેને બે મિનિટ માટે બાફી લો.

બફાઈ ગયા બાદ તેને પાણીમાંથી બહાર લઈ લો એટલે કે વધારાનું બધું જ પાણી તેમાંથી કાઢી લો અને તેને એક વાટકીમાં બાજુ પર મુકી દો. તેને રૂમ ટેમ્પ્રેચર પર લાવવી.


એક બોલ લો તેમાં બે કપ ઠંડુ દૂધ લો. હવે તેમાં 2 ચમચી રોઝ સીરપ ઉમેરો.


અહીં આપણે ખાંડનો ઉપયોગ નથી કરતાં કારણ કે રોઝ સીરપમાં ખાંડનો સમાવેશ થઈ જાય છે.

ખાંડ નાખવાની ફાલુદા ઓવર સ્વીટ થઈ જશે. માટે ખાંડ એડ કરવી નહીં.


રોઝ સીરપ નાખ્યા બાદ તેમાં વ્હીપ્ડ ક્રીમ લો.

જો તમારી પાસે વ્હીપ્ડ ક્રીમ ન હોય તો તમે ઘરના દૂધની તાજી ક્રીમ પણ લઈ શકો છો. પણ તમારે તેને બરાબર વ્હીસ્ક કરી લેવી.

હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. તમે તેને હેન્ડ બ્લેન્ડરથી પણ મીક્ષ કરી શકો છો ચમચીથી પણ મિક્ષ કરી શકો છો અને હેન્ડ વ્હિસ્કરથી પણ કરી શકો છો. તેને મીક્ષ કરવામાં કંઈ વધારે મહેનત નથી લાગતી.


હવે સર્વિંગ માટે કાચના બે ટ્રાન્સપરન્ટ મગ લો અથવા તો કાચના બે ગ્લાસ લો. તેના ગાર્નિશિંગ માટે એટલે કે તમારા સર્વિંગને એટ્રેક્ટીવ બનાવવા માટે કાચની અંદરની બાજુની કિનારીની ફરતે એક ચમચી રોઝ સીરપ નાખો. આમ કરવાથી તેના રેલા નીચે સુધી જશે અને બહારથી ગ્લાસ સુંદર લાગશે. હવે ગ્લાસના તળિયે પણ બે ચમચી રોઝ સીરપ એડ કરો.


હવે તેમાં પલાળીને બાજુ પર રાખેલી વાટકીમાંથી બે ચમચી તકમરીયા લઈ એડ કરો. તમને જો વધારે ભાવતા હોય તો તમે વધારે પ્રમાણમાં નાખી શકો છો.


ત્યાર બાદ બાફીને ઠંડી કરેલી સેવ બે ચમચી લઈ ગ્લાસમાં ઉમેરો. તેને પણ તમારી પસંદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં નાખી શકો છો.


હવે બે ચમચી સ્ટ્રોબેરી સ્ક્વોશ લઈ તેને સેવ ઉપર નાખો.


હવે તેમાં રોઝ સીરપ અને ક્રીમ મિક્ષ કરીને તૈયાર રાખેલા દૂધમાંથી એક-એક કપ બન્ને ગ્લાસમાં એડ કરો.


હવે તેના પર બે સ્કૂપ વેનિલા આઇસ્ક્રીમ એડ કરો.


હવે છેલ્લો ટચ આપવા ઉપર ફી અરધી ચમચી રોઝ સીરપ નાખો.


હવે તેના પર કાજુ બદામનું ટોપીંગ કરી ગાર્નિશ કરો.


તૈયાર છે સ્ટ્રોબેરી ફાલુદા વિથ વેનિલા આઇસક્રીમ.

સંપૂર્ણ વિગતવાર રેસીપી વિડીઓ જુઓ અહિયાં


સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)