કોરોના વાયરસને લઈને સરકારે જાહેર કરી રાષ્ટ્રિય કટોકટી, જાણો આ ભૂલો કરવા પર કેટલા વર્ષની થશે જેલ

કોરોના વાયરસને લઈને સરકારે જાહેર કરી રાષ્ટ્રિય કટોકટી – આ ભૂલો પર થશે 7 વર્ષ સુધીની સજા

image source

અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોના વાયરસના 101 કેસ નોંધાઈ ચુક્યા છે. અને ભારતમાં ત્રણ લોકોના મૃત્યુ પણ આ વયારનસા કારણે થઈ ચૂક્યા છે સમગ્ર વિશ્વની વાત કરીએ તો કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક 6 હજાર ઉપર પહોંચી ગયો છે અને ચેપગ્રસ્ત લોકોનો આંકડો પણ એક લાખને વટાવી ચૂક્યો છે. કેન્દ્ર સરકારે આ વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકો માટે 4 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ જાહેર કરી છે.

image source

કેન્દ્રીય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સરકારે એસડીઆરએફ અંતર્ગત મદદ પૂરી પાડવાના હેતુથી COVID-19 ને સમગ્ર દેશમાં એક કટોકટી તરીકે જાહેર કરી છે. જો કે બીજા દેશોની સરખામણીએ ભારતમાં આ વાયરસ ખૂબ જ ધીમી ગતિએ ફેલાઈ રહ્યો છે અને ચેપગ્રસ્ત લોકોમાંથી દસ લોકો તો ચેપ મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે. પણ સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોના વાયરસ મહામારી ફેલાઈવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને ભારત સરકારે એક અત્યંત મહત્વનું પગલું ભર્યું છે.

સરકારે N-95 માસ્ક તેમજ હેન્ડ સેનિટાઇઝરને લોકોના જરૂરિયાતના સામાનની શ્રેણીમાં સામેલ કર્યા છે. જે વાયરસને સ્વસ્થ માણસથી દૂર રાખવામાં મહત્ત્વનું કામ કરે છે. અને આ વસ્તુઓનું બ્લેકમાર્કેટિંગ અટકાવવા હેતુ જ આ પગલું ભરવામાં આવ્યું છે. ભારત સરકારનો આ આદેશ 30મી જૂન સુધી લાગુ પાડવામાં આવ્યો છે.

image source

આ મહત્ત્વનો નિર્ણય લીધા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના વાયરસને અટકાવવામાં મદદરૂપ રહેતી વસ્તુઓના ઉત્પાદન, તેની ગુણવત્તા તેમજ તેના ડીસ્ટ્રીબ્યુશનને પણ પોતાના નિયંત્રણમાં રાખી શકે છે. તે વિષે સરકારે જણાવ્યું છે કે માસ્ક તેમજ હેન્ડ સેનિટાઇઝરને જરૂરિયાતની વસ્તુઓમાં સમાવવામાં આવ્યા છે અને આ નિયમનું ઉલ્લંઘન કરનારને તે બદલ 7 વર્ષની સજા પણ થઈ શકે છે.

image source

તમને જણાવી દઈએ કે ગઈ કાલે ગુજરાત સરકારે પણ વાયરસના ફેલાવાને અટકાવવાના હેતુએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. જેમાં સમગ્ર રાજ્યની શાળાઓને બે અઠવાડિયા માટે ફરજિયાત બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે સાથે જ સીનેમા હોલ તેમજ સ્વિમિંગ પૂલને પણ બંધ રાખવાની જાહેરાત કરી છે.

image source

અને વાયરસને સ્વસ્થ લોકોથી દૂર રાખવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આમ ભારત તેમજ ગુજરાત સરકારે પાણી આવે તે પહેલાં પાળ બાંધવાની પહેલ કરીને મહત્ત્વના નિર્ણયો લીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ