જીવન માટે સંઘર્ષ કરી રહેલા આ બાળકની તસ્વીરે ખળભળાટ મચાવી દીધી છે!

મ્યાંમારનાં રોહિંગ્યા મુસ્લિમોનોની દર્દ દર્શાવતી તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ  વાયરલ થઈ રહી છે, જેણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ એક ફોટોમાં દેખાઈ રહેલ બાળક નદી પાસે કાદવમાં ફસાયેલો જોવા મળે છે, જે ભાંખડીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મનને ઝૂંઝલાવી દેતી આ તસ્વીર રેફ્યુજી કેમ્પની પરિસ્થિતિ જોવા ગયેલ ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવી છે. મ્યાંમારમાં હિંસા ભડકી ઉઠી છે, જેનાં કારણે રોહિંગ્યા મુસ્લિમ બીજા દેશમાં ભાગીને શરણ લઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિ તેઓને અવાર-નવાર જોવી પડતી હોય છે. જ્યાં તેમનું રોજીંદુ જીવન તો ખોરવાય જ છે, પણ આ સાથે જાન હાનીનું પણ નુકશાન થાય છે. સ્થળાંતરનાં સમયે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાં પણ ખાસ બાળકોની મોત થવાથી દેશભરમાં ખળભળાટ મચાવી દીધી છે. મ્યાંમારની  દશા વિશે જાણવા માટે વાંચતા રહો આગળ…

 

આવી છે રોહિંગ્યા મુસલમાનોની પરિસ્થિતિ

આ તસ્વીરો બાંગ્લાદેશમાં કૉક્સ બજાર રેફ્યુજી કેમ્પ પાસે લેવામાં આવી છે. જેમાં બાળકો અને વડીલોની દૂરદશા જોઈને આંખોનાં ખૂણા ભીંજાઈ જાય છે. એક ફોટોમાં બાળક પેટેથી ઘસડાઈને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. આ તસ્વીર વાયરલ થતા જ લોકો શોકમાં ડૂબી ગયા છે. જે બાળક સરખી રીતે ચાલી પણ નથી શક્તું તેને હવે ભાંખડીને જીવ બચાવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

મ્યાંમારની કપરી સ્થિતી જોતા ત્યાં વસતા રોહિંગ્યા મુસ્લિમો જીવન ટકાવી રાખવા માટે બાંગ્લાદેશ અને તેની આજુબાજુનાં અન્ય દેશમાં આસરો લઈ રહ્યાં છે. બાંગ્લાદેશમાં પ્રવેશ કરવા માટે સૌ પ્રથમ તેઓને કાદવ્-કીચડ વાળી નદી પાર કરવાની રહે છે. આ નદીને પાર કરતા દરમિયાન વિભિન્ન ઘટનાઓ બની છે, જેમાં હજારો લોકોની મૃત્યુ થઈ છે. હાલમાં આ નદીથી બાંગ્લાદેશ તરફ જઈ રહ્યાં રોહિંગ્યા મુસલમાનોની નાવ કાદવમાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં પાંચ મહિનાનાં બાળકની મોત થઈ હતી. એકવાર તો કાનો પર ભરોસો જ નથી થતો કે તણાવ ભરેલા વાતાવરણમાં આ માસૂમ બાળકોની મોત નીપજી રહી છે. આ ઘટનાની પણ ફોટો તમને અહીંયા જોવા મળશે, જેમાં પાંચ વર્ષનાં બાળકનાં શવને તેનાં માતા-પિતા વળગીને દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

બાળકો કિંમત ચૂકાવી રહ્યાં છે

૨૫ ઑગસ્ટનાં રોજ રખાઈનમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે રોહિંગ્યા દ્વારા પોલીસની એક ટૂકડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં સેના કાર્યરત થઈ, તેમની કાર્યવાહી કરવાની અસર એ થઈ કે રોહિંગ્યા મુસલમાનોને દેશ છોડીને જવું પડી રહ્યું છે. તેઓ બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યાં છે. આ અંગે હિંસા ગ્રસ્ત લોકોનું કહેવું હતું કે આનું કારણ સેનાની કાર્યવાહી એન રખાઈન બૌદ્ધનું તેમના ગામ પર કરાયેલ હુમલાને ગણાવ્યું. જેના ડરથી લોકો ગામ છોડવા માટે મજબુર થયા હતા. આ અંગે સેનાનું કહેવું છે કે રોહિંગ્યા મુસલમાનો તેમની ઉપર હુમલો કરી રહ્યાં છે અને તેઓ આ ખિલાફ લડાઈ કરી રહ્યાં છે. આ લડાઈની સૌથી વધારે અસર બાળકોમાં જોવા મળી છે, જેની તસ્વીરો પણ સાબિતી આપે છે.

 

 

૨૦ હજારથી વધારે રોહિંગ્યા મુસ્લિમ બૉર્ડર પર ફસાયા

હિંસા અને ખરાબ અવસ્થાને જોતા બાંગ્લાદેશનાં રેફ્યુજી કેમ્પમાં અત્યાર સુધી ૨ લાખ કરતા વધારે રોહિંગ્યા મુસ્લિમ આસરો લઈ રહ્યાં છે. મ્યાંમારથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા લગભગ ૨૦ હજાર રોહિંગ્યા મુસ્લિમ સીમા પર ફસાઈ ગયા છે. જે અંગે ત્યાંનાં કમાંડર લેફ્ટિનેંટ અરિફુલ ઈસ્લામએ જનાવ્યું કે બાંગ્લાદેશ સીમાનાં સુરક્ષા બલનાં જવાનોએ ૧૧ બાળકો અને ૧૫ રોહિંગ્યા મુસલમાનોનાં શવ નદીમાં વહેતા જોયા હતા. આ સાથે નદીમાં ડૂબીને મરનારની સંખ્યા પહેલા ૪૦ હતી અને ધીરે-ધીરે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

 

 

कीचड़ में रेंग जान बचाता रहा बच्चा, रोहिंग्या मुस्लिमों के संघर्ष की PHOTOS