૨૦૧૮નું વર્ષ અમુક સિતારાઓ માટે રહ્યું બીમારીનું વર્ષ, વાંચો કોને કોને કઈ બીમારી હતી…

આમ તો વર્ષ ૨૦૧૮ બૉલીવુડ માટે ઠીકઠાક રહ્યું છે. પરંતુ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું રહ્યું નથી. બોલીવુડના કેટલાક દિગગજ કલાકારો આ વર્ષે ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. આજે એ સિતારાઓ વિશે જણાવીશું જે વર્ષ ૨૦૧૮માં ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. બોલીવુડના સિતારાઓ માટે કેન્સર કોઈ વિલનથી ઓછું નથી. કેટલાક સેલિબ્રિટીસ આ બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામી ચુક્યા છે તો કેટલાક લોકો પોતાની હિંમતથી આ વિલનને હાર આપી છે. ખુશીની વાત એ છે કે આ મુશ્કેલ સમય દરમિયાન પણ આ સિતારાઓના પરિવાર અને મિત્રોએ તેમનો બિલકુલ સાથ છોડ્યો નથી પણ તેમની હિંમત વધારી છે. આ લિસ્ટમાં કેટલાક લિસ્ટર સ્ટાર પણ સામેલ છે તો જાણીએ કોણ છે સ્ટાર્સ…

અજય દેવગણને લેટરલ એપિકોંડીલાઇટ્સ ની બીમારી છે.:
બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ પણ બીમારીઓ ની ગિરફતથી દૂર રહી શક્યા નથી. અજયને ટેનિસ એલબો કે લેટરલ એપિકોંડીલાઇટ્સ છે. આ એક એવી બીમારી છે જેમાં ખૂબ દુખાવો થાય છે. એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે દુખાવો ચરમ પર પહોંચી જાય ત્યારે તેઓ એક કોફીનો કપ પણ ઉઠાવી શકતા નથી. તેમની આ બીમારીની જાણ ૩૦ એપ્રિલ, ૨૦૧૮ માં થઈ હતી.

સોનમ કપૂર અને ડાયાબિટીસ.:
સોનમ કપૂર પ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી છે. અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરને ટીનેજ થી જ ડાયાબિટીસ થઈ ગયો હતો. પરંતુ વર્ષ ૨૦૧૮માં આ રોગ અસંતુલિત થવાની જાણ થઈ હતી. જો કે તેણે સંતુલિત ડાયટ, એક્સરસાઇઝ અને યોગાથી તેની પર નિયંત્રણ મેળવી લીધું છે. કેમકે ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ રોગ છે એટલે તેને દૈનિક દિનચર્યાને સંતુલિત કરીને નિયંત્રણ મેળવી લીધું છે.

શાહરુખ અને માનસિક તણાવ.:
હિન્દી સિનેમાના બાદશાહ, શાહરુખ ખાનને પણ મોત ની નજીકની બીમારીની લિસ્ટમાં ગણવામાં આવે છે. છેલ્લા થોડાક વર્ષોમાં પોતાના ખભાની ૮ સર્જરી કરાવી ચુક્યા છે એટલું જ નહીં તે ખુદ, પોતાના માનસિક તણાવને વેહચવા માટે માઈક્રો બ્લોગીંગ સાઇટ પર લઈ ગયા. પણ જલ્દી જ બોલીવુડ ની કિંગ ખાન પોતાના વિશ્વવ્યાપી પ્રશંસકોને ફરીથી મનોરંજન કરવા માટે બધી જ બાધાઓ માંથી બહાર આવી ગયા. આશા છે કે શાહરુખનો આ રોગ ઘણો ઓછો થઈ ગયો છે.

સોનાલી બેન્દ્રેને કેન્સર થયું.:
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ નેવુંના દશકમાં પોતાની ખૂબસૂરત લુક અને ફિગર માટે ચર્ચાઓમાં રહેવાવાળી અભિનેત્રી સોનાલી બેન્દ્રે. આ અભિનેત્રી આ વર્ષે કેન્સર સામે લડી રહી છે. જો કે લાંબા સમય સુધી ન્યૂયીર્કમાં પોતાનો ઈલાજ કરાવ્યા પછી ભારત પાછી ફરી છે. ડોકટર્સ નું પણ કહેવું છે કે સોનાલી બેન્દ્રે હવે ખતરાથી બહાર છે.

ઈરફાન ખાન અને ન્યુરો- એન્ડોક્રાઇન ટ્યુમર.:
બોલીવુડના સૌથી ચર્ચિત અને સારા એકટર ઈરફાન ખાન પણ ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૮ના માર્ચમાં ઈરફાન ખાનને ન્યુરો-એન્ડોક્રાઇન ટ્યુમર હોવાની ખબરથી બૉલીવુડ હલી ગયું હતું. ઇરફાને પણ આની જાણકારી ટ્વીટર દ્વારા આપી હતી. તેમનો ઉપચાર લંડનમાં ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ ઇરફાને એક પત્ર દ્વારા પોતાની તબિયતની જાણકારી આપી હતી જેમાં એમણે કહ્યું હતું કે આ હકીકત જાણીયા પછી તેમણે પરિણામની ચિંતા કર્યા વગર ભરોસો કરીને હથિયાર નાખી દીધા છે. મને નથી ખબર કે હવે ૮મહિના, ૪ મહિના કે ૨ વર્ષ પછી જિંદગી ક્યાં લઈ જશે. મારા દિમાગમાં હવે કોઈ પ્રકારની ચિંતા નથી.

તાહીરા કશ્યપને બ્રેસ્ટ કેન્સર થયું.:
બૉલીવુડ અભિનેતા આયુષમાન ખુરાનાની પત્નીને પણ આ વર્ષે બ્રેસ્ટ કેન્સર થયું છે. જો કે તેમને આ ગંભીર બીમારીની જાણ શરૂઆત માં જ ખબર પડી ગઈ હતી એટલે તેની પર કાબુ મેળવવામાં વધારે મુશ્કેલી પડી નહિ. તાહીરાને બ્રેસ્ટ કેન્સરનું સ્ટેજ કાચું હતું. અત્યારે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે આશા છે કે તે ખતરા થી બહાર છે.