નવરાત્રીમાં રાતે શું બનાવું તેની તૈયારી સવારથી જ કરી દો… અમે લાવ્યા છે ખુબ ઇઝી વાનગીઓ…

સેન્ડવીચ બનાવવાનું મન થયુ છે અને તમારા કિચન માં સેન્ડવીચ બ્રેડ નથી. અને ઘરે ચપાટી વધી છે તો ચાલો આજે એ ચપાટી માંથી યુનીક ટેસ્ટી અને હેલધી લેફ્ટ ઓવર રેસીપી થી બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ બનાવીએ..જે બનાવામાં ખુબજ સરળ અને હેલ્ધી વાનગી છે. તો ચાલો નાના-મોટા બધાને ભાવે એવી બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ ઘરે બનાવીએ…

બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay style chapati sandwich)

સામગ્રી:

  • ૪- ચપાટી/ રોટલી
  • ૨ – બાફેલા બટેટા (મીડીયમ સાઈઝ નાં)
  • ૨- ટમેટા
  • ૨- કાકડી
  • ૨ – કાંદા
  • ૧- કેપ્સીકમ
  • ૧- વાટકી કોથમીરની ચટણી
  • ૩-૪ ક્યુબ ચીઝ
  • સેન્ડવીચ મસાલો ટેસ્ટ મુજબ
  • મીઠુ જરૂર મુજબ

રીત:

– એક ફલેટ ડીશ માં એક ચપાટી મુકો હવે તેનાં પર કોથમીરની ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો.હવે ચપાટી પર બટેકા ની પાતળી સ્લાઈઝ કરી ગોઠવી તેનાપર પાછો થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો અને કેપ્સીકમ ની પાતળી સ્લાઈઝ કાપી ગોઠવી તેના પર ચીઝ છીણી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો.

– તેના પર હવે બીજી ચપાટી મુકી ફરી ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો . હવે તેનાં પર સ્લાઈઝ કરેલી કાકડી ગોઠવો થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી ટમેટાની સ્લાઈઝ ગોઠવી ચીઝ નાંખો.

– એના પર પાછી ચપાટી મુકી ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી હવે કાંદાની સ્લાઈઝ ગોઠવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી ચીઝ નાંખો અને ચપાટી ગોઠવી લો.આ રીતે ચપાટી ના ચાર લેયર માં રેડી કરો.

– હવે નોન સ્ટીક તવાે ગરમ થાય એટલે તેના પર ૧ ચમચી બટર નાંખી આ ચપાટી સેન્ડવીચ બરાબર રીતે મુકો અને ટ્રન્સપરન્ટ લીડ ઢાંકી એને ધીમા ગેસ પર ૭-૮ મિનીટ પાકવા દો અને નીચે ની સાઈડ ક્રીસ્પી અને બ્રાઉન કલર થાય એટલે લીડ કાઢી તવા પર અેક ડીશ મુકી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ આજ રીતે લીડ ઢાંકી ધીમા ગેસ પર ૭-૮ મિનીટ પાકવા મુકી દો.

– બીજી સાઈડ પણ સાઈડ ક્રીસ્પી અને બ્રાઉન કલર થાય એટલે લીડ કાઢી ગેસ બંધ કરી સર્વીંગ પ્લેટ માં કાઢી પીઝા કટર ની મદદથી કાપી ચીઝ છીણી સોસ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

તો રેડી છે ગરમા ગરમ બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ.

ખુશ્બુ દોશી, સુરત.

ચિલી ચીઝ રોટી (Chilli Cheese Roti)

* સામગ્રી :-

  • * રોટલી
  • * એક કપ બેસન ( ચણા નો લોટ )
  • * ૧ બારીક સમારેલુ કેપ્સિકમ
  • * ૧/૪ કપ બારીક સમારેલી કોબી
  • * ૧ બારીક સમારેલી ડુગળી ( opsnal )
  • * ૨ બારીક સમારેલા લીલા મરચા
  • * ૧/૪ ટી સ્પૂન હળદર
  • * ૧૧/૨ ટી સ્પૂન લાલ મરચુ
  • * ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  • * મીઠુ સ્વાદ મુજબ
  • * ૧ થી ૨ ક્યુબ ચીઝ ( છીણેલુ )
  • * તેલ

* રીત :-

– એક બાઉલ મા બેસન લઇ તેમા બધા વેજીટેબલ્સ અને મસાલા નાખી પૂડલા ના ખીરા જેવુ ખીરૂ તૈયાર કરો ( ખીરૂ બહુ પતલુ કે બહુ જાડુ નથી રાખવાનુ મીડીયમ હોવુ જોઇયે રોટલી પર સ્પેડ થાય એવુ.)

– હવે આ ખીરા મા છીણેલુ ચીઝ નાખી મિકસ કરો .

– ત્યાર બાદ એક નોનસ્ટિક પેન મા પહેલા રોટલી મૂકી તેના પર પડલા નુ ખીરૂ બરાબર પાથરી તેને તેલ લગાવી બને બાજુ શેકી લેવુ. ગેસ ધીમો રાખવો. બને બાજુ ક્રિસ્પી થાય એવુ શેકવુ.

– હવે તેને એક પ્લેટ મા કાઢી કટર થી કટ કરી ઉપર ચીઝ નાખી સોસ સાથે સવૅ કરો.

– આ ચિલી ચીઝ રોટી બાળકો ને ટીફીન મા પણ અપાય.

કાજલ શેઠ (મોડાસા)

વધેલા રોટલીના લોટમાથી દહીવડા (Rotli na Dahi Vada)

સામગ્રી : –

  • * રોટલી નો લોટ અથવા એક કપ ધઉ નો લોટ.
  • * ૧/૨ ચમચી જીરૂ
  • * ૧ ચમચી વાટેલા આદુ-મરચા
  • * ૨ ચમચા બેસન
  • * ૨ ચમચા સોજી
  • * ચપટી સોડા
  • * મીઠુ સ્વાદ મુજબ
  • * તળવા તેલ
  • * મીઠા વાળુ પાણી ( વડા નાખવા )

* સવૅ કરવા માટે

  • – ગળ્યુ દહી , તીખી ચટણી, , ગળી ચટણી , જીરૂ પાવડર, લાલ મરચુ , કોથમીર.

રીત : —

– એક બાઉલ મા લોટ લઈ ગ્રાઈન્ડર ફેરવવુ જરૂર મુજબ પાણી નાખવુ.

– હવે તેમા બેસન ,સોજી ,સોડા, મીઠુ, જીરૂ ,આદુમરચા નાખી ફરી ગ્રાઈન્ડ કરવુ.

– એક કડાઈ મા તેલ લઈ ધીમા તાપે વડા તળવા. (ગુલાબી રંગ ના)

– વડા ને મીઠા વાળા પાણી મા ૧૦મીનીટ પલાળવા.પછી વડા ને હાથ થી દબાવી એક પ્લેટ મા મૂકવા.

– હવે સવિગ પ્લેટ મા ૩ થી ૪ વડા લેવા તેના પર દહી,બને ચટણી નાખવી પછી મરચુ અને જીરૂ પાવડર છાટવો.

છેલ્લે કોથમીર નાખી સવૅ કરવુ

– આ દહીવડા જલદી થાય છે.

આમા દાળ પલાળવા ની ઝંઝટ નથી એટલે મહેમાન આવે તો ફરસાણ થઈ જાય.

કાજલ શેઠ (મોડાસા)

ઈડલી ઉપમા (Idli Upma)

સામગ્રી:

  • 10 ઇડલી
  • 2 મિડીયમ ગાજરનુ છીણ
  • 1/2 cup લીલા વટાણા
  • 1 મિડીયમ ટમેટું
  • 1 મિડીયમ ડુંગળી
  • ચપટી હળદર
  • 1-2 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લિમ્બુનો રસ
  • મીઠું
  • 1 ચમચો તેલ
  • 1ચમચી રાઇ
  • 1 ચમચી જીરુ
  • 1 ચમચી અડદની દાળ
  • લીમડાના પાન
  • 1 લીલા મરચાની ચીરી

રીત:

– સૌ પ્રથમ ઈડલીને હાથમાં લઈ આખા પાખો ભૂક્કો કરી લેવો.

– હવે એક પેનમા તેલ લઈ રાઇ, જીરુ, અડદની દાળ, લીમડાના પાન અને લીલા મરચાંની ચીરી ઉમેરી ડુંગળી ઉમેરી સાંતળી પછી ટમેટા ઉમેરવા.

– પછી ગાજરનુ છીણ, વટાણા, લાલ મરચું, મીઠુ, ખાંડ અને હળદર ઉમેરી મિક્ષ કરી સહેજવાર કૂક કરવુ.

– પછી ઈડલી ક્ર્મ્બ્લ અને લિમ્બુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.

– લીલી ડુંગળીના પાન વડે સર્વ કરવું.

– તો તૈયાર છે લેફ્ટઓવર ઈડલીમાંથી ઈડલી ઉપમા.

હિરલ રાકેશ ગામી (જામનગર)

 

સેઝવાન રોટલો (schezwan Rotlo)

સામગ્રી

  • ૨- ૩ ચમચી ઘી
  • ૭-૮ કળી લસણ
  • ૧ ચમચી આદુ
  • ૪-પ લાલ સુકા કાશ્મીરી મરચા
  • ૧ કપ ડુંગળી જીણી સમારેલી
  • ૧/૨ કપ કેપ્સીકમ સમારેલા
  • ૨ કપ ટામેટા ખમણેલા અથવા જીણા સમારેલા
  • મીઠુ
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ ઠંડા રોટલા નો ભુક્કો
  • ૩-૪ ચમચી દહીં (ઓપ્શનલ)

રીત

– ઠંડા રોટલા ને મીક્ષર મા ક્્શ કરો.

– ૪-પ નંગ લાલ સુકા કાશ્મીરી મરચા ને પ-૬ કલાક પલાળવા. પછી તેમા લસણ અને આદુ નાખી પેસ્ટ બનાવવી.

– એક પેન મા ઘી મુકી બનાવેલી મરચા ની પેસ્ટ સાંતળો.

– લસણ ની સુગંધ આવા લાગે ત્યાં સુધી સાંતળો અંદાજે અેક મીનીટ.

– ત્યારબાદ તેમા ડુંગળી ઉમેરી સાંતળો.

– હવે પછી તેમા કેપ્સીકમ ઉમેરી હલાવતા રહો.

– ત્યારપછી સમારેલા ટામેટા ઉમેરી ૧-૨ મીનીટ પછી બધા મસાલા ઉમેરો અને ઘી છુટે ત્યાં સુધી પકાવવું.

– પીરસતા સમયે તેમા રોટલા નો ભુક્કો ઉમેરી મીક્ષ કરી ગેસ બંધ કરી ઇચ્છો તો દહીં પણ ઉમેરી શકો છો.

– તૈયાર છે સ્પાઈસી અેન્ડ ટેસ્ટી સેઝવાન રોટલો. ઉપર થી માખણ અથવા ઘી નાખી દહીં સાથે સવઁ કરો .

નોંધ – કોબી તેમજ ગાજર પણ ઉમેરી શકાય.

શીતલ રવી ગાદેશા

શેર કરો આ ફટાફટ બનતી વાનગીઓ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.