આ સુરતી છોકરાઓને મળી તારક મહેતા..માં જવાની તક, જાણો કેવી રીતે

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના ફેંસ વિઝીટ

image source

સેલેબ્રીટીસને મળવાની ઈચ્છા કોને નથી હોતી દરેક વ્યક્તિને એકવાર જરૂરથી પોતાના મનપસંદ કલાકારને મળવાની ઈચ્છા હોય છે. આ કલાકાર પછી ટીવીના હોય કે પછી બોલીવુડના તેઓને મળવાની ઈચ્છા દરેક વ્યક્તિ ધરાવે છે. આવી જ ઈચ્છા ધરાવનાર સુરતના બે ભાઈઓને પોતાની ઈચ્છાને પૂરી કરવાની તક મળી છે.

image source

સુરતના આ બન્ને ભાઈઓના નામ છે.: વિરલ રાજાણી અને શ્યામ રાજાણી. આ બન્ને ભાઈઓની ઈચ્છા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમને મળવાની અને તેઓની સાથે સમય વિતાવવાની ઉપરાંત આ કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું લાઇવ શુટિંગ જોવાની મજા માણવાની ઈચ્છા પૂરી થઈ છે. આ બન્ને ભાઈઓને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ ‘તારક મેહતા…’ની ટીમ સાથે એક મુલાકાત કરવાની તક આપવામાં આવી હતી.

image source

વિરલ રાજાણી અને શ્યામ રાજાણીને પોતાના ફેવરીટ કલાકારો સાથે મન મુકીને ઘણી બધી વાતો કરી હતી. તેમજ આ બન્ને ભાઈઓને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ તરફથી ગીફ્ટ હેમ્પર અને ટી શર્ટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત સુરતના બન્ને ભાઈઓએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમના મનપસંદ કલાકારો સાથે ફોટોઝ પણ ક્લિક કરાવ્યા હતા. આ સાથે જ બન્ને ભાઈઓએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટપુ સેના સાથે TMKOC ના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પરથી લાઇવ કરાયું હતું.

image source

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલના ફેન એવા વિરલ રાજાણી કહે છે કે, ‘અમને સેટ પર આમંત્રિત કરવા માટે તેમજ કલાકારો સાથે મુલાકાતનું આયોજન કરવા બદલ અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને ધન્યવાદ કહીએ છીએ. આ મુલાકાત અમારા માટે એક સપનું સાકાર બરાબર છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીમના દરેક કલાકારો ઘણા નમ્ર છે તેઓને મળ્યા ત્યારે એવું લાગ્યું જ નહી કે તેઓ એક્ટર્સ છે.

અમે બન્ને ઘણા નસીબદાર છીએ કે અમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા કોમેડી શોનું લાઇવ શુટિંગ જોવાની તક મળી છે. મને ગર્વ છે કે હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નો ફેન છું.’

image source

જયારે શ્યામ રાજાણીનું કહેવું છે કે, ‘અમે દુનિયાના કોઇપણ ખૂણામાં હોઈશું તો પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે સતત જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરીશું. અમારી સાથે ખુશીઓ વેહેચવા માટે ખુબ ખુબ ધન્યવાદ.’

કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનું ભીડેનું પાત્ર નિભાવી રહેલ અભિનેત્રી પલક સીધ્ધવાની કહે છે કે, ‘અમે અમારા ફેંસની સાથે હમેશા સારો સમય વિતાવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરાંત અમને જયારે પણ અવસર મળે ત્યારે તેઓને કમ્ફર્ટેબલ ફિલ કરાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.

image source

સુરતથી આવેલ શ્યામ અને વિરલએ જણાવ્યું હતું કે તેઓને ટપુ સેના વધારે પસંદ છે. આ બન્ને ભાઈઓ સાથે અમે ઘણો સમય વિતાવ્યો છે અને તે દરમિયાન તે બંનેના જીવન વિષે પણ વાતો કરી છે. આશા છે કે તેઓને સેટ પર મજા આવી હશે. અમે શોના અન્ય ફેંસને મળવા માટે ઉત્સાહિત છીએ.’

image source

પત્રકાર પોપટલાલનો કિરદાર નિભાવી રહેલ શ્યામ પાઠક જણાવે છે કે, ‘શોના ફેંસને મળીને હંમેશા ખુશી મહેસુસ થાય છે. વિરલ રાજાણી અને શ્યામ રાજાણી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ઘણા મોટા ફેંસ છે. તેઓ શો શરુ થયો ત્યારથી નિયમિત રીતે જોવે છે. બન્ને ભાઈઓને લાઇવ શુટિંગ જોવાની પણ ખુબ મજા આવી છે. જયારે પણ દર્શકો અમારી પર આટલા બધા પ્રેમની વર્ષા કરે છે ત્યારે ખુબ આનંદ થાય છે અને હું ફરીથી બન્ને ભાઈઓને મળવા ઉત્સાહિત છું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ